બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / Best Home remedies for gastric and Stomach problems

ફાયદાકારક / પેટમાં ભારેપણું, ગેસ, અપચો અને બ્લોટિંગને તરત જ દૂર કરી દેશે આ 6 દેશી ઉપચાર, એકવાર કરો ટ્રાય

Noor

Last Updated: 09:35 AM, 17 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચોમાસામાં ખાસ પેટ સંબંધી સમસ્યાઓ વધી જતી હોય છે. જેના કારણે ઘણાં લોકોને ખૂબ જ પરેશાની થાય છે. આજે અમે તમને ગેસ, આફરો, બ્લોટિંગ, પેટમાં ભારેપણું દૂર કરવાના બેસ્ટ ઉપાય જણાવીશું.

  • ચોમાસામાં વધી જાય છે પેટમાં ભારેપણું, ગેસ અને અપચાની સમસ્યા
  • આ ઉપચાર ચપટીમાં મટાડી દેશે પેટની તકલીફો
  • ભારે ખોરાક અને બેઠાડું જીવનથી થાય છે ગેસ, આફરો અને અપચો

ભારે ખોરાક અને બેઠાડું જીવનની દેન છે ગેસ, આફરો અને અપચો. પણ અત્યારે ચોમાસાની સીઝન પણ શરૂ થઈ ગઈ છે અને આ સીઝનમાં પાચનશક્તિ નબળી થઈ જાય છે. બફારો પણ આપણાં પાચન પર અસર કરે છે. જેના કારણે માથું દુખવા લાગે છે અને ખાટાં ઓડકાર પણ આવે છે. પેટ દુખવા લાગે છે. જેથી આજે અમે તમને કેટલાક કારગર નુસખા જણાવીશું, જે તમારી આ બધી સમસ્યાઓ દૂર કરશે.

જીરું

1 ગ્લાસ છાશમાં 1 ચમચી શેકેલા જીરાનો પાઉડર મિક્સ કરીને પીવાથી ગેસ અને કબજિયાતમાં રાહત મળે છે.

ફુદીનાના પાન

જો ભોજન કર્યા બાદ પેટ ભારે લાગે તો ફુદીના તાજા પાન ચાવીને ખાઈ લેવા, તરત આરામ મળશે

મેથીના દાણા

વધુ ખાઈ લેવાને કારણે ગેસની સમસ્યા થાય છે, જેમાં અડધી ચમચી મેથી દાણાની સાથે થોડું સિંધવ મીઠું મિક્સ કરીને ખાવાથી તરત રાહત મળશે, કબજિયાત માટે પણ આ રામબાણ ઉપાય છે

આદુ

ગેસ થયો હોય તો આદુના કટકાને ધીરે-ધીરે ચાવીને તેનો રસ ચૂસવાથી 15 મિનિટમાં જ ગેસની સમસ્યામાં રાહત મળે છે, નિયમિત પ્રયોગથી ગેસની તકલીફ દૂર રહે છે

અળસી

દરરોજ એક ચમચી અડસી કે તેનો પાઉડર ખાવાથી ગેસ અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

બેકિંગ સોડા

1 ગ્લાસ પાણીમાં અડધી ચમચી બેકિંગ સોડા મિક્સ કરીને પીવાથી ગેસ અને અપચાની સમસ્યામાં રાહત મળે છે.

હર્બલ ટી

પેટમાં બ્લોટિંગ અને આફરો દૂર કરવો હોય તો 1 ગ્લાસ પાણીમાં અડધી ચમચી જીરું, અડધી ચમચી વરિયાળી અને અડધી ચમચી અજમો લઈને અડધું રહે ત્યાં સુધી પાણી ઉકાળી લો. પછી તેને ગાળીને તેમાં 1 ચમચી લીંબુનો રસ નાખીને પીવો. આ ઉપાય જમ્યાના 1 કલાક પછી કરવો. 

સંકળાયેલા મુદ્દાઓ

Monsoon Stomach gas constipation Benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ