Besharam Rang' feat Shah Rukh Khan, Deepika Padukone takes Twitter by storm
મનોરંજન /
દીપિકા-શાહરુખનું 'બેશર્મ રંગ' વાયરલ, કલાકમાં 10 લાખથી વધુ લોકો જોઈ વળ્યાં, લૂકથી નજર નહીં હટે
Team VTV05:27 PM, 12 Dec 22
| Updated: 05:29 PM, 12 Dec 22
25 જાન્યુઆરી 2023ના દિવસે રિલિઝ થનારી ફિલ્મ પઠાણનું 'બેશર્મ રંગ' સોંગ રિલિઝ થયું છે.
દીપિકા-શાહરુખની ફિલ્મ પઠાણનું પહેલું ગીત રિલિઝ થયું
બેશર્મ રંગ રિલિઝ થતાં જ થયું વાયરલ
1 કલાકમાં તો 10 લાખ વ્યૂ મળ્યાં
25 જાન્યુઆરી 2023ના દિવસે રિલિઝ થઈ રહી છે પઠાણ
25 જાન્યુઆરી 2023ના દિવસે દીપિકા-શાહરુખના અભિનિત વાળી પઠાણ ફિલ્મ રિલિઝ થઈ રહી છે. રિલિઝ પહેલા આજે સોમવારે પઠાણનું પહેલું ગીત બેશર્મ રંગ રિલિઝ કરાયું હતું જેણે સોશિયલ મીડિયા પર તહેલકો મચાવ્યો છે. બેશર્મ રંગ રિલિઝ થયાના 1 કલાકમાં તો 10 લાખથી વધુ લોકો તેને જોઈ વળ્યાં હતા. ફિલ્મના પહેલા સોંગે જ રેકોર્ડ બનાવ્યો છે તો જ્યારે ફિલ્મ રિલિઝ થશે ત્યારે શું થશે તેની તો કલ્પના જ કરવી રહી.
શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણનું પહેલું ગીત સોમવારે રિલીઝ થયું હતું. આ ગીત રિલીઝ થતાની સાથે જ વાયરલ થઇ ગયું હતું. એટલું જ નહીં, આ ગીતને 1 કલાકમાં 10 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. આ ગીત યુટ્યુબ, સોશિયલ મીડિયા પર જોરદાર ટ્રેન્ડ કરી રહ્યું છે. દીપિકાના સિઝલિંગ ડાન્સ મૂવ્સ અને ગ્લેમરસ લૂકે આ ગીતને વધુ ખાસ બનાવી દીધું છે.
this goes straight into my top 3 of SRK's best looks ever 😍🥵🥵
દીપિકા અને કિંગખાનનો લૂક જોઈને ચાહકો ફિદા
સોંગમાં દીપિકા ગ્લેમરસ લાગતી હતી તો કિંગ ખાન પણ ઓછા નહોતા લાગતા. શાહરૂખ ખાનનો લુક કિલર છે. લાંબા વાળ, આછી દાઢીમાં કિંગ ખાનના કાતિલ હાવભાવથી ચાહકો ઘાયલ થયા છે. શાહરૂખ ખાન શર્ટલેસ છે અને શિલ્પા રાવના અવાજમાં ગવાયેલું આ ગીત ચાહકોને ખૂબ જ પસંદ છે. ચાહકો તેને રિપીટ મોડ પર સાંભળી રહ્યા છે. યુઝર્સે 'બેશર્મ રંગ'ને 100 માર્ક્સ આપ્યા છે. આ ગીત જોયા બાદ કિંગ ખાનના ફેન્સ ખુબ જ ખુશ છે. હવે તેઓ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થાય તેની રાહ જોઈ રહ્યા છે. આ ફિલ્મ આવતા 25 જાન્યુઆરી 2023ના દિવસે થિયેટરોમાં રિલીઝ થશે. પઠાણમાં શાહરૂખ ખાન ઉપરાંત દીપિકા પાદુકોણ, જ્હૉન અબ્રાહમ પણ જોવા મળશે.
શાહરૂખ ખાન, દીપિકા પાદુકોણ અને જૉન અબ્રાહમની ફિલ્મ 'પઠાન' આમ તો આવતા વર્ષે જાન્યુઆરીમાં રીલીઝ થશે. પરંતુ આ ફિલ્મનુ પ્રમોશન શરૂ થયુ છે. ફિલ્મના ગીતને રીલીઝ કરતા પહેલા શાહરૂખ ગીતના પોસ્ટર સોશિયલ મીડિયામાં શેર કરી રહ્યાં છે. કિંગ ખાન તરફથી વધુ એક નવુ પોસ્ટર જાહેર કરવામાં આવ્યું છે, જેમાં દીપિકા પાદુકોણ પીળા કલરની બિકિનીમાં દેખાઈ રહી છે.