શું તમે જાણો છો આમલી ઔષધીય ગુણોથી ભરેલી હોય છે. આ ઉપરાંત પાણીની સાથે આમલીનું સેવન કરવું જોઇએ. એમાં ગુણકારી તત્વ સારા પ્રમાણમાં હોય છે.
ઉનાળાની શરૂઆત થઇ ગઇ છે. ધીરે ધીરે ગરમીમાં પણ વધારો થઇ રહ્યો છે. એવામાં ગરમીના પ્રકોપથી બચવા અને લૂ થી બચવા તમારા માટે ખૂબ જરૂરી થઇ જાય છે. જો તમે ભીષણ ગરમીની ચપેટમાં આવી જાવ છો તો તમારી બૉડીને એનાથી ઘણા પ્રકારના નુકસાનનો સામનો કરવો પડે છે. આજે અમે તમને વધતી ગરમીના ચપેટમાં આવવાથી બચવા માટે આમલીના કેટલાક ખાસ ઉપાયો જણાવીશું.
આમલી ખાવી એટલા માટે મહત્વની છે કારણ કે એમાંથી મળી આવતા એન્ટીઑક્સીડેન્ટ તમારી ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે.
ગરમીમાં આમલીનું શરબત બનાવીને પીવાથી તમે લૂ લાગવાના ખતરાથી બચી શકો છો અને શરીરને ઇન્ફેક્શનથી લડવાની શક્તિ મળે છે.
આમલીનું પાણી તમને જીવલેણ કેન્સર રોગના ખતરાથી બચાવવામાં પણ મદદ કરે છે કારણ કે એના સેવનથી શરીરની રોગ પ્રતિરોધક ક્ષમતા મજબૂત થાય છે.
આમલીનું શરબત પીવાથી તમને હાર્ટ સંબંધિત બિમારીઓના જોખમથી લડવાની તાકાત મળે છે. સાથે જ આ ડાયાબિટીસના રોગીઓને પણ લાભ અપાવે છે.
આમલીમાં એવા લાભકારી તત્વ મળી આવે છે જે તમને બદલતી સિઝનમાં ફેલાતા ઇન્ફેક્શનના ખતરાથી બચાવે છે.
આમલીનો રસ પીવાથી ગરમીમાં સ્કીનને થતા નુકસાનથી બચાવી શકાય છે. એનાથી સ્કીનની બળતરા, કરચલી થતી નથી.
આ સાથે તમે કેરીના પાનનો રસ પી ને પણ લૂ ના પ્રકોપથી તમારા શરીરને બચાવી શકો છો. કારણ કે કેરીના પાનમાં ભરપૂર પ્રમાણમાં લાભકારી ગુણ હોય છે.