બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / bengaluru flood heavy rain karnataka government water supply hit

જળબંબાકાર / 32 વર્ષ બાદ રેકૉર્ડબ્રેક વરસાદથી બેંગલુરુના હાલ બેહાલ, સરકારે જાહેર કર્યું રૂ.300 કરોડનું રાહત પેકેજ

Pravin

Last Updated: 09:46 AM, 6 September 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બેંગલુરુમાં મૂશળધાર વરસાદના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાય વિશાળમાં છલોછલ પાણી ભરાયા છે.

  • બેંગલુરુમાં મુશળધાર વરસાદથી જનજીવન અસ્તવ્યસ્ત થયું
  • રસ્તા પર દરિયો બનીને વહી રહ્યા છે પાણી
  • કરોડ રૂપિયાનું નુકસાન થયું છે

બેંગલુરુમાં મૂશળધાર વરસાદના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. કેટલાય વિશાળમાં છલોછલ પાણી ભરાયા છે. રસ્તા પર નદીઓ વહી રહી છે. કેટલીય ગાડીઓ જળમગ્ન થઈ ચુકી છે. કેટલાય બિઝી રોડ પર અનરાધાર પાણી વહી રહ્યા છે. પુર બાદ વોટર લોગિંગની સમસ્યા ઊભી થઈ છે. તેના કારણે લોકો કલાકો સુધી ટ્રાફિકમાં ફસાયેલા રહ્યા. શહેરના અનેક તળાવ, નાળા ખિચોખિચ ભર્યા છે. નિચાણવાળા વિસ્તારમાં ઘરોમાં પાણી ઘુસી ગયા છે. જેનાથી સામાન્ય જનજીવન પ્રભાવિત થયું છે. એક અઠવાડીયામાં બીજી વાર છે, જ્યારે શહેરમાં ભયાનક પુરના કારણે લોકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો હોય.

 

કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ બેંગલુરુમાં આવેલા પુરના નિવારણ માટે 300 કરોડ રૂપિયાના રાહત પેકેજનુ એલાન કર્યું છે. બોમ્મઈએ એક નિવેદનમાં કહ્યું કે, જાહેર કરાયેલા ફંડનો ઉપયોગ રસ્તા, ટ્રાંસફોર્મર, વિજળીના થાંભલા અને સ્કૂલો જેવી પાયાની સુવિધાઓને ઠીક કરવા માટે વાપરવામાં આવશે.

સોમવારના રોજ મુખ્યમંત્રી બોમ્મઈએ શહેરમાં પુરની સ્થિતિ અને તેના કારણે થયેલા નુકસાન પર સિનિયર મંત્રીઓ અને અધિકારીઓ સાથે એક મીટિંગ કરી હતી. મુખ્યમંત્રીએ કહ્યું કે, બેંગલુરુમાં પુરના પાણી કાઢવાની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. વોટર ડ્રેનના નિર્માણથી કુલ 1500 કરોડ રૂપિયા અલગ રાખવામાં આવ્યા છે. જેમ કે પુરનું રોકાયેલુ પાણી ઘટશે, વોટર ડ્રેનનું નિર્માણનું કામ શરુ થઈ ગયું છે. 

કર્ણાટક સરકારે બેંગલુરુ માટે સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફોર્સની વધુ એક કંપની બનાવાનો નિર્ણય કર્યો છે. બેંગલુરુ શહેર હાલના સમયમાં ભીષણ પુરની સ્થિતિનો સામનો કરી રહ્યું છે. સીએમ બોમ્મઈએ જણાવ્યું છે કે, હોડી અને અન્ય જરુરી સાધનો માટે 9.50 કરોડ રૂપિયા અલગથી આપવામાં આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Bengaluru Heavy Rain Karnataka government flood karnataka
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ