શરદી-કફને ફટાકથી દૂર કરી દેશે ટેસ્ટી શીરો, જાણો કેવી રીતે

By : juhiparikh 03:51 PM, 09 November 2018 | Updated : 03:51 PM, 09 November 2018
ભારતીય વાનગીઓની ખાસિયત છે કે તે ટેસ્ટી તો હોય જ છે પરંતુ સાથે સાથે સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. આથી જ તેને દાદીમાના નુસ્ખા તરીકે ઓળખવામાં આવે છે. તેમાં મસાલા અને ખાદ્યપદાર્થોનો એવો સમન્વય હોય છે કે  મોટામાં મોટી બિમારીઓ પણ મટી જાય છે. આયુર્વેદ પણ રસોડામાંથી જ રોગોનો ઇલાજ શોધવાની હિમાયત કરે છે. આજે અમે  એક એવી રેસિપી વિશે વાત કરીશું કે જે ખૂબ જ ટેસ્ટી છે પણ સાથોસાથ તે રોગોની સારવારમાં પણ મદદરૂપ બને છે.

બેસનનો શીરો 10 જ મિનિટમાં ઘરે બનાવી શકાય છે. પહેલા એક તવામાં ઘી ગરમ કરીને તેમાં 1 કપ ચણાનો લોટ નાંખો. તે ગોલ્ડન રંગનો થાય ત્યાં સુધી શેકો. તેમાં 2 કપ દૂધ નાખીને તેના ગઠ્ઠા વળવા માંડે ત્યાં સુધી હલાવો. તેમાં પા ચમચી હળદર, પા ચમચી કાળી મરીનો પાવડર, એલચી અને ચાર ચમચી ખાંડ અથવા ગોળ નાંખી 4થી 7 મિનિટ હલાવો. લિક્વિડ થોડુ જાડુ થાય એટલે ગેસ બંધ કરીને ગરમાગરમ ખાવો. 


હેલ્થના નિષ્ણાંતોના જણાવ્યા મુજબ બેસન, ઘી, હળદર, મરી અને ડ્રાયફ્રૂટ્સને કારણે શરીરને ઘણીબધી એનર્જી મળે છે. સાથે જ તેમાં રહેલા તત્વો બેક્ટેરિયાનો નાશ કરે છે અને ઈન્ફેક્શન દૂર કરે છે. ડોક્ટર્સના મતે આ શીરો ગરમ ગરમ જ ખાવો જોઇએ જેથી શરીરને તેનો મહત્તમ લાભ મળે. કફ-શરદી ન મટે ત્યાં સુધી તે નિયમિત ખાવો જોઇએ.

ચણાના લોટમાં ભરપૂર માત્રામાં એન્ટિ ઓક્સિડન્ટ્સ હોય છે. બેસન શ્વાસનળીમાં જામેલો કફ દૂર કરીને શ્વાસ ખુલ્લો કરી દે છે. તેમાં વિટામિન B1 રહેલુ હોય છે જેને કારણે કફ શરદીને કારણે લાગતી અશક્તિ દૂર કરે છે.

હળદર શરીરમાં બળતરા અને સોજો ઓછો કરે છે. તેમાં બેક્ટેરિયા અને વાઇરસ સામે લડવાની પણ તાકાત આપે છે. શીરામાં હળદળ નાખાવાથી શરીરના જીવાણુઓ નાશ પામે છે. છાતીમાં ક્યાંય પણ કફ હોય તેમાંથી પણ ઇન્સ્ટન્ટ રાહત આપે છે. 

શીરામાં મરીનો ભૂક્કો નાંખવાથી તેની સરસ સુગંધ અને ફ્લેવર તો આવશે જ પણ તે શરીરના બેક્ટેરિયા સામે પણ લડશે. શીરા સાથે મરી ખાવામાં આવે તો તે શરીરનું પાચનતંત્ર સુધારે છે અને કફ ઉતપન્ન કરવાની સાથે બેક્ટેરિયાનો નાશ કરે છે. આ કારણે શરદી કફમાં તાત્કાલિક રાહત મળે છે.

આયુર્વેદ મુજબ હળદર અને મરીના કોમ્બિનેશનને કારણે જો શરદી વખતે નાક વહેતુ હોય તો તેમાં રાહત મળે છે. 

ચણાના લોટમાં ફોલેટ નામનું વિટામિન રહેલુ હોય છે. આ વિટામિન ગર્ભના મગજ અને કરોડરજ્જૂના વિકાસ માટે ફાયદાકારક છે. પ્રેગનેન્સીમાં આ શીરો ખાવામાં આવે તો બાળકનો ગર્ભમાં સરસ વિકાસ થાય છે. આથી જ ગર્ભવતી સ્ત્રીઓને પ્રેગનેન્સી બેસનનો શીરો ખાવાની સલાહ આપવામાં આવે છે. તેમાં ફોસ્ફરસ અને કેલ્શિયમ સારી માત્રામાં હોય છે જેના કારણે હાડકા મજબૂત બને છે. 

હવે તમને ક્યારેય પણ શરદી કે કફ થાય તો દવા લેવાના બદલે દાદીમા આ નુસખો જરૂરથી અપનાવજો, વધારે સારું રિઝલ્ટ મળશે. Recent Story

Popular Story