દાડમના નાના દાણા દૂર કરશે સ્વાસ્થ્યની તમામ મોટી સમસ્યાઓ

By : juhiparikh 01:13 PM, 12 September 2018 | Updated : 01:13 PM, 12 September 2018
દાડમ સ્વાદિષ્ટ હોવાથી સાથે ન્યૂટ્રિઅન્ટ્સથી પણ ભરપૂર હોય છે. દાડમ ખાવાથી અનેક સ્વાસ્થ્ય લાભ પ્રાપ્ત થાય છે. માત્ર દાડમનું ફળ જ નહીં પણ તેના પાનનો પણ ઔષધી તરીકે ઉપયોગમાં કરી શકાય છે. સ્વાદસભર દાડમમાં આયર્ન, પોટેશિયમ, ઝિંક, વિટામિન A, C, E અને ફોલિક એસિડની સાથે ભરપૂર માત્રામાં એન્ટીઓક્સીડેન્ટ પણ હોય છે. દાડમનો એક-એક દાણો અનેક ગુણોથી ભરપૂર હોય છે. દાડમને અનેક બિમારીઓની અચૂક દવા માનવામાં આવે છે. જાણો , દાડમ ખાવાના ફાયદા અને તેના કેટલાક ઉપાયો જણાવી રહ્યા છે.

-દાડમ ખાવાથી શરીરમાં લોહીને કમીને ઝડપથી દૂર કરી શકાય છે અને શરીરમાં નેચરલી લોહીને વધારી શકાય છે.

-હૃદય માટે પણ દાડમ ખૂબ જ ફાયદાકારી છે.

-દાડમની તાજી, કોમળ કળીઓ પીસીને પાણીમાં મિક્સ કરીને ગાળી લો. ગર્ભધારણની ક્ષમતા વધારવા માટે તેનું સેવન કરો.

-10 ગ્રામ દાડમના પાન લઈ તેને અડધો લીટર પાણીમાં ઉકાળો. પાણી અડધું રહે એટલે ઠંડુ થયા બાદ તેનાથી કોગળા કરવામાં મોંના ચાંદાઓમાં તરત રાહત મળે છે.

-દાડમના 100 ગ્રામ પાન લઈ તેને 500 ગ્રામ પાણીમાં ઉકાળો. જ્યારે ચોથા ભાગનું પાણી રહે ત્યારે ગેસ બંધ કરી તેમાં 75 ગ્રામ ઘી અને 75 ગ્રામ ખાંડ મિક્સ કરો. આ મિશ્રણ સવાર-સાંજ પીવાથી વાની સમસ્યા દૂર થાય છે.

-દાડમના ફૂલ છાંયડામાં સૂકવી બારીક પીસી લો અને તેનું દંતમંજન બનાવી દિવસમાં 2-3વાર દાંત ઘસો. આ ઉપાયથી દાંત અને પેઢામાંથી લોહી નીકળવાની સમસ્યા દૂર થશે અને દાંત મજબૂત બનશે. 

- લગભગ 50 ગ્રામ દાડમનો રસ લઈ તેમાં 1 ગ્રામ એલચી પાઉડર અને અડધો ગ્રામ સૂંઠ પાઉડર મિક્સ કરીને પીવાથી પુરૂષોમાં પેશાબ વાટે સ્પર્મ નીકળવાની સમસ્યા દૂર થાય છે.

-દાડમના પાન પીસીને દાઝ્યા પર લગાવવાથી બળતરા ઝડપથી ઓછી થઈ જાય છે અને દર્દમાં પણ આરામ મળે છે.Recent Story

Popular Story