બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / આરોગ્ય / best Health Benefits of Clay Pot Cooking

ફાયદાકારક / આ ખાસ રીતે ભોજન પકાવશો તો રોગો રહેશે દૂર અને સ્વાસ્થ્યને થશે અનેક લાભ

Noor

Last Updated: 11:00 AM, 22 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જો તમે ભોજન પકાવવામાં અહીં જણાવેલા વાસણનો ઉપયોગ કરશો તો તમારું ભોજન વધુ પૌષ્ટિક અને હેલ્ધી બનશે. ચાલો જાણી લો.

  • આ રીતે પકાવશો ભોજન તો બનશે વધુ હેલ્ધી
  • શરીરને રોગોથી બચાવશે આવું ભોજન
  • આ રીતે ભોજન પકાવશો તો શરીરને થશે અનેક લાભ

સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે. જેથી ઈમ્યૂનિટી સારી રહે અને રોગો સામે લડવાની તાકાત વધે. આપણે શું ખાવું, ક્યારે ખાવું, એક્સરસાઝઈ કરવી સહિત અન્ય વસ્તુઓને લઈને ચિંતા થયા કરે છે, જેથી સ્વસ્થ જીવન જીવી શકાય. પણ શું તમે ક્યારેય કિચનમાં ધ્યાન આપ્યું છે કે જેમાં તમે ભોજન પકાવો છો તે તમારા સ્વાસ્થ્ય માટે સારું છે કે નહીં. જી હાં, આજકાલ વિવિધ ધાતુઓના વાસણો ઉપલબ્ધ છે અને લોકો અવનવા વાસણોનો ઉપયોગ પણ કરે છે પણ આજે અમે તમને માટીના વાસણોમાં ભોજન પકાવવાના ફાયદાઓ જણાવવા જઈ રહ્યાં છે, કારણ કે તેમાં પકાવેલું ભોજન વધુ પૌષ્ટિક, હેલ્ધી હોય છે. 

માટીના વાસણોમાં ભેજ અને હીટ રહે છે બરકરાર

માટીના વાસણોમાં પકાવેલું ભોજન અન્ય કોઈ ધાતુના વાસણોમાં પકાવેલા ભોજનની તુલનામાં સ્વાદિષ્ટ બને છે. કારણ કે માટીના વાસણોમાં ભેજ અને હીટ બરકરાર  રહે છે, આ જ કારણથી ભોજન બરાબર કૂક થાય છે અને તેમાં માટીનો સ્વાદ અને સુગંધ પણ ભળી જાય છે. જેથી તે ભોજનના સ્વાદને વધારી દે છે. સાથે જ બોડીમાં પીએચ બેલેન્સને પણ જાળવી રાખે છે. 

મિનરલ્સ અને વિટામિન્સ

માટીના વાસણોમાં ખાવાનું પકાવવાથી તેમાં વધુ પૌષ્ટિક બને છે. કારણ કે ભોજનમાં કેલ્શિયમ, ફોસ્ફરસ, આયર્ન, મેગ્નેશિયમ, સલ્ફર જેવા મિનરલ્સ અને વિટામિન્સ ભોજનમાં સામેલ થઈ જાય છે. 

ભોજનનું પોષણ રહે છે બરકરાર

માટીના વાસણોમાં ભોજન ધીરે-ધીરે કૂક થાય છે જેનાથી ભોજનનું પોષણ બરકરાર રહે છે. જ્યારે અન્ય ધાતુના વાસણોમાં ભોજન પકાવતી વખતે તેના ઘણાં પોષક તત્વો ઓછાં થઈ જાય છે. 

ભોજનને ફરી ગરમ કરવાની જરૂર પડતી નથી

જ્યારે તમે ભોજનને વારંવાર ગરમ કરો છો ત્યારે તેમાં રહેલાં પોષક તત્વો નષ્ટ થવા લાગે છે અને તેનાથી ફાયદા મળતાં નથી. કેટલાક ખાદ્ય પદાર્થ તો એવા હોય છે જેને ફરી ગરમ કરવાથી તે હાનિકારક બની જતાં હોય છે. પણ માટીના વાસણમાં પકાવેલું ભોજન લાંબા સમય સુધી ગરમ રહે છે કારણ કે તેનું તાપમાન લાંબા સમય સુધી જળવાય રહે છે અને ભોજન ફરી ગરમ કરવાની જરૂર પડતી નથી. 

સંકળાયેલા મુદ્દાઓ

Clay Pot Cooking Health Benefits Benefits
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ