બ્રેકિંગ ન્યુઝ
Premal
Last Updated: 03:55 PM, 25 December 2022
ADVERTISEMENT
શિયાળાની સિઝનમાં ગાજર કેમ ખાવુ જોઈએ?
ગાજર શિયાળાની શાકભાજી છે, જો કે માર્કેટમાં આ બારેમાસ રહે છે. તમારામાંથી ઘણા લોકો ગાજરને ખાવાનુ વધુ પસંદ કરે છે. ગાજરનુ સેવન ડાયરેક્ટ કરી શકાય છે, પરંતુ સલાડ તરીકે તેને ખાવાથી તેનો સરસ ટેસ્ટ આવે છે. ગાજરમાં પોષક તત્વોની કોઈ કમી નથી. વિટામિન, મિનરલ્સ અને ફાઈબર પણ ભરપૂર માત્રામાં હોય છે. જે દરેક રીતે તમારા શરીરને ફાયદો પહોંચાડે છે. આવો જાણીએે કે તમારે શિયાળાની સિઝનમાં ગાજર કેમ ખાવુ જોઈએ.
ADVERTISEMENT
ગાજર ખાવાના ફાયદા
આંખની રોશની વધશે
ગાજરમાં ભરપૂર માત્રામાં વિટામિન એ હોય છે, જે આંખો માટે એક જરૂરી ન્યુટ્રીએન્ટ છે. જેનુ નિયમિત રીતે સેવન કરવાથી નાઈટ બ્લાઈન્ડનેસનુ જોખમ ટળી જાય છે.
બ્લડ શુગર થશે કંટ્રોલ
જે લોકો ડાયાબિટીસના દર્દી છે, તેમના માટે ગાજર કોઈ વરદાનથી ઓછુ નથી. જેમાં સોલ્યુએબલ ફાઈબર્સ અને કેરોટિનૉઈડ હોય છે, જે બ્લડ શુગર લેવલ અને ઈન્સુલિનના સ્તરને મેન્ટેન રાખે છે.
હાર્ટની બિમારીઓથી બચાવ
આજકાલ હાર્ટની બિમારીઓના કારણે ઘણા લોકો પોતાનો જીવ ગુમાવી રહ્યાં છે, તેથી દરેક વ્યક્તિએ ગાજર અવશ્ય ખાવુ જોઈએ. જેમાં એન્ટીઑક્સિડેન્સ ભરપૂર માત્રામાં હોય છે, જે બ્લડ પ્રેશરને મેન્ટેન રાખવામાં મદદ કરે છે. એવામાં હાર્ટ એટેક અને હાર્ટ ફેલિયર જેવી બિમારીઓનુ જોખમ ટળી જાય છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.