બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / VIDEO: લગ્નમાં દારૂ ઢીંચી દુલ્હાએ દોસ્તો સાથે કર્યું ટીંગલ, આરતીની થાળી ઉછાળી, દુલ્હને બતાવી ઔકાત

બેંગલુરુ / VIDEO: લગ્નમાં દારૂ ઢીંચી દુલ્હાએ દોસ્તો સાથે કર્યું ટીંગલ, આરતીની થાળી ઉછાળી, દુલ્હને બતાવી ઔકાત

Last Updated: 02:18 PM, 11 January 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

દારૂના નશામાં ધૂત વરરાજા અને તેના મિત્રો લગ્ન દરમિયાન મસ્તીએ ચઢ્યા તો જાને ખાલી હાથે પાછા ફરવું પડ્યું. સોશિયલ મીડિયા પર આ ઘટનાનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે.

બેંગલુરુમાં એક લગ્ન સમારોહમાં, વરરાજા અને તેના મિત્રો એટલા નશામાં હતા કે તેઓ લગ્નની વિધિઓ ભૂલી ગયા અને જાને ખાલી હાથે પાછા ફરવું પડ્યું. સોશિયલ મીડિયા પર આનો એક વીડિયો વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો @kalamkeechot નામના એક્સ એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે. આ વીડિયો શેર કરીને એવો દાવો કરવામાં આવ્યો છે કે આ વીડિયો બેંગલુરુનો છે અને વરરાજા અને તેના મિત્રો અને સંબંધીઓના અભદ્ર વર્તનને કારણે લગ્ન તોડવા પડ્યા. જો કે vtv આ સમાચારની પુષ્ટિ કરતું નથી.

કહેવામાં આવી રહ્યું છે કે આ ઘટના ત્યારે બની જ્યારે વરરાજા અને તેના મિત્રોએ ફિલ્મી અંદાજમાં આરતીની થાળી ઉછાળી દીધી અને દારૂના નશામાં હોબાળો મચાવ્યો. કેપ્શનમાં લખવામાં આવ્યું કે તેઓ મોટા બાપની ઓલાદ હોવાનું ઘમંડ બતાવીને પોતાના વર્તનથી બધાને શરમાવી રહ્યા હતા.

વીડિયો શેર કરતી વખતે, @kalamkeechot એ કેપ્શનમાં લખ્યું, "કારણ: વરરાજા અને તેના મિત્રો દારૂ પીધા પછી પોતાની મનમાની કરી રહ્યા હતા, ફિલ્મી રીતે આરતીની થાળી ઉછાળી, વરરાજા અને તેના મિત્રો સંપૂર્ણપણે નશામાં હતા. મોટા બાપની ઓલાદ હોવાનું અભિમાન-ઘમંડ, બધું એક જ ઝટકામાં ચકનાચૂર થઈ ગયું. લગ્નની જાને ફેરા કર્યા વિના જ પાછા ફરવું પડ્યું, છોકરીની માતા આગળ આવી, અત્યારે જ આવા લક્ષણ છે તો તેની દીકરીના ભવિષ્યનું શું થશે, છોકરીની માતાએ જાનૈયાઓને નમ્રતાપૂર્વક વિનંતી કરી અને જાનને બેરંગ વિદાઈ આપી દીધી." આગળ લખ્યું છે, "સારાંશ: લગ્નને મજાક તરીકે ન લો, ઓછામાં ઓછું તમારા સંસ્કારોની ઈજ્જત કરો, વિનય અને નમ્રતા બતાવો અને ક્યારેય સામેની વ્યક્તિને નબળી માનવાની ભૂલ ન કરો. નહીંતર, પરિણામ તમારી સામે છે."

PROMOTIONAL 12

છોકરીની માતાનું ચોંકાવનારુ પગલું

જાનૈયાઓના આ અભદ્ર વર્તનથી છોકરીની માતાનું દિલ તૂટી ગયું. તેમણે તરત જ પરિસ્થિતિ પર કાબુ મેળવ્યો અને જાનૈયાઓને નમ્રતાથી કહ્યું, "અત્યારે આવી હાલત છે તો આગળ મારી દીકરીનું ભવિષ્ય શું હશે?" દીકરીની માતાએ જાનૈયાઓને વિનંતી કરી કે તેઓ લગ્નની વિધિઓ પૂર્ણ ન કરે અને જાનને ફેરા ફર્યા વિના જ મોકલી દે. છોકરીની માતાનું આ પગલું દર્શાવે છે કે તે પોતાની દીકરીના સન્માન અને ભવિષ્ય પ્રત્યે કેટલી ગંભીર હતી.

આ પણ વાંચો: VIDEO: મહાકુંભ 2025માં રાખ લઈ ઝૂમ્યા અઘોરીઓ, ઉજવી 'મસાન હોળી', મહત્વ શિવ સાથે જોડાયેલું

સમાજ માટે એક સંદેશ

આ ઘટના એક ચેતવણી તરીકે ઉભરી આવી છે કે લગ્નને ફક્ત ઉજવણી કે મજાક તરીકે ન લેવું જોઈએ. આ એક ગંભીર બાબત છે જેમાં સંસ્કૃતિ, આદર અને કુટુંબની પ્રતિષ્ઠા મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. વરરાજા અને તેના મિત્રોએ જે કર્યું તેનાથી સમાજમાં ખોટો સંદેશ ગયો. તેમને દારુ પીને નશામાં કરેલી હરકતો અને ઘમંડે માત્ર લગ્નની વિધિઓને જ બગાડી ન હતી, પરંતુ બે પરિવારો વચ્ચેના સંબંધોને પણ જોખમમાં મૂક્યા હતા.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Bengaluru Wedding Wedding Called Off Viral Video
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ