બ્રેકિંગ ન્યુઝ
VTV / ભારત / અજબ ગજબ / ડેટિંગ એપ પર ભારે રહસ્યવાળી છોકરી આવી જતાં ખળભળાટ, ધડાધડ સ્વેપિંગ, સત્ય સામે આવતાં મોં ખુલ્લાં રહી ગયાં
Last Updated: 05:56 PM, 17 April 2025
પ્રેમ શોધવા યુવાનોની પહેલી પસંદ બનેલું ડેટિંગ એપ બંબલ પર રુપાળી છોકરીઓ તો ઘણી આવતી હશે તે નવી વાત નથી પરંતુ પહેલી વાર એક એવી છોકરીનો પ્રોફાઈલ બન્યો કે જેણે લોકોની જિજ્ઞાસા વધારી મૂકી અને માની જ ન શકાય કે ખરેખર આવું પણ થઈ શકે. હકીકતમાં બેંગ્લુરુના એક યુવાને ઓફિસમાં નવરા પડતાં એઆઈની મદદથી એક સુંદર છોકરી બનાવી દીધી હતી. પહેલી નજરે તો માની જ ન શકાય કે આ નકલી છોકરી છે, એઆઈની મદદથી જીવતી છોકરી બની ગઈ.
ADVERTISEMENT
lowkey scary tho
— infinoz🎧(42%) (@infinozz) April 14, 2025
imagine if I actually matched someone and got them to send food, gifts, or pay rent lmao.
People out here SIMPING for pixels.
anyways, ai is powerful & men are lonely. (attaching images for reference) pic.twitter.com/ihG9x0lxdW
યુવાને નકલી છોકરીનો પ્રોફાઈલ બનાવ્યો
ADVERTISEMENT
સુંદર છોકરી બનાવ્યાં બાદ યુવાને બંબલ પર તેનો નકલી પ્રોફાઈલ પણ બનાવ્યો અને જોતજોતામાં હજારો લાઈક આવી ગઈ હતી અને ઘણાએ તેની સાથે ડેટ પર જવાની ઓફર કરી દીધી પરંતુ તેમને ખબર નહોતી કે આ અસલી નહીં પરંતુ નકલી છે.
I got bored and decided to play with ChatGPT’s new 4o image generation tool. Made some super realistic AI-generated pics of a girl. Then came the evil idea:
— infinoz🎧(42%) (@infinozz) April 14, 2025
“Why not make a Bumble profile in Bangalore with it?”, and then...
નકલી છોકરી બનાવ્યાં બાદ શું થયું
આ યુવાને એવું કહ્યું કે મને કંટાળો આવ્યો અને મેં ChatGPT ના નવા 4o ઇમેજ જનરેશન ટૂલ સાથે રમવાનું નક્કી કર્યું. એક છોકરીના કેટલાક સુપર રિયાલિસ્ટિક AI-જનરેટેડ ચિત્રો બનાવ્યા પછી મને વિચાર આવ્યો કે આ છોકરીનો નકલી પ્રોફાઈલ શા માટે ન બનાવામાં આવે અને પછી બનાવી દીધો. તેમણે આગળ જે કહ્યું તે ચોંકાવનારું હતું, "2 કલાકની અંદર મને 2750+ લાઈક્સ, સેંકડો સુપરસ્વાઇપ્સ, કોમ્પ્લીમેન્ટ્સ અને ફકરા લાંબા કોમ્પ્લીમેન્ટ્સ મળ્યા. મારા ફોનમાં ખરેખર એક જબરદસ્ત ઝટકો લાગ્યો, દરેક સેકન્ડે ટુન ટુન ટુન ટુન. યુવાને કહ્યું કે બંબલ પર આવતાં પુરુષોએ છોકરી સાથે ડેટ પર જવાની ઈચ્છા વ્યક્ત કરી અને તેને આઈસ્ક્રીમથી લઈને કોન્સર્ટ ટિકિટ સુધી બધું જ ઓફર કરતાં હતા.
12 કલાક બાદ પોસ્ટ કાઢી નાખી
આ યુવાને બંબલ પર છોકરીનો નકલી પ્રોફાઈલ મુક્યાંના 12 કલાક બાદ ડિલિટ કર્યો હતો પરંતુ તે સમય સુધીમાં છોકરી લોકોના દિલોદિમાગ પર છવાઈ ગઈ હતી અને લોકો તેને વિશે પૂછતાં રહ્યાં હતા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.