બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / Bengaluru woman tries to delete intimate pics from boyfriend's phone, finds 13,000 nudes
Last Updated: 05:38 PM, 29 November 2023
ADVERTISEMENT
પ્રેમને નામે છોકરીઓએ ચેતવા જેવો એક કિસ્સો સામે આવ્યો છે. ભારતના સિલિકોન વેલી તરીકે ઓળખાતા કર્ણાટક બેંગ્લુરુ શહેરમાં બીપીઓમાં કામ કરતી એક છોકરીએ પોતાના વાંધાજનક ફોટા ડિલિટ કરવા ખબર ન પડે તે રીતે બોયફ્રેન્ડનો ફોન લીધો હતો પરંતુ પોતાના વાંધાજનક ફોટા ડિલિટ કરવામાં તેની સામે જે હકીકત આવી તેનાથી હડકંપ મચ્યો હતો.
આ મામલામાં શું બન્યું
22 વર્ષની તન્વી (નામ બદલ્યું છે) બેંગ્લુરુના બીપીઓમાં કામ કરે છે. તેણીની ઓફિસમાં કામ કરતા આદિત્ય સંતોષ નામના યુવક સાથે તેના સંબંધ હતા. રિલેશનશિપ દરમિયાન આદિત્યએ તેની કેટલીક અંગત તસવીરો લીધી હતી. બંને લગભગ ચાર મહિના સુધી રિલેશનશિપમાં હતા પરંતુ તન્વી આદિત્ય સાથે સંબંધો તોડવા માગતી હતી પરંતુ તે પહેલા તેને ખબર હતી આદિત્યના ફોનમાં તેના કેટલાક વાંધાજનક ફોટાઓ હતા અને તે ડિલિટ કરવા જરુરી હતી અને આ માટે તેણે ખબર ન પડે તે રીતે બોયફ્રેન્ડનો ફોન ઉઠાવી લીધો પરંતુ ગેલેરી ખોલતાં જ તે ચોંકી ગઈ હતી. કારણ કે ગેલેરીમાં તેને મહિલાઓના 13 હજાર જેટલા ફોટાઓ દેખાયા. તન્વીને આ વાતની જાણ થતાં જ તેણે આદિત્ય સાથેના તમામ સંબંધોનો અંત લાવી દીધો હતો.
ADVERTISEMENT
13 હજાર ન્યૂડ ફોટા જોયા બાદ છોકરીએ શું કર્યું
સંતોષની મોબાઈલ ગેલેરીમાં 13 હજાર ન્યૂડ ફોટા જોતા તન્વીને ખૂબ આઘાત લાગ્યો અને તેણે ઓફિસમાં બધાને જાણ કરી. BPOના લીગલ હેડ અર્ચના (નામ બદલ્યું છે) એ પણ 23 નવેમ્બરે સાયબર ક્રાઈમ પોલીસમાં આદિત્ય વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. તન્વીને શરૂઆતમાં શંકા હતી કે કેટલાક ફોટા મોર્ફ કરવામાં આવ્યા છે. અહીં, કંપનીમાં કામ કરતી અન્ય મહિલાઓની સુરક્ષાને ધ્યાનમાં રાખીને, કંપનીના ભારત વડાએ અર્ચનાને પોલીસમાં ફરિયાદ કરવાની સૂચના આપી.
આરોપી આદિત્યની ધરપકડ
રિપોર્ટ અનુસાર, કંપનીના પ્રવક્તા કહે છે, ‘આની અસર અન્ય મહિલાઓને પણ થઈ શકે છે. જોકે તેણે ઓફિસમાં અન્ય કોઈ મહિલાને નુકસાન પહોંચાડ્યું નથી, પરંતુ આવું કરવા પાછળ તેનો ઈરાદો જાહેર થયો નથી. જો ફોટા લીક થયા હોત, તો તેણીને આઘાત લાગ્યો હોત. એક પોલીસ અધિકારીએ એમ પણ કહ્યું છે કે આદિત્ય વિરુદ્ધ પોલીસ કાર્યવાહી કરવામાં આવી છે અને તેની ઓફિસમાંથી ધરપકડ કરવામાં આવી છે. રિપોર્ટ અનુસાર, પોલીસ અધિકારીએ કહ્યું, ‘તેણે આટલા બધા ફોટા શા માટે રાખ્યા તેની માહિતી મેળવવા માટે અમને સમયની જરૂર છે. આમાંના કેટલાક મોર્ફ છે અને કેટલાક મૂળ છે. અમે એ પણ શોધી રહ્યા છીએ કે શું તેણે આના દ્વારા કોઈને બ્લેકમેલ કર્યું છે? તેની ચેટ હિસ્ટ્રી અને ફોન કોલની પણ તપાસ કરવામાં આવી રહી છે.
સૌથી મોટો સવાલ, કેવી રીતે પાડ્યા હજારો મહિલાઓના ન્યૂડ ફોટા
આ ઘટનામાં પોલીસ તપાસ શરુ થઈ છે અને પોલીસ સામે સૌથી મોટો સવાલ એ છે કે આ યુવાને હજારો મહિલાઓની તસવીરો કેમ પાડી. શું તેણે કોઈને બ્લેકમેલ કરી છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
અમદાવાદ પ્લેન ક્રેશ / ક્રેશ થયેલા વિમાનમાં સવાર હતા પૂર્વ મુખ્યમંત્રી, લંડન જઈ રહ્યા હતા વિજય રૂપાણી
અમદાવાદ પ્લેન ક્રેશ / Plane Crash:2d સીટ પર બેઠા હતા વિજય રૂપાણી, જુઓ મુસાફરોની સંપૂર્ણ યાદી
ahmedabad plane crash / અમદાવાદ વિમાન દુર્ઘટનાની 5 જૂને કરવામાં આવેલી ભવિષ્યવાણી સાચી પડી!
ADVERTISEMENT