બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / ગોળનો એક ટુકડો જગાડી શકે છે તમારી સુતેલી કિસ્મત, વધશે સુખ-સમૃદ્ધિ, જાણો કઈ રીતે કરશો તેનો ઉપયોગ
Last Updated: 04:34 PM, 21 June 2024
તમે ઈચ્છો તો ગોળના ઉપાયથી તમારી કિસ્મત બદલી શકો છો. વિવાહમાં અડચણ આવી રહી હોય કે નોકરીમાં મુશ્કેલી થઈ રહી હોય, રોજગાર ન મળતો હોય કે બીજી કોઈ પણ સમસ્યા હોય તેનું સમાધાન એક ગોળનો ટુકડો લાવી શકે છે. જાણો કેવી રીતે.
ADVERTISEMENT
સૂર્યને કરે છે મજબૂત
ADVERTISEMENT
સૌથી પહેલા તો જો તમારી કુંડળીમાં સૂર્ય કમજોર છે તો તમારા દિવસની શરૂઆત રોજ થોડો ગોળ ખાઈને પાણી પીને કરો. તેની સાથે જ રવિવારના દિવસથી આવતા 8 દિવસો સુધી 800 ગ્રામ ઘઉં અને 800 ગ્રામ ગોળ મંદિરમાં અર્પિત કરો. સૂર્ય મજબૂત થશે.
આર્થિક સ્થિતિ સુધારવા
આર્થિક સ્થિતિ સતત કમજોર થતી જઈ રહી છે તો ગોળ પૈસાની તંગીથી છુટકારો અપાવી શકે છે. તેના માટે ગોળનો નાનો ટુકડો લઈને લાલ કપડામાં એક સિક્કાની સાથે બાંધી દો. તેના બાદ તેને માતા લક્ષ્મીની તસ્વીરની સામે રાખો. રોજ વિધિ-વિધાનથી પૂજા કરો. પાંચમા દિવસે માતા દુર્ગાની આરાધના કર્યા બાદ આ કપડાને ઉઠાવી લો અને તિજોરીમાં જ્યાં પૈસા મુકવામાં આવ્યા જે તે સ્થાન પર મુકી દો.
દેવામાંથી મુક્તિ માટે
સતત દેવામાં ડુબેલા રહો છો તો પીળા કપડામાં 7 હળદર અને થોડો ગોળ બાંધી દો. તેના બાદ તેને એ સ્થાન પર રાખો જ્યાં પૈસા રાખો છો. રાખવાના 21 દિવસ બાદ આ પીળા કપડામાં બાંધેલો બધો સામાન વહેતા પાણીમાં પ્રવાહિત કરી દો. આમ કરવાથી દેવામાંથી મુક્તિ મળી જશે.
વિવાહના યોગ માટે
વિવાહના યોગ નથી બની રહ્યા તો ગોળનો ઉપયોગ કરવામાં આવી શકે છે. તેના માટે ગુરૂવારે લોટમાં થોડો ગોળ, ઘી અને હળદળ નાખીને ગાયને આપો. લગભગ 7 ગુરૂવાર એવું કરવાથી વ્યક્તિના વિવાહ જલ્દી થઈ જશે.
વધુ વાંચો: પહેલી વાર લઇ રહ્યાં છો લાઇફ ઇન્શ્યોરન્સનો લાભ, તો આ 4 બાબતો ખાસ મગજમાં ઉતારી દેજો
નોકરી માટે
નવી નોકરીની શોધ કરી રહ્યા છો તો રોજ પહેલી રોટલી ગાય માટે કાઢી લો અને તેમાં થોડો ગોળ મુકીને તેને ખવડાવો. આમ રોજ કરવાથી થોડા દિવસોમાં તમને ગુડ ન્યૂઝ મળશે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.