બટાકાની જેમ તેની છાલ પણ સ્વાસ્થ્ય માટે છે ફાયદાકારક

By : juhiparikh 03:31 PM, 05 December 2018 | Updated : 03:31 PM, 05 December 2018
શાકભાજીના રાજા કહેવાતા એવા બટાકા દરેકના ઘરમાં જોવા મળતા હોય છે. બટાકા સ્વાદિષ્ટ પણ હોય છે અને સાથે સાથે શરીર માટે ફાયદાકારક છે. માત્ર બટાકા જ નહીં પણ તેની છાલના પણ અનેક ફાયદા છે. બટાકાની છાલ ખાવાથી ઘણી બિમારીઓ દૂર થાય છે. તો જાણીએ બટાકાની છાલના વિવિધ ફાયદાઓ વિશે....

વિટામિન B3થી ભરપૂર બટાકાની છાલથી શરીરને મળે છે તાકાત, આ છાલ ખાવાથી શરીરના કાર્બોજનું એનર્જીમાં રૂપાંતર થઈ જાય છે. 

બટાકાની છાલમાં ભારેમાત્રામાં ફાઇબર જોવા મળે છે. જેનાથી શરીરની પાચનક્રિયા સરળ થઇ જાય છે અને ખાવાનું પચી જાય છે. 

બટાકાની છાલમાં સારી માત્રામાં પોટેશિયમ જોવા મળે છે, જેનાથી બ્લડ પ્રેશર નિયંત્રણમાં રહે છે.

બટાકાની છાલ શરીરના પોષકદ્રવ્યોને યોગ્ય માત્રામાં જાળવી રાખે છે, બટાકાની છાલથી શરીરના હાડકા મજબૂત થાય છે. 

જો તમારા શરીરમાં આયર્નની ઉણપ હોય તો બટાકાની છાલ તમારા માટે ફાયદાકારક છે, કારણ કે તેનાથી એનિમિયા થવાનો ખતરો ઘટી જાય છે.Recent Story

Popular Story