કાળાં ફોતરાંવાળી અડદની દાળની તાસીર ઠંડી હોય છે અને અનેક પ્રકારની બીમારીઓ માટે લાભદાયી છે.
સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે લાભદાયી
આ દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન અને વિટામિન્ટ હોય છે
ફાયદાની સાથે સાથે નુકશાન પણ છે
કાળાં ફોતરાંવાળી અડદની દાળ સ્વાદિષ્ટ હોવાની સાથે-સાથે સ્વાસ્થ્ય માટે લાભદાયી પણ છે. આ દાળમાં ભરપૂર માત્રામાં પ્રોટીન, કાર્બોહાઈડ્રેટ ફેટ, વિટામિન બી-6, આયર્ન, ફોલિક એસિડ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને પોટેશિયમ જેવાં પોષકતત્ત્વ રહેલાં છે. આ દાળ તમારા હૃદય માટે લાભદાયી છે અને નર્વસ સિસ્ટમ માટે ફાયદાકારક માનવામાં આવે છે.
કાળાં ફોતરાંવાળી અડદની દાળની તાસીર ઠંડી હોય છે અને અનેક પ્રકારની બીમારીઓ માટે લાભદાયી છે. આયુર્વેદમાં આ દાળનો ઉપયોગ માથાનો દુખાવો, લિવરનો સોજો ઓછો કરવામાં, લકવાથી રાહત મેળવવામાં, સાંધાના દુખાવા, અલ્સર, તાવ અને સોજા જેવી અનેક બીમારીઓને દૂર કરવા માટે કરવામાં આવે છે.
આ નુકસાન પણ જાણો
કાળાં ફોતરાંવાળી અડદની દાળનું સેવન કરવાથી તમને નુકસાન પણ થઈ શકે છે. કાળાં ફોતરાંવાળી અડદની દાળનું વધુ સેવન કરવાથી બ્લડમાં યુરિક એસિડ વધવાનું જોખમ રહે છે. યુરિક એસિડ વધવાના કારણે કિડનીમાં કેલ્સિફિકેશન સ્ટોન બની શકે છે. જે લોકોને કિડનીમાં પથરી હોય છે તેમને આ દાળનું સેવન કરવાની ના પાડવામાં આવે છે. - ગાંઠની બીમારીથી પીડિત લોકોને અડદની દાળનું સેવન કરવાની ના પાડવામાં આવે છે. આ દાળનું સેવન કરવાથી ગઠિયાની સમસ્યામાં વધારો થઈ શકે છે. અડદની દાળનું વધુ સેવન કરવાથી પિત્ત કે ગાઉટ થવાનું જોખમ રહે છે. જો તમે આ પ્રકારની કોઈ પણ બિમારી છે તો અડદની દાળનું સેવન બિલકુલ પણ ન કરવું.
અડદની દાળનું વધુ સેવન કરવાથી અપચા અને કબજિયાતની સમસ્યા થઈ શકે છે. જે લોકોને ગેસ, કબજિયાત અને અપચાની સમસ્યા છે તેમણે ડૉકટરની સલાહ લીધા બાદ આ દાળનું સેવન કરવું.