best food combination to treat iron deficiency health tips
Health Tips /
લોહીની ઉણપને દૂર કરવા માટે દરેક શાકમાં નાખો આ એક વસ્તુ, આ 4 ફૂડ કોમ્બિનેશન પણ દૂર કરશે સમસ્યા
Team VTV06:39 PM, 22 Jun 22
| Updated: 07:32 PM, 22 Jun 22
ઘણી શોધમાં જાણવા મળ્યું છે કે જો તમે આયર્ન રિચ ફૂડની સાથે લીંબુના રસનું સેવન કરો તો તેનાથી આયર્ન ઈન્ટેક સારી રીતે થાય છે સાથે જ સારી રીતે આયર્ન અબ્ઝોર્બ થઈ શકે છે.
આયર્નથી ભરપુર શાકને બનાવો વધુ હેલ્ધી
બનાવતી વખતે નાખો આ એક વસ્તુ
જાણો તેના ફાયદાઓ વિશે
મેડિકલ ટર્મમાં કહેવામાં આવે તો એનીમિયા એક એવી સ્થિતિ છે જે શરીરમાં પુરતા લાલ બ્લડ સેલ્સ નથી બનાવી શકતા. એનીમિયાના સૌથી સામાન્ય લક્ષણ હોય છે આયર્નની કમી અથવા શરીરમાં આયર્નનું જરૂરી શોષણ ન થયું હોય. જણાવી દઈએ કે એનીમિયા સંપૂર્ણ રીતે તમારા ભોજન પર નિર્ભર કરે છે. જેને ડાયેટમાં ફેરફાર કરીને ઠીક કરી શકાય છે.
એક રિપોર્ટ અનુસાર મોટાભાગના વયસ્કોને દરરોજ 7થી 18 ગ્રામ આયર્નનું ઈન્ટેક કરવું જોઈએ. જો તમે શાકાહારી અથવા ગર્ભવતી છો તો તમારે પોતાના ભોજનમાં આયર્ન ઈન્ટેકને લઈને વધારે સતર્ક રહેવાની જરૂર છે. આજે અમે તમને જણાવીશું કે શરીરમાં લોહીની કમીને દૂર કરવા અથવા તેના અવશોષણને સારૂ બનાવવા માટે તમે કયા ફૂડ કોમ્બિનેશનને પોતાની ડાયેટમાં શામેલ કરી શકો છો.
શરીરમાં લોહીની કમીને દૂર કરવા માટે 5 ફૂડ કોમ્બિનેશન વેજિટેબલ જ્યુસમાં મિક્ષ કરો સાઈટ્રિક ફ્રૂટ જ્યુસ
લીલા શાકભાજીમાં આયર્ન ભરપૂર માત્રામાં મળી આવે છે. તે ઉપરાંત તેમાં મેગ્નીશિયમ, પોટેશિયમ, ઝીંક, ફોલિક એસિડ જેવા પોષક તત્વો પણ હોય છે. જો તમે તેના જ્યુસની સાથે આંબળા, લીંબુનો રસ મિક્ષ કરીને પીશો તો તેનાથી શરીરમાં આયર્નનું અવશોષણ સારી રીતે થાય છે.
શાકભાજીમાં નાખો અજમો
જો તમે આયર્નથી ભરપૂર શાકભાજીને વધારે ફાયદાકારક બનાવવા માંગો છો તો તેમાં અજમો જરૂર નાખો. હકીકતે જ્યારે તમે વેજીટેબરની સાથે અજમાનું સેવન કરો છો તો તેનાથી પણ આયર્ન સારી રીતે અવશોષીત થઈ જાય છે. તમે રોટલીઓમાં પણ અજમો નાખીને ખાઈ શકો છો.
દાળમાં લગાવો હીંગનો તડકો
હીંગ સ્વાદ વધારવાનું કામ કરે છે પરંતુ તમને જણાવી દઈએ કે દાળમાં રહેલા આયર્નને શરીરમાં ઈંટેક વધારવું છે તો હીંગનો તડકો લગાવો. આ બ્લડ સર્કુલેશન સારૂ કરવાની સાથે લોહીને પાતળુ કરે છે.
સુકી દ્રાક્ષ અને કોળાના બીજ
કોળાના બીજમાં ભરપૂર પોષક તત્વો હોય છે. ત્યાં જ સુકી દ્રાક્ષમાં પણ આયર્નની માત્રા સારી હોય છે. આ બન્નેને જો તમે સાથે ખાઓ તો લોહીની કમીને દૂર કરવામાં ખૂબ ફાયદો મળે છે.
લીંબુ સાથે ખાઓ આયર્ન સપ્લીમેન્ટ
જો તમે આયર્નના સેપ્લીમેન્ટ્સ અથવા ગોળીઓ લઈ રહ્યા છો તો તેની સાથે લીંબુ પાણીનું સેવન કરો. અમુક શોધમાં જાણવા મળ્યું છે કે આમ કરવાથી આયર્નની કમી દૂર થઈ જશે અને શરીરમાં આયર્ન સારી રીતે એબઝોર્બ થઈ શકશે.