વિવાદ /
બંગાળમાં પીરજાદા પાર્ટી સાથે ગઠબંધનને લઇને કોંગ્રેસમાં જ ડખો, આનંદ શર્માના સવાલ પર અધીર રંજને આપ્યો જવાબ
Team VTV11:09 PM, 01 Mar 21
| Updated: 11:16 PM, 01 Mar 21
કોંગ્રેસથી નારાજ ગણાતા જી-23માં સામેલ વરિષ્ઠ નેતા આનંદ શર્માએ પશ્ચિમ બંગાળ ચૂંટણી માટે ઇન્ડિયન સેક્યુલર ફ્રન્ટ સાથે ગઠબંધન પર નારાજગી વ્યક્ત કરી છે.
કોંગ્રેસ નેતા આનંદ શર્માએ આ ગઠબંધનને લઇને પોતાના નારાજગી વ્યક્ત કરી
ટ્વિટ કરીને લખ્યું કે, સાંપ્રદાયિકતા વિરૂદ્ધની લડાઈમાં સિલેક્ટીવ ન થઇ શકે
આપણે સાંપ્રદાયિકતાના દરેક રૂપ સામે લડવાનું છેઃ આનંદ શર્મા
આનંદ શર્માનું કહેવું છે કે, ISF વધુ આવા પક્ષોની સાથે કોંગ્રેસનું ગઠબંધન પક્ષની મૂળ વિચારધારા, ગાંધીવાદ અને નેહરૂવાદી ધર્મનિરપેક્ષતા વિરૂદ્ધ છે, જે કોંગ્રેસ પાર્ટીની આત્મા છે. આ મુદ્દાઓ પર કોંગ્રેસ કાર્યસમિતિમાં ચર્ચા થવી જોઇતી હતી.
શર્માએ એમ પણ કહ્યું કે, આને લઇને પશ્ચિમ બંગાળ પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અધીર રંજન ચૌધરીનું સમર્થન શરમજનક છે. ત્યારે અધીર રંજન ચૌધરીએ આના પર જવાબ આપતા કહ્યું કે, આ ગઠબંધન પાર્ટી નેતૃત્વની મંજૂરીથી થયું છે.
आईएसएफ और ऐसे अन्य दलों से साथ कांग्रेस का गठबंधन पार्टी की मूल विचारधारा, गांधीवाद और नेहरूवादी धर्मनिरपेक्षता के खिलाफ है, जो कांग्रेस पार्टी की आत्मा है। इन मुद्दों को कांग्रेस कार्य समिति पर चर्चा होनी चाहिए थी।
અધીર રંજન ચૌધરીએ કહ્યું કે, અમે એક રાજ્યના પ્રભારી છીએ અને કોઇ પણ નિર્ણય વગર મંજુરીએ નથી કરતા. ઉલ્લેખનીય છે કે વામ મોર્ચો-ગઠબંધનમાં ISFને પણ સામેલ કરવામાં આવ્યું છે. ક્યારેય મુખ્યમંત્રી મમતા બેનર્જીના નજીક રહેલા ફુરફુરા શરીફ દરગાહના મૌલાના પીરજાદા અબ્બાસ સિદ્દીકીએ હાલમાં જ આ પાર્ટી બનાવી છે.
31 ટકા મુસ્લિમ મતો પર કોંગ્રેસની નજર
પશ્ચિમ બંગાળની 31 ટકા મુસ્લિમ વસ્તી પર ફુરફુરા શરીફ દરગાહનો વિશેષ પ્રભાવ છે. કોંગ્રેસની રણનીતિ છે કે આઈએસએફને સાથે લઇને મુસ્લિમ મતોને પોતાની તરફ કરી શકાય જેથી રાજ્યમાં તેમની બેઠકો વધી શકે. કોંગ્રેસ વામ મોર્ચા ગઠબંધનમાં આઈએસએફ સિવાય એનસીપી અને આરએલડી પણ સામેલ છે. ગઠબંધનમાં સામેલ તમામ પક્ષો વચ્ચે સીટ શેયરિંગને લઇને વાતચીત ચાલી રહી છે.