બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / દરરોજ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાના છે અદભૂત ફાયદા, જાણો સાચી રીત

મંત્ર / દરરોજ મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાના છે અદભૂત ફાયદા, જાણો સાચી રીત

Charmi Maheta

Last Updated: 08:08 PM, 13 June 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હિન્દુ ધર્મ અનુસાર મહામૃત્યુંજય મંત્ર ભગવાન શંકરને ખૂબ પ્રિય છે અને તેનો નિયમિત જાપ કરવાથી જીવનમાં સુખ-શાંતિ અને સમૃદ્ધિ આવે છે.

હિન્દુ ધર્મમાં ભગવાન શિવની પૂજાનું ખૂબ મહત્વ છે. એવું માનવામાં આવે છે કે શિવની વિધિ પૂર્વક પૂજા અર્ચના કરવાની ભગવાન શિવના આશીર્વાદ મળે છે. મંત્રોના જાપ કરવાથી અકાળ મૃત્યુનો ડર પણ દૂર થાય છે. મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી જીવનમાં રહેલી મુશ્કેલીઓ દૂર થાય છે. આ મંત્રનો ઉલ્લેખ ઋગ્વેદમાં જોવા મળે છે. શિવપુરણમાં પણ તેનું વિસ્તાર પૂર્વક વર્ણન કરવામાં આવ્યું છે. જો આ મંત્રનો જાપ રુદ્રાક્ષની માળા સાથે કરવામાં આવે તો અત્યંત લાભદાયી નીવડે છે.

મહામૃત્યુંજય મંત્ર

ऊँ त्र्यम्बकं यजामहे सुगन्धिं पुष्टिवर्धनम् ।

उर्वारुकमिव बन्धनान् मृत्योर्मुक्षीय मामृतात्।।

મહામૃત્યુંજય મંત્ર જાપની રીત

આ મંત્રનો જાપ રુદ્રાક્ષની માળા સાથે કરવામાં આવે તો શ્રેષ્ઠ માનવામાં આવે છે. જાપ શુદ્ધ ઉચ્ચારણ સાથે થવો જોઈએ. શક્ય હોય તો કોઈ બ્રાહ્મણ પાસે વિધિસર મંત્રજાપ કરાવવા જેથી તેનો પ્રભાવ પડે. મહામૃત્યુંજય મંત્રને સવા લાખ વખત અને લઘુરુદ્રનો 11 લાખ વાર કરાવવો જોઈએ. સવારથી બપોર સુધી તેનો જાપ કરવાનું વિશેષ મહત્વ છે. તમને જણાવી દઈએ કે જો મંત્રનો ઉચ્ચાર ખોટી રીતે કરવામાં આવે તો તેની અસર ઓછી થાય છે, તેથી ઉચ્ચારણની શુદ્ધતા પર ખાસ ધ્યાન આપો.

મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાના ફાયદા

અકાળ મૃત્યુનો ભય દૂર થાય છે: ભગવાન શિવને પ્રસન્ન કરતો આ મંત્ર વ્યક્તિને લાંબા અને સ્વસ્થ જીવનના આશીર્વાદ આપે છે. આ મંત્ર એવા લોકો માટે અત્યંત અસરકારક માનવામાં આવે છે જેમને જીવનમાં અકાળ મૃત્યુનો ડર રહે છે અથવા વારંવાર અકસ્માતોનો સામનો કરવો પડે છે.

બીમારીઓથી રાહત આપે છે: જે લોકો સતત કોઈને કોઈ બીમારીથી પરેશાન રહે છે, તેમના માટે મહામૃત્યુંજય મંત્ર કોઈ વરદાનથી ઓછો નથી. આ મંત્રનો નિયમિત જાપ કરવાથી શારીરિક કષ્ટોમાંથી મુક્તિ મળે છે.

આ પણ વાંચો: નોકરીમાં સફળતા મેળવવી હોય તો ધારણ કરો આ 4માંથી કોઈ રત્ન, કરિયર કમાલનું રહેશે

સંપત્તિમાં વધારો: ભગવાન શિવની કૃપાથી જીવનમાં ધન-સંપત્તિમાં વધારો થાય છે. એવું કહેવાય છે કે જે વ્યક્તિ નિયમિતપણે મહામૃત્યુંજય મંત્રનો જાપ કરે છે તેને ક્યારેય આર્થિક મુશ્કેલીઓનો સામનો કરવો પડતો નથી. આ ઉપરાંત, તેમના જીવનમાં સમૃદ્ધિ રહે છે. એટલું જ નહીં, આ મંત્રના પ્રભાવથી વ્યવસાય અને નોકરીમાં પણ વૃદ્ધિ થાય છે.

app promo4

મહામૃત્યુંજય મંત્રનો જાપ કરવાથી માત્ર ધન અને સમૃદ્ધિમાં વધારો થતો નથી, પરંતુ વ્યક્તિના માન અને પ્રભાવમાં પણ વધારો થાય છે. વ્યક્તિને સમાજમાં પ્રતિષ્ઠા અને ખ્યાતિ મળે છે. ભગવાન શિવના આશીર્વાદથી, આ મંત્રનો જાપ કરવાથી સંતાન પ્રાપ્તિની ઇચ્છા પૂર્ણ થઈ શકે છે. શિવપુરાણમાં પણ ઉલ્લેખ છે કે આ મંત્રના પ્રભાવથી સંતાન સુખ મળે છે.

(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)

સંકળાયેલા મુદ્દાઓ

Lord Shiva Blessing Mahamrityunjaya Mantra
Charmi Maheta
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ