બેંગલુરૂઃ શહેરમાં દારૂનાં નશામાં ધૂત એક વ્યક્તિએ તેજ સ્પીડમાં પોતાની કારને ફૂટપાથ પર ચઢાવી દીધી. આ દુર્ઘટનામાં ચાલીને જઇ રહેલા પણ કેટલાંક લોકોને ગંભીર ઇજા પહોંચી હતી. જેઓને સારવાર માટે હાલમાં હોસ્પિટલ ખાતે ભરતી કરવામાં આવ્યાં છે.
મળતી જાણકારી અનુસાર, બેંગલુરૂનાં એચએસઆર લેઆઉટ વિસ્તારમાં એક દારૂ પીધેલી વ્યક્તિએ પોતાની કાર પરથી નિયંત્રણ ખોઇ ગુમાવ્યું હતું. જેથી તેની કાર રસ્તાની સાઇડમાં ઉભી રહેલી સ્કૂટી-બાઇકને કચડતા એકાએક ફુટપાથ પર ચડી ગઇ. આ દુર્ઘટનામાં અનેક લોકોને ગંભીર ઇજા પણ પહોંચી છે. જેઓને સારવાર માટે હોસ્પિટલ ખાતે દાખલ કરવામાં આવ્યાં છે.
#WATCH Bengaluru: A drunk person drove his car over pedestrians on a footpath at HSR Layout locality. The driver was taken into police custody & injured were admitted to hospital. Case registered. #Karnatakapic.twitter.com/mmS8e69MPw
જો કે આ દુર્ઘટના બાદ પોલીસે તે શખ્સની વિરૂદ્ધ અનેક કલમો લગાવી ફરિયાદ પણ દાખલ કરી છે. આ સિવાય પોલીસે કારને પણ જપ્ત કરી લીધી છે. તમે અહીં વીડિયોમાં સ્પષ્ટ જોઇ શકો છો કે અચાનક એક કારચાલક પોતાનું સંતુલન ગુમાવી બેસતા તે કાર એકાએક સાઇડમાં ચાલી રહેલા માણસો અને સ્ટેન્ડ પર રહેલા બાઇકોને કચડીને ફુટપાથ પર આવેલી એક દુકાન સામે ચડાવી દીધી. આ દુકાનની બહાર ઉભા રહેલા અને ફુટપાથ પર ચાલી રહેલા લોકો તેની ઝપેટમાં આવી જાય છે. જેને લઇને આ મામલે પોલીસ ઘટનાસ્થળે આવી પહોંચી હતી અને કારચાલક વિરૂદ્ધ કેસ પણ દાખલ કર્યો છે.