બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 07:13 PM, 3 October 2024
મસ્તીખોર લોકો તો ગમે તેવા માહોલમાં પણ ટાઈમનો ઉપયોગ કરી લેતાં હોય છે બસ તેમને આનંદ જ કરી લેવો હોય છે. સામાન્ય રીતે આપણે ટ્રાફિકમાં ફસાયા હોય તો ટ્રાફિક ક્યારે ખુલે તેની અધીરાઈ રહેતી હોય છે પરંતુ મસ્તીખોર છોકરીએ તો ટ્રાફિકમાં ફસાયા છતાં પણ ટાઈમનો ઉપયોગ કરી લીધો.
ADVERTISEMENT
શું કર્યું છોકરીએ?
ADVERTISEMENT
બેંગલુરમાં શરણ્યા મોહન નામની છોકરી તેના મિત્રો સાથે ફરવા ગઈ હતી. ટ્રાફિક જામમાં ફસાયા હોવા છતાં, શરણ્યાએ ઓટોમાંથી ઉતરીને રસ્તા પર ડાન્સ કરી રહેલા યુવાનોના ગ્રુપ સાથે ડાન્સ કરવા લાગી હતી.
છોકરાઓને પણ પડી મોજ
ADVERTISEMENT
ડાન્સ કરવા માટે છોકરી આવતાં યુવાનોને પણ મોજ-મજા પડી હતી અને તેઓ પણ ખુલ્લા દિલે તેમની સાથે ડાન્સ કરવા લાગ્યાં હતા. છોકરીએ પણ જાણે પોતાના ઓળખીતા જ હોય તે રીતે તેમની સાથે ડાન્સ કર્યો હતો અને મન મૂકીને ડાન્સ કરવા લાગી હતી. શરણ્યા મોહન પણ એક સોશિયલ મીડિયા ઈન્ફ્લ્યુઅન્સર છે, તેણે પોતે આ ઘટનાનો વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર પોસ્ટ કર્યો છે. તેના 11 હજારથી વધુ ફોલોઅર્સ છે. શરણ્યા તેના મિત્રો સાથે ઓટોમાં મુસાફરી કરી રહી હતી, પરંતુ અચાનક ત્યાં લાંબો ટ્રાફિક જામ થઈ ગયો જેના કારણે તેની ઓટો પણ આગળ વધી શકી નહીં. આ દરમિયાન ફૂટપાથ પર યુવાનોનું એક જૂથ નાચતું જોવા મળ્યું, જેને જોઈને શરણ્યા પોતાની જાતને રોકી શકી નહીં અને બહાર આવીને ડાન્સ કરવા લાગી હતી.
મિત્રોને વીડિયો બનાવવા ફોન આપ્યો
ADVERTISEMENT
શરણ્યાએ ફોન તેના મિત્રને આપ્યો અને તેને વીડિયો બનાવવા કહ્યું અને પછી તરત જ ઓટોમાંથી નીચે ઉતરીને ડાન્સિંગ ગ્રુપનો ભાગ બની ગઈ. જેવી તે ગ્રુપ સાથે ડાન્સ કરવા લાગી કે તરત જ તેની ખુશી અને ઉત્સાહ સ્પષ્ટ દેખાઈ રહ્યો હતો. શરણ્યાના મિત્રએ આ સમગ્ર ઘટનાને કેમેરામાં કેદ કરી લીધી. વીડિયોમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે કે શરણ્યાએ ફૂટપાથ પર નાચતા યુવકો સાથે કોઈ પણ સંકોચ વિના ડાન્સ કરવાનું શરૂ કર્યું. ડાન્સ દરમિયાન તેના ચહેરા પરની સ્મિત અને તેની એનર્જીએ ન માત્ર ત્યાં હાજર લોકોના દિલ જીત્યા પરંતુ આ વીડિયોને સોશિયલ મીડિયા પર ખૂબ પસંદ કરવામાં આવી રહ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.