બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ભારત / અતુલ સુભાષના વીડિયોએ કેમ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી? થયા ચોંકાવનારા ખુલાસા

બેંગલુરુ સમાચાર / અતુલ સુભાષના વીડિયોએ કેમ સોશિયલ મીડિયામાં ભારે ચર્ચા જગાવી? થયા ચોંકાવનારા ખુલાસા

Last Updated: 12:25 PM, 11 December 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એન્જિનિયર અતુલ સુભાષે બેંગલુરુમાં પોતાના ઘરે આત્મહત્યા કરતા પહેલા વીડિયો જાહેર કર્યો હતો. લગભગ દોઢ કલાકના આ વીડિયોમાં તેમણે તેમની પત્ની, પત્નીનો પરિવાર અને છૂટાછેડાના કેસની સુનાવણી કરી રહેલા જજ વિશે જણાવ્યું. તેમણે આત્મહત્યા માટે તેમની પત્ની અને સાસરિયાઓને જવાબદાર ઠેરવ્યા.

Atul Subhash News: જૌનપુરના રહેવાસી એન્જિનિયર અતુલ સુભાષના બેંગલુરુ (Bengaluru) માં આત્મહત્યા કરવાથી બધા ચોંકી ગયા છે. અતુલ સુભાષે આત્મહત્યા કરતા પહેલા 24 પાનાની એક નોટ છોડી અને લગભગ દોઢ કલાકનો વીડિયો બનાવ્યો, જેમાં તેમણે તેમની પત્ની અને સાસરિયાઓને આ માટે જવાબદાર ગણાવ્યા છે. આ વીડિયોમાં અતુલે દેશના ન્યાયતંત્ર, પોલીસ અને કાયદામાં પુરૂષોની ઉપેક્ષા અંગે પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા. આ સિવાય તેમણે જૌનપુરની ફેમિલી કોર્ટના જજ પર પણ ગંભીર આરોપ લગાવ્યા.

અતુલ સુભાષે (Atul Subhash) આત્મહત્યા માટે તેમની પત્નીને જવાબદાર ઠેરવતા કહ્યું કે તેણે પહેલા સમાધાન માટે 1 કરોડ રૂપિયાની માંગણી કરી, પરંતુ બાદમાં 3 કરોડ રૂપિયાની માંગ કરવા લાગી. આટલું જ નહીં, દીકરાને ચહેરો પણ જોવા ન દીધો. લગ્ન પછી પત્નીના પિતાનું બિમારીને કારણે મૃત્યુ થયું, પરંતુ તેના સાસરિયાઓએ આ માટે પણ હત્યાની એફઆઈઆર નોંધાવી દીધી. અતુલના આરોપ મુજબ ફેમિલી કોર્ટમાં જજે કેસ સેટલ કરવા માટે 5 લાખ રૂપિયા માંગ્યા. તેમણે કહ્યું કે જજની સામે જ પત્નીએ તેમને કહ્યું કે આત્મહત્યા કેમ નથી કરી લેતા અને જજ આ સાંભળીને જોરથી હસવા લાગી.

જજ વિશે અતુલે શું કહ્યું?

અતુલ સુભાષે પોતાના વીડિયોમાં જૌનપુરના જજ પર પણ હેરાનગતિ અને લાંચ માંગવાનો આરોપ લગાવ્યો. અતુલે કહ્યું કે જજની કોર્ટમાં તારીખ મેળવવા માટે રજૂઆત કરનારને પણ લાંચ આપવી પડે છે. અતુલે આરોપ (Atul Subhash) લગાવ્યો કે પ્રિન્સિપલ ફેમિલી કોર્ટના જજે તેમના પર 3 કરોડ રૂપિયા ભરણપોષણ ચૂકવવા માટે દબાણ પણ કર્યું. જે બાદ તેમની પાસેથી 5 લાખ રૂપિયાની લાંચ પણ માંગી. તેમણે કહ્યું કે ડિસેમ્બર સુધીમાં તેઓ આ કેસ સેટલ કરી દેશે. અતુલ સુભાષે પોતાના વીડિયોમાં જજ પર આવા ઘણા ગંભીર આરોપ લગાવ્યા છે.

વીડિયોમાં અતુલે કોર્ટ અને પોલીસ વિશે શું કહ્યું?

અતુલ સુભાષે (Atul Subhash) વીડિયોમાં કહ્યું, "મને લાગે છે કે મારા માટે મરી જવું જ વધુ સારું રહેશે કારણ કે હું જે પૈસા કમાઈ રહ્યો છું, તેનાથી હું પોતાના જ દુશ્મનને મજબૂત બનાવી રહ્યો છું. મારા કમાયેલા પૈસા મને જ બરબાદ કરવા માટે વપરાઈ રહ્યા છે. મારા જ ટેક્સના પૈસાથી આ કોર્ટ, આ પોલીસ અને આખી સિસ્ટમ મને અને મારા પરિવારને અને મારા જેવા અન્ય લોકોને હેરાન કરશે. હું જ નહીં રહું તો ન પૈસા રહેશે અને ન મારા માતાપિતા અને ભાઈને હેરાન કરવા માટે કોઈ કારણ હશે."

હવે કોર્ટની તારીખોથી થાકી ગયો છું...

અતુલ સુભાષે (Atul Subhash) પોતાના છેલ્લા વીડિયોમાં જણાવ્યું કે અત્યાર સુધી આ કેસમાં તેમને કોર્ટમાંથી 120 તારીખો મળી ચુકી છે. 40 વાર તો તેઓ પોતે આ માટે બેંગલુરુથી જૌનપુર જઈ ચુક્યા હતા. એટલું જ નહીં તેમના માતા-પિતા અને ભાઈ પણ કોર્ટના ચક્કર લગાવી રહ્યા છે. તેમણે કહ્યું કે તેમને એક વર્ષમાં ફક્ત 23 રજાઓ જ મળે છે, તો તમે અંદાજો લગાવી શકો છો કે શું આ કોર્ટ કેસમાં લડી શકવું કોઈ માટે સંભવ છે.

અસ્થિ વિસર્જન ત્યાં સુધી ન થવું જોઈએ... અતુલ સુભાષ

તેમણે વીડિયોમાં કહ્યું કે, "મારું અસ્થિ વિસર્જન ત્યાં સુધી ન થવું જોઈએ જ્યાં સુધી મને હેરાન કરનારાઓને સજા ન મળે. જો આટલા પુરાવા હોવા છતાં પણ કોર્ટ તેમને સજા ન આપે તો મારા અસ્થિને ત્યાં કોર્ટની બહાર ગટરમાં વિસર્જિત કરી દેવી જોઈએ. ન્યાયતંત્રને મારી અપીલ છે કે મારા ભાઈ અને માતા-પિતાને હેરાન કરવામાં ન આવે."

પોતાના દીકરા વિશે અતુલે શું કહ્યું?

અતુલના કહેવા પ્રમાણે, પત્નીએ તેમને તેમના સાડા ચાર વર્ષના દીકરાને મળવા પણ ન દીધો. પોતાના દીકરા માટે હવે મૃત્યુ પહેલા અતુલે એક ભેટ છોડી છે. જેઓ ઈચ્છે છે કે તે 2038માં 18 વર્ષનો થાય ત્યારે તે ખોલે. એટલું જ નહીં તેમણે કહ્યું કે તેમની છેલ્લી ઈચ્છા છે કે પત્ની તેમના પુત્રને તેમના માતા-પિતાને સોંપી દે, જેથી તેને સારા સંસ્કાર મળે. તેમણે વીડિયોમાં કહ્યું કે મારા માતા-પિતા તેને ખૂબ પ્રેમથી ઉછેરશે અને તેમનો ભાઈ પણ ઘણો સારો છે.

અતુલના પિતાએ શું કહ્યું?

અતુલના પિતા પવન કુમારે કહ્યું, "તેણે અમને કહ્યું હતું કે મધ્યસ્થતા કોર્ટમાં જે લોકો છે, તેઓ લોકો કાયદા મુજબ કામ કરતા નથી. સુપ્રીમ કોર્ટના નિયમો મુજબ પણ નહીં. તેને ઓછામાં ઓછા 40 વખત બેંગલુરુથી જૌનપુર જવું પડ્યું. તે (મૃતકની પત્ની) એક પછી એક આરોપ લગાવતી રહેતી હતી. તેઓ નિરાશ જરૂર થયો હશે, પરંતુ તેણે અમને ક્યારેય આવું લાગવા ન દીધું. અચાનક અમને ઘટનાની જાણકારી મળી. તેણે રાતે લગભગ એક વાગે અમારા નાના દીકરાને એક મેઇલ મોકલ્યો. આ 100 ટકા સાચું છે (મૃતક દ્વારા તેની પત્ની અને તેના પરિવાર પર લગાવવામાં આવેલા આરોપો). અમે એ નથી કહી શકતા કે અમારો દીકરો કેવા તણાવમાં રહ્યો હશે."

2019માં થયા હતા અતુલ સુભાષના લગ્ન

અતુલે (Atul Subhash) આપઘાત સમયે જે ટીશર્ટ પહેરી હતી તેના પર લખેલું હતું - Justice Is Due. દેશમાં ચર્ચા થઈ રહી છે કે અતુલ સુભાષને ન્યાય કોણ અપાવશે? કેવી રીતે અપાવશે? એ પહેલા દોઢ કલાકનો વીડિયો અને 24 પાનાના પત્રમાં અતુલે આત્મહત્યા માટે તેની પત્ની, સાસરિયાઓ અને ન્યાયિક તંત્રને જવાબદાર ગણાવ્યા. તેઓએ 2019 માં લગ્ન કર્યા. એવો દાવો કરવામાં આવે છે કે લગ્નના બે વર્ષ બાદ પત્નીએ અતુલ વિરુદ્ધ દહેજ ઉત્પીડન, હત્યાથી લઈને અકુદરતી યૌન શોષણ સુધીના કેસ દાખલ કરાવી દીધા.

PROMOTIONAL 8

પોતાના બેડરૂમમાં સીલિંગ ફેનથી ગળેફાંસો ખાઈ લીધો

માહિતી મુજબ, પોલીસને 9 ડિસેમ્બરે સવારે 6 વાગ્યે એક કૉલ આવ્યો, જેમાં આત્મહત્યાની માહિતી આપવામાં આવી. જ્યારે પોલીસ ઘટનાસ્થળે પહોંચી તો તેમને ઘર અંદરથી બંધ મળ્યું. જ્યારે સ્થાનિક લોકોની મદદથી દરવાજો તોડવામાં આવ્યો ત્યારે જાણવા મળ્યું કે 34 વર્ષીય અતુલ સુભાષે (Atul Subhash) બેડરૂમમાં સીલિંગ ફેન સાથે નાયલોનના દોરડા વડે લટકીને આત્મહત્યા કરી લીધી હતી.

આ પણ વાંચો: ...અને રસ્તા વચ્ચે યુવક કટોરો લઇને બેસી ગયો, જુઓ 24 કલાકમાં જ આ યંગસ્ટરે ચેલેન્જને કેવી રીતે પૂરી કરી

આ ઘટનાની જાણકારી યુપીમાં રહેતા તેમના પરિવારને આપવામાં આવી, ત્યારબાદ તેમનો ભાઈ વિકાસ કુમાર ઘટનાસ્થળે પહોંચ્યો. વિકાસ કુમારે જણાવ્યું કે અતુલની પત્ની, તેની માતા, તેના ભાઈ અને તેના કાકાએ તેને ખોટા કેસમાં ફસાવ્યો હતો અને આ કેસ માટે 3 કરોડ રૂપિયાની માંગણી કરી હતી. આ કારણે અતુલ સુભાષ (Atul Subhash) ખૂબ ડિપ્રેશનમાં હતો, જેના કારણે તેણે પોતાનો જીવ લઈ લીધો. પીડિતના પરિવારની ફરિયાદ પર, મરાઠાહલ્લી સ્ટેશનમાં BNS એક્ટની કલમ 108 અને 3(5) હેઠળ પર કેસ નોંધવામાં આવ્યો છે અને તપાસ ચાલી રહી છે.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લેસ્ટોર/એપ સ્ટોર પર જઇને અથવા આ લાઇન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Atul Subhash Bengaluru News National News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ