બ્રેકિંગ ન્યુઝ
Arohi
Last Updated: 03:58 PM, 4 August 2023
ADVERTISEMENT
શરીરમાં પાણી ઓછુ થઈ જાય એટલે ડિહાઈડ્રેશન થઈ શકે છે. ડિહાઈડ્રેશનથી બચવા માટે શરીરને જરૂરી પ્રમાણમાં પાણીની જરૂર હોય છે. પાણી પીવાના ફાયદા વિશે તો બધા જાણે જ છે. પરંતુ શું તમને ખબર છે કે સવારે ઉઠીને સૌથી પહેલા પાણી પીવું સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે.
ADVERTISEMENT
સવારે ઉઠી સૌથી પહેલા પાણી પીવાના ફાયદા
ડિહાઈડ્રેશન
આખી રાત સુવાના કારણે આપણે ઘણા કલાકો સુધી પાણી નથી પીધુ હોતું. ઉનાળામાં રાત્રે સુતી વખતે ઘણા લોકોને પરસેવો થાય છે. તેનાથી શરીરમાં પાણીની કમી થઈ જાય છે. જે ડિહાઈડ્રેશનના કારણે થાય છે. આજ કારણ છે કે બધાએ સવારે ઉઠતાની સાથે જ પાણી પીવું જોઈએ. ખાસ કરીને ઉનાળાની ઋતુમાં.
કિડની સ્ટોનથી બચાવે છે પાણી
સવારે ઉઠવાની સાથે જ પાણી પીવાથી કિડનીમાં પથરી થવાનો ખતરો ઓછો રહે છે. સવારે પાણી પીવાથી પેટના એસિડને શાંત કરવા અને પથરીના વિકાસને રોકવામાં મદદ મળે છે.
ડલ સ્કિનથી રાહત
જો તમને સ્કિન ડલ રહે છે તો જાગ્યા બાદ સૌથી પહેલું કામ પાણી પીવાનું કરો. કારણ કે તેનાથી બ્લડ સર્કુલેશનનનો પ્રોત્સાહન મળે છે. આ નવા સેલ્સનું ઉત્પાદન કરીને સ્કિનને ગ્લોઈંગ બનાવે છે.
ઈમ્યુનિટી
સવારે પાણી પીવાથી પેટના ટોક્સિન્સને બહાર કાઢવામાં મદદ મળે છે. જેનાથી લિમ્ફેટિક સિસ્ટમ બેલેન્સ થઈ જાય છે અને સમયની સાથે ઈમ્યુનિટીમાં સુધાર થાય છે. આ વ્યક્તિને વારંવાર બીમાર પાડવાની સમસ્યાથી પણ બચાવી શકે છે.
વેટ લોસ
જો તમે સવારે ઉઠતાની સાથે જ પાણી પીવાની આદત પાડો છો તો તેનાથી મેટાબોલિઝમ અને ડાઈજેશનને પ્રોત્સાહન મળે છે અને વજન ઘટવામાં પણ મદદ મળે છે. તમે ઓછામાં ઓછુ 2 ગ્લાસ પાણી પીવો.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.