બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / Bengal assembly elections pm modi mamta banerjee bjp tmc politics

બંગાળની બાજી / ભાજપનો વિજય રથ રોકવાનો કોંગ્રેસનો સ્વાર્થ, પરંતુ બંગાળ ચૂંટણીનો અસલી મુકાલબલો પીએમ મોદી અને મમતા વચ્ચે

Last Updated: 06:32 PM, 6 March 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભાજપ રાષ્ટ્રવાદના જે મુદ્દાને લઈ બંગાળના રણમાં ઊતરવાની યોજના બનાવે છે તે મુદ્દો લોકસભા ચૂંટણીમાં ભલે કારગત સાબિત થયો હોય પણ વિધાનસભા ચૂંટણીમાં સ્થાનિક મુદ્દાઓનું જ વર્ચસ્વ રહ્યું છે.

  • ભાજપ રાષ્ટ્રવાદના જે મુદ્દાને લઈ પશ્ચિમ બંગાળના રણમેદાનમાં ઊતરવાની યોજના 
  • કોંગ્રેસનો સ્વાર્થ પણ ફક્ત ભાજપ અને નરેન્દ્ર મોદીના વિજયરથને કોઈ પણ ભોગે અટકાવવા પૂરતો જ
  • બંગાળ ચૂંટણીનો અસલી મુકાલબલો પીએમ મોદી અને મમતા બેનર્જી વચ્ચે

પશ્ચિમ બંગાળ વિશે એક સર્વવિદિત તથ્ય છે કે અવિભાજિત ભારતના સમયથી જ તેને દેશનું ‘દિમાગ’ કહેવામાં આવે છે, જ્યારે એ વખતે સંયુક્ત પંજાબ દેશનું ‘બળ’ અર્થાત્ શક્તિ ગણાતું હતું. મોહમ્મદ અલી ‌ઝિ‌ણાએ ૧૯૪૭માં અંગ્રેજો સાથે મળીને ષડ્યંત્ર રચ્યું અને આ બંને પ્રાંતના ભાગલા પાડી દીધા. ૧૯૭૧માં બાંગ્લાદેશના નિર્માણ બાદ પૂર્વ પાકિસ્તાનના લોકોએ પોતાની મૂળ બાંગ્લા સંસ્કૃતિની ખરા અર્થમાં રક્ષા કરી.

ડાબેરીઓથી તૃણમૂલ કોંગ્રેસ સુધીની સરકાર, જાણો કેવી રીતે બદલાયા સમીકરણો

ભારતમાં અત્યાર સુધી સૌથી વધુ નોબેલ પ્રાઈઝ બંગાળવાસીઓને જ મળ્યાં છે. સ્વતંત્ર ભારતની રાજનીતિમાં પશ્ચિમ બંગાળના લોકોની બહુ અગત્યની ભૂમિકા રહી છે. આ રાજ્યમાં ડાબેરીઓ સતત ૩૪ વર્ષ સુધી સત્તામાં રહ્યા એ કોઈ ચમત્કાર ન હતો પણ બંગાળના મતદારોએ કોમ્યુનિસ્ટ વિચારધારામાં મૂકેલો વિશ્વાસ હતો. 

કોમ્યુનિસ્ટો બદલાતા સમયને અનુરૂપ લોકશાહી પ્રણાલીમાં લોકઅપેક્ષાઓ પર ખરા ન ઊતરી શક્યા અને આ કારણે જ ૨૦૧૧માં એવો જોરદાર વિદ્રોહ થયો કે હજુ તો ૧૯૯૬માં જ નવી નવી બનેલી મમતા બેનરજીની તૃણમૂલ કોંગ્રેસને બંગાળના લોકોએ સત્તા સોંપી દીધી. તૃણમૂલ આમ તો કોંગ્રેસમાંથી જ અલગ થયેલી પાર્ટી હતી, પરંતુ તેમણે ડાબેરીઓના શાસનના વિકલ્પના રૂપમાં મજબૂત દાવેદારી નોંધાવી અને લોકોએ તેને હરખભેર વધાવી પણ લીધી. 

૨૦૧૬માં પણ લોકોએ ફરી એક વખત મમતા દીદી પર પોતાની પસંદગી ઉતારી પણ હવે ૨૦૨૧માં તમામ સમીકરણો બદલાઈ ગયાં છે. તૃણમૂલ કોંગ્રેસના આત્મા સુધી ડાબેરી શાસનની કાર્યપ્રણાલી અને તેનાં કેટલાંક અનિષ્ટ ઘર કરી ગયાં છે અને આ જ વાત બંગાળના લોકોને ખટકી રહી છે.

આ કારણે મમતા વિરોધ મત વહેંચાઇ જશે!

પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીનો શંખનાદ થઈ ચૂક્યો છે અને આ ‍વખતે ભાજપ મમતા દીદીને રોકવા એડીચોટીનું જોર લગાવી રહ્યો છે. રાજ્યમાં ડાબેરીઓ અને કોંગ્રેસ તથા ફુરફુરા શરીફના ઈમામની નવી પાર્ટી વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ ગઈ છે, જેનાથી મમતા વિરોધી મત વહેંચાઈ જવાના એ પણ નક્કી છે. ભાજપ માટે આ ગઠબંધન આકરો પડકાર સાબિત થઈ શકે છે. ભાજપે તમામ વ્યૂહરચના એ મુજબ જ બનાવી છે અને નરેન્દ્ર મોદી-અમિત શાહની જોડીએ એવી શતરંજ બિછાવી છે, જેમાં ડાબેરીઓ માટે પણ અનેક ભયસ્થાન છે. ચાલાક ડાબેરીઓ જાણે છે કે હવે રાજ્યમાં તેમની વિચારધારા અસ્તિત્વની લડાઈ લડી રહી છે અને આથી જ તેઓ કોંગ્રેસનો સહારો લઈ તરી જવા ઈચ્છે છે. લોકો હવે પૂંજીવાદના વિરોધની ભ્રામક વાતોમાં ફસાતા નથી અને ડાબેરીઓને જાકારો આપતા થયા છે. કોંગ્રેસનો સ્વાર્થ પણ ફક્ત ભાજપ અને નરેન્દ્ર મોદીના વિજયરથને કોઈ પણ ભોગે અટકાવવા પૂરતો જ છે.

બંગાળ ચૂંટણીનો અસલી મુકાબલો પીએમ મોદી અને મમતા બેનર્જી વચ્ચે

રાજ્યના જે ૩૦ ટકા અલ્પસંખ્યક મતદારોને રીઝવવાના આશયથી ફુરફુરા શરીફના ઈમામ આ ગઠબંધનમાં જોડાયા છે. તેમની ભૂમિકા માત્ર આ ગઠબંધનની ચૂંટણીસભાના મંચને સજાવવાથી વિશેષ કંઈ જ નહીં હોય, કેમ કે મુસ્લિમ સમાજ સ્વતંત્ર ભારતના ઈતિહાસમાં ક્યારેય પણ મઝહબી ઉલેમાઓ કે ઈમામોની જાળમાં ફસાયો નથી. આથી ફક્ત પીએમ મોદીને ગાળો ભાંડનારી અને નફરતનું રાજકારણ કરનારી પાર્ટી કે નેતાઓને જ સફળતા મળે એ શક્ય નથી. 

એક વાત તો નક્કી જ છે કે આ વખતે પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં અસલી મુકાબલો વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મમતા બેનરજી વચ્ચે જ થવાનો છે. ભાજપ હજુ તેના મુખ્યપ્રધાનપદના ઉમેદવારની તલાશમાં છે અને આ મામલે તે કોઈ ખતરો લેવા નહીં ઈચ્છે.

ભાજપ રાષ્ટ્રવાદના જે મુદ્દાને લઈ પશ્ચિમ બંગાળના રણમેદાનમાં ઊતરવાની યોજના 

બનાવે છે તે મુદ્દો લોકસભા ચૂંટણીમાં ભલે કારગત સાબિત થયો હોય પણ વિધાનસભા ચૂંટણીમાં હંમેશાં સ્થાનિક અને પ્રાદેશિક મુદ્દાઓનું જ વર્ચસ્વ રહ્યું છે. આ હકીકત અમિત શાહ સારી રીતે સમજે છે અને આથી જ તેમણે સ્થાનિક મુદ્દાઓ પર જ ધ્યાન કે‌ન્દ્રિત કર્યું છે. ડાબેરી અને કોંગ્રેસને પણ ભાજપે રોકવાના છે અને આ દરમિયાન તૃણમૂલ કોઈ નવો પેંતરો ન રચે તે પણ જોવાનું છે. 

સંકળાયેલા મુદ્દાઓ

VTV vishesh Vtv Exclusive બંગાળ વિધાનસભા ચૂંટણી Vtv Exclusive
Hiren
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ