બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ઇઝરાયલ-હમાસ વચ્ચે યુદ્ધવિરામ પર હજુ સમજૂતી નથી થઈ, બેન્જામિન નેતન્યાહૂનું મોટું નિવેદન
Last Updated: 07:15 AM, 16 January 2025
Israel Hamas War : ઈઝરાયલ-હમાસ યુદ્ધવિરામને લઈ સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં દેશ-વિદેશના મીડિયા અહેવાલ અનુસાર ગાઝામાં 15 મહિનાથી ચાલેલા યુદ્ધમાં ફસાયેલા ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામને લઈને સમજૂતી થઈ ગઈ છે. જોકે હજી સુધી આ અંગે કોઈ સત્તાવાર માહિતી સામે આવી નથી. એક સમાચાર એજન્સીના એક અધિકારીને ટાંકીને અહેવાલ આપ્યો છે કે, ગાઝામાં 15 મહિનાથી ચાલેલા યુદ્ધમાં ફસાયેલા ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ સમજૂતી થઈ ગઈ છે. આ બધાની વચ્ચે સમાચાર એજન્સી ANIના કહેવા પ્રમાણે ઈઝરાયલ-હમાસ યુદ્ધવિરામ ડીલ 19 જાન્યુઆરીથી અમલમાં આવે તેવી શક્યતા છે.
ADVERTISEMENT
ઈઝરાયલ PM બેન્જામિન નેતન્યાહુંનું મોટું નિવેદન
ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ કહ્યું કે, હમાસ સાથે યુદ્ધવિરામ કરાર હજુ પૂર્ણ થયો નથી. આ કરારની અંતિમ વિગતો પર હાલમાં કામ ચાલી રહ્યું છે. નેતન્યાહૂનું આ નિવેદન અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન અને કતારના PM દ્વારા કરારની જાહેરાતના થોડા કલાકો બાદ આવ્યું છે. બંને દેશોના વડાઓએ ગાઝામાં 15 મહિનાથી ચાલી રહેલા વિનાશક યુદ્ધને રોકવા અને ડઝનબંધ બંધકોને મુક્ત કરવા અંગે નિવેદનો આપ્યા હતા. કતારના વડા પ્રધાને કહ્યું કે, ગાઝામાં રવિવારે યુદ્ધવિરામ શરૂ થશે અને યુદ્ધવિરામના પ્રથમ તબક્કામાં 33 ઇઝરાયેલી બંધકોને મુક્ત કરવામાં આવશે.
ADVERTISEMENT
Israel-Hamas ceasefire deal likely to take effect from January 19
— ANI Digital (@ani_digital) January 15, 2025
Read @ANI Story | https://t.co/DDo1uckuLH#US #Qatar #Egypt #ceasefire pic.twitter.com/kCbJEZSkKg
સમાચાર અહેવાલો જણાવે છે કે, ઇઝરાયલ અને હમાસ વચ્ચેના કરારમાં છ અઠવાડિયાના પ્રારંભિક યુદ્ધવિરામ તબક્કાની જોગવાઈ છે અને તેમાં ગાઝામાંથી ઇઝરાયલી સૈનિકોની વ્યવસ્થિત ઉપાડ અને હમાસ દ્વારા ઇઝરાયલી બંધકોનું વિનિમય શામેલ હશે. જોકે યુદ્ધવિરામને લઈને હજુ સુધી કોઈ ઔપચારિક જાહેરાત કરવામાં આવી નથી.
Office of the Prime Minister of Israel tweets, "Prime Minister Benjamin Netanyahu spoke this evening with US President-elect Donald Trump and thanked him for his assistance in advancing the release of the hostages and for helping Israel bring an end to the suffering of dozens of… pic.twitter.com/S1LfJyXQLW
— ANI (@ANI) January 15, 2025
ઇજિપ્ત અને કતારની આગેવાની હેઠળ યુદ્ધવિરામ
ઇઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ કરાર ઇજિપ્ત અને કતારની આગેવાની હેઠળ યુએસ દ્વારા સમર્થિત મહિનાઓની વાટાઘાટો પછી આવ્યો હતો. આ યુદ્ધવિરામ નવા ચૂંટાયેલા અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણના થોડા દિવસો પહેલા થયો છે, જેને અમેરિકી રાષ્ટ્રપતિ જો બિડેન પ્રશાસનની મોટી સફળતા ગણાવવામાં આવી રહી છે.
ઈઝરાયલના લોકોએ વિરોધ કર્યો
યુદ્ધવિરામ પહેલા માહિતી આવી હતી કે ગાઝા અને ઈઝરાયેલ વચ્ચે યુદ્ધવિરામ કરાર અંતિમ તબક્કામાં પહોંચી ગયો છે. આ પછી હાથમાં મોટા બેનર-પોસ્ટર અને ઇઝરાયલના ઝંડા લઈને ગુસ્સે થયેલા લોકોએ ઇઝરાયલની રાજધાની જેરૂસલેમની સડકો પર એક મોટી માર્ચ કાઢી હતી. લોકોએ હમાસને શેતાન ગણાવી સરકારને તેની સાથે કોઈ પણ સંજોગોમાં સમાધાન ન કરવાની માંગ કરી હતી. બીજી તરફ ઈઝરાયલના બીજા સૌથી મોટા શહેર તેલ અવીવમાં બંધકોના પરિવારો એક થયા છે અને સરકારને યુદ્ધવિરામ કરારને બહાલી આપવા અપીલ કરી છે. યુદ્ધવિરામના પ્રથમ તબક્કા દરમિયાન બીમાર અને ઘાયલ બંધકોની સાથે 33 બાળકો, મહિલાઓ અને વૃદ્ધોને મુક્ત કરવામાં આવશે. આ મુક્તિના બદલામાં સેંકડો પેલેસ્ટિનિયન કેદીઓને પણ પાછા મોકલવામાં આવશે.
નોંધનિય છે કે, ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધ ત્યારે શરૂ થયું જ્યારે હમાસના નેતૃત્વ હેઠળના આતંકવાદીઓએ 7 ઓક્ટોબર, 2023ના રોજ દક્ષિણ ઈઝરાયેલ પર હુમલો કર્યો, જેમાં લગભગ 1,200 લોકો માર્યા ગયા અને લગભગ 250 લોકોને બંધક બનાવવામાં આવ્યા. આ પછી ઇઝરાયલી સુરક્ષા દળોએ ગાઝામાં હુમલા શરૂ કર્યા અને હમાસના વિનાશ સુધી યુદ્ધ ચાલુ રાખવાની જાહેરાત કરી.
46 હજારથી વધુ લોકોના મોત
ગાઝાના સ્વાસ્થ્ય મંત્રાલયે દાવો કર્યો છે કે, ઑક્ટોબર 2023થી ગાઝામાં ઈઝરાયલના અભિયાન દરમિયાન 46,000થી વધુ લોકો માર્યા ગયા છે. જ્યારે હજારો લોકો તંબુ અને અસ્થાયી પુનર્વસન શિબિરોમાં રહેવા મજબૂર છે. અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે માંગ કરી છે કે, ઇઝરાયલ-હમાસ યુદ્ધવિરામ વહેલી તકે સમાપ્ત કરવામાં આવે. તેમણે એવી ચેતવણી પણ આપી હતી કે જો બંધકોને પરત નહીં કરવામાં આવે તો હમાસને પરિણામ ભોગવવા પડશે. ટ્રમ્પના મધ્ય પૂર્વના રાજદૂત સ્ટીવ વિટકોફે વ્યાપક વાટાઘાટોનું નેતૃત્વ કર્યું અને સોદાને સીલ કરવા માટે આઉટગોઇંગ પ્રમુખ જો બિડેન સાથે નજીકથી કામ કર્યું.
અમેરિકાના નવા ચૂંટાયેલા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે મોટું નિવેદન આપતા કહ્યું છે કે, મધ્ય પૂર્વમાં બંધકોને મુક્ત કરવા પર એક ડીલ કરવામાં આવી છે અને તેમને જલ્દી જ મુક્ત કરવામાં આવશે. ઈઝરાયલ અને હમાસ વચ્ચે યુદ્ધવિરામ અંગે સત્તાવાર જાહેરાતની રાહ જોવાઈ રહી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર હમાસ બંધકોને મુક્ત કરશે. ઇઝરાયેલ ગાઝામાંથી તબક્કાવાર સૈનિકો હટાવશે. હમાસ પહેલા 19 વર્ષથી ઓછી ઉંમરની મહિલાઓ અને યુવાનોને મુક્ત કરશે. ગાઝા ડીલનો પ્રથમ તબક્કો 42 દિવસ સુધી ચાલશે, જેમાં હમાસ લગભગ 34 બંધકોને મુક્ત કરશે.
ડોનાલ્ડ ટ્રમ્પે શું કહ્યું?
ચૂંટાયેલા પ્રમુખે કહ્યું, આ મહાકાવ્ય યુદ્ધવિરામ કરાર નવેમ્બરમાં અમારી ઐતિહાસિક જીતના પરિણામે જ પ્રાપ્ત થઈ શકે છે, કારણ કે તે સમગ્ર વિશ્વને સંકેત આપે છે કે મારું વહીવટીતંત્ર શાંતિ શોધશે અને તમામ અમેરિકનોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ સોદાને આગળ ધપાવશે. અને અમારા સાથીઓ "હું રોમાંચિત છું કે અમેરિકન અને ઇઝરાયલી બંધકો તેમના પરિવારો અને પ્રિયજનો સાથે પુનઃમિલન માટે ઘરે પાછા ફરશે. આ કરારના અમલીકરણ સાથે મધ્ય પૂર્વ માટેના વિશેષ દૂત સ્ટીવ વિટકોફ સહિતની મારી રાષ્ટ્રીય સુરક્ષા ટીમના પ્રયાસો એ સુનિશ્ચિત કરશે કે ગાઝા ફરી ક્યારેય આતંકવાદીઓ માટે સુરક્ષિત આશ્રયસ્થાન ન બને. અને ઇઝરાયલ અને અમે ચાલુ રાખીશું. સમગ્ર પ્રદેશ અને યુનાઇટેડ સ્ટેટ્સ અને ખરેખર, વિશ્વમાં શાંતિને આગળ વધારવા માટે સાથે મળીને કામ કરવું. આવનારી મહાન વસ્તુઓની આ માત્ર શરૂઆત છે!
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.