best Home Remedies for Curing many health problems
ફાયદો /
આ 7 અક્સિર નુસખાઓ ફટાફટ નોંધી લો, તમારી 7 પ્રકારની સમસ્યામાં તરત જ કામ આવશે
Team VTV06:21 PM, 22 Jun 20
| Updated: 06:23 PM, 22 Jun 20
આપણે ઘરમાં જ ઘણાં એવા નાના-નાના નુસખાઓ અપનાવીને ઘણી સમસ્યાઓ ઠીક કરી શકાય છે. તે એલૉપેથી દવાઓ કરતાં વધારે અક્સીર હોય છે. આજે પણ દરેક ઘરમાં કેટલીક સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે જુનવાણી ઉપચાર અજમાવીને ઈલાજ કરવામાં આવે છે અને તેનાથી તરત ફાયદો પણ થાય છે. આજે અમે તમને એવા જ બેસ્ટ નુસખાઓ જણાવીશું, જે તમારી સમસ્યાઓમાં તરત અસર કરશે.
જો તમને માથાનો દુખાવો થતો હોય તો એક તમાલપત્ર પીસીને તેમાં સહેજ પાણી મિક્સ કરીને તેનો લેપ માથા પર કરવો. તરત જ દુખાવો મટી જશે.
મીઠાવાળા શેકેલા અજમામાં સહેજ હળદર મિક્સ કરીને રોજ જમ્યા પછી મુખવાસ તરીકે ખાવાથી શરદી-ઉધરસમાં આરામ મળે છે અને પેટ પણ સારું રહે છે.
જો તમને ચહેરા પર વારંવાર ખીલ, ફોડલીઓ થતી હોય તો કડવા લીમડાના થોડાં પાન લઈને તેને પીસી લો. પછી તેને અડધો કલાક ચહેરા પર લગાવીને રાખો અને પછી ધોઈ લો.
જે લોકોને હરસ મસાની સમસ્યા થાય તો રોજ ત્યાં એલોવેરા જેલ લગાવો અને રોજ હરસની સમસ્યામાં એલોવેરા જ્યૂસ પીવાથી રાહત મળે છે.
રોજ રાતે 1 ગ્લાસ દૂધમાં 4 અંજીર પલાળી દો. સવારે દૂધ ઉકાળીને પીવાથી શરીરને શક્તિ મળે છે અને લોહી પણ વધે છે.
વાળની તમામ પ્રકારની સમસ્યાઓ દૂર કરવા માટે 2 લીંબુનો રસ લઈ તેમાં 1 ચમચી મધ મિક્સ કરીને વાળના મૂળમાં લગાવો અને અડધા કલાક બાદ વાળ ધોઈ લો. આ પ્રયોગ સપ્તાહમાં 3વાર કરવો.
હાથ અને પગમાં કળતર થતી હોય તો લસણ અને સૂંઠને ઘીમાં શેકીને મધ મિક્સ કરીને ખાવાથી કળતર દૂર થાય છે.