Sunday, May 26, 2019

LICની બેસ્ટ પોલિસી! દરરોજ માત્ર 9 રૂપિયા કરો ખર્ચ મળશે 4.56 લાખ રૂપિયા

LICની બેસ્ટ પોલિસી! દરરોજ માત્ર 9 રૂપિયા કરો ખર્ચ મળશે 4.56 લાખ રૂપિયા
દેશની સૌથી મોટી જીવન વીમા કંપની LIC ઘણી બધી યોજનાઓ ચલાવે છે. એમાંથી એક છે એલઆઇસી ન્યૂ જીવન આનંદ પોલિસી જેમાં ડબલ ફાયદો મળે છે. એક તો એમાં રોકાણ પર ઇનકમ ટેક્સ બચે છે બીજો ફાયદો છે કે રિસ્ક કવર પોલિસી સમય બાદ પણ જારી રહે છે. જો પોલિસી ધારકનું મૃત્યુ પોલિસી સમય ખતમ થયા બાદ થાય છે તો પણ એને મૃત્યુ લાભની ચુકવણી કરવામાં આવે છે. 
ચલો તો જાણીએ ન્યૂ જીવન આનંદ પોલિસીની ખાસ વાતો..

કોણ લઇ શકે છે પોલિસી
ન્યૂ જીવન આનંદ પોલિસીને 18 થી 50 વર્ષની ઉંમર સુધીના લોકો લઇ શકે છે. આ પોલિસી માટે ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ રાખવામાં આવી છે. 

મિનિમમ સમ એશ્યોર્ડ
આ પોલિસી હેઠળ ઓછામાં ઓછો 1 લાખ રૂપિયાનો સમ એશ્યોર્ડ લેવો જરૂરી છે અને એની કોઇ વધારે મર્યાદા નથી. તમે તમારી ઇચ્છા પ્રમાણે સમ એશ્યોર્ડ લઇ શકો છો. 

પોલિસીનો સમય
આ પોલિસનો સમય 15 થી 35 વર્ષ છે. ન્યૂ જીવન આનંદ પોલિસીને તમે ઓફલાઇનની સાથે ઓનલાઇન પણ ખરીદી શકો છો. 

પ્રીમિયમની ચુકવણી
પોલિસી માટે વર્ષ છ મહિના 3 મહિવા અને મહિનાના આધાર પર પ્રીમિયમની ચુકવણી કરી શકાય છે. એની ખાસ વાત એ છે કે આ પોલિસીને ખરીદવાના 3 વર્ષ બાદ તમે તમારી પોલિસીથી લોન લઇ શકો છો.  મેચ્યોરિટી પર મળશે આટલો લાભ
સમ એશ્યોર્ડ સાથે સિમ્પલ રિવર્સનરી બોનસ અને ફાઇનલ એડિશનલ બોનસ. 

પોલિસીની વચ્ચે મોત થવા પર 
જો પોલિસી ધારકનું મૃત્યુ થઇ જાય છે તો નોમિનીને જે વીમા રકમ આપવામાં આવશે એ વીમા રાશિના 125% હશે. એની સાથે બોનસ અને અંતિમ બોનસ પણ મળે છે. 

ટેક્સમાં ફાયદો
ઇન્કમ ટેક્સ નિયમની ધારા 80C હેઠળ પ્રીમિયમ ચુકવણી કરવા પર ટેક્સ બેનિફિટ પણ મળે છે. 

આવી રીતે મળશે પોલિસી લાભ
માની લો કોઇ પોલિસી ધારક 18 વર્ષની ઉંમરમાં આ પોલિસી સાથે જોડાવો છો અને 1 લાખ સમ એશ્યોર્ડ માટે 35 વર્ષનો પ્લાન લો છો. એવામાં એનું વર્ષનું પ્રીમિયમ 1 07 645 રૂપિયા હશે. એમને આ રકમ 35 હપ્તામાં જમા કરવી પડશે. મેચ્યોરિટી પર પોલિસી ધારકને 4.56 લાખ રૂપિયા મળશે. 
Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ