બ્રેકિંગ ન્યુઝ
VTV / best and easy tips and tricks to use of west news paper at home
Bhushita
Last Updated: 11:42 AM, 31 January 2020
ADVERTISEMENT
ક્રિએટિવિટી માટે
જો તમે ક્રિએટિવ છો તો પેપરની મદદથી તમે અનેક પ્રકારના પોટ, લેમ્પ શેડ અને સાથે ફ્લાવર વાઝ પણ બનાવી શકો છો. તે તમારા ઘરને એક સુંદર લૂક આપે છે.
ADVERTISEMENT
સામાન પેક કરવામાં
જો તમે એક જગ્યાએથી અન્ય જગ્યા પર જઇ રહ્યા છો તો તમારી પાસે કાચનો સામાન હશે, તેને સંભાળીને લઇ જવા તમે તેને પેપરમાં લપેટીને પછી પેક કરો. તે સેફ રહે છે.
કારમાં પાથરવા
ન્યૂઝપેપરને તમે ફૂટ મેટની જેમ કારમાં વાપરી શકો છો. ખાસ કરીને વરસાદમાં ફૂટમેટ રોજ સાફ કરી ન શકાય ત્યારે તે ઉપયોગી બને છે. તે કારને ચોખ્ખી રાખવામાં મદદ કરે છે.
કાચના વાસણો અને ફ્રેમ ચમકાવવા
તમે અનેક પ્રકારની મહેનત કરો છો તો પણ તમારા કાચના બારી કે બારણાંની ફ્રેમમાં ચમક આવતી નથી. પેપરને ભીનું કરીને તેનાથી આ ચીજોને સાફ કરો. તેનાથી તેની ચમક પાછી આવશે.
શાક રાખવા
તમે શાક ફ્રિઝમાં રાખો છો તો પણ 1-2 દિવસમાં સૂકાઇ જાય છે. તો એકવાર તેને પેપરમાં લપેટીને રાખો. આ રીતે રાખવામાં આવતું શાક લાંબા દિવસ સુધી ખરાબ થતું નથી.
કબાટ ઉપર પાથરવા માટે
જૂના પેપરને બાથરૂમ, કિચન અને સાથે જ રૂમના કબાટો પર પાથરવાના ઉપયોગમાં લેવાય છે. તેનાથી ચીજના ડાઘ લાકડા પર પડતા નથી. રૂપિયાની બચત સાથે રેક અને કેબિનેટને સાફ રાખી શકાય છે.
બુક પર કવર લગાવવા
જૂના સમયમાં લોકો બુક પર પેપરનું કવર લગાવતા. જો તમારી પાસે બ્રાઉન પેપર નથી તો તમે તેવા સમયે ન્યૂઝપેપરનું કવર લગાવી શકો છો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.