દાંતને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ રિચ ફૂડ્સ ખાવાની સલાહ આપવામાં આવે છે.
દાંતની પીળાશથી છો પરેશાન?
આ રીતે દૂર કરો દાંતની પીળાશ
ફ્રૂટ્સ કરશે મદદ
મજબૂત અને ચમકદાર દાંત ન ફક્ત સુંદરતામાં ચાર ચાંદ લગાવે છે પરંતુ સારા સ્વાસ્થ્યની પણ નિશાની હોય છે. એ વાત તો બધા જ જાણે છે કે દાંતને મજબૂત બનાવવા માટે કેલ્શિયમ રિચ ફૂડ્સ ખાવાની સલાહ આપવામાં આવે છે. પરંતુ દાંતની પીળાશને દૂર કરવા માટે શું કરવું જોઈએ? હકીકતે, દાંતોમાં પીળાશ સ્મોકિંગ, ઓરલ હાઈજીન પર ધ્યાન ન આપવું, જેનેટિક અથવા ખરાબ ડાયેટના કારણે આવી શકે છે. એવામાં આ સમસ્યાથી છુટકારો મેળવવા માટે ફૂડ્સ તમારી મદદ કરી શકે છે.
સ્ટ્રોબેરી
સ્ટ્રોબેરીમાં મૈલિક એસિડ રહેલુ હોય છે. જે એક નેચરલ વ્હાઈટનિંગ એજંટ છે જે સ્લાઈવાના પ્રોડક્શનને વધારીને દાંતને સફેદ બનાવે છે. એક સ્ટ્રોબેરીને મેશ કરી લો અને ટૂથબ્રશની મદદથી દાંત પર હળવે હાથે રગડો અને 5 મિનિટ પછી ધોઈ લો. આ ઉપાય અઠવાડિયામાં એક દિવસ કરો ચોક્કસથી પરિણામ મળશે.
સફરજન
સફરજનમાં મૈલિક એસિડ હોય છે. જે મોઢામાં લાર બનાવે છે. આ લાર દાંતોની પીળાશ દૂર કરવામાં મદદ કરે છે.
કેળા
કેળામાં ખૂબ જ વિટામિન-સી, ડાયટરી ફાઈબર, વિટામિન બી 6 અને મેન્ગીનીઝ હોય છે. જે દાંતોની ગંદગીને હટાવવામાં મદદ કરે છે. માટે કેળાની છાલના સફેદ ભાગને દાંતથી 1થી 2 મિનિટ માટે ઘસો. તેનાથી દાંતને કેળાની છાલમાં રહેલા દરેક પોષક તત્વ મળી જાય છે. ત્યાર બાદ બ્રશ જરૂર કરો. તેને અઠવાડિયામાં 3 વખત કરો.