બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 02:54 PM, 5 August 2024
કર્ણાટકના બેંગ્લુરુમા વહેલી સવારે મોર્નિંગ વોક માટે નીકળેલી છોકરી સાથે છેડતીનો બનાવ બન્યો છે. પરોઢિયે મહિલા જ્યારે એકલી વોકિંગ કરતી હતી ત્યારે અંધારામાં પાછળથી આવીને અજાણ્યા શખ્સે તેને બાથ ભરી હતી અને તેની સાથે બળજબરી કરી હતી. અચાનક થયેલી આ ઘટનાથી મહિલા હેતબાઈ ગઈ હતી અને તેણે છેડતીખોરની ચૂંગાલમાંથી બચવાના ઘણા પ્રયાસો કર્યાં હતા. આખરે તેણે હિંમત કરીને તેની ચૂંગાલમાંથી મુક્ત થઈ ગઈ હતી.
ADVERTISEMENT
🤢 A shocking incident in #Bengaluru’s Konanakunte area: A Rajasthani woman, ready for her 5 am walk and waiting for a friend, was groped by a man who crept up on her.
— Akassh Ashok Gupta (@peepoye_) August 5, 2024
She tried to flee, but he sped up, and covered her mouth, attempting to sexually assault her. With such men,… pic.twitter.com/v4P0eLl1lf
અજાણ્યા શખ્સે પાછળથી આવીને પકડી
ADVERTISEMENT
આ ઘટના સવારે 5 વાગ્યે બની હતી અને તે વિસ્તારમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ હતી. વીડિયોમાં મહિલાને રસ્તા પર એકલી ચાલતી જોઈ શકાય છે જ્યારે સફેદ શર્ટ પહેરેલો એક અજાણ્યો પુરુષ તેને પાછળથી પકડીને તેની સાથે ઝપાઝપી કરે છે.
વધુ વાંચો : PGમાં રહેતી UPSCની હોનહાર છોકરીએ આપઘાત કરીને રડાવી દીધાં, શું લખ્યું નોટમાં?
છેડતી કરીને ભાગ્યો શખ્સ
શખ્સ મહિલાની છેડતી કરીને ભાગી નીકળ્યો હતો. તેનો ઈરાદો સારો નહોતો. પોલીસે જણાવ્યું છે કે તેનો ઈરાદો રેપનો હોઈ શકે છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.