બ્રેકિંગ ન્યુઝ
Last Updated: 03:49 PM, 13 September 2024
95/3 થી 109 સુધી ઓલઆઉટ, તમે ક્રિકેટ મેચમાં આવું દ્રશ્ય ઘણી વખત જોયું હશે, પરંતુ જો આપણે કહેએ કે તમામ સાત વિકેટ માત્ર સેશનમાં 14 રનમાં પડી ગઇ તો તમને પણ નવાઇ લાગશે. હા દેશની ક્રિકેટમાં સરે અને સમરસેટ વચ્ચે આવી જ એક રોમાંચક મેચ રમાઇ હતી. સરેને જીતવા માટે 221 રનની જરુર હતી, પરંતુ મેચમાં વધુ સમય બચ્યો ન હતો. આવી સ્થિતિમાં ટીમ મેચ ડ્રો કરવા માંગતી હતી, પરંતુ સમરસેટની નજીર જીત પર હતી. તેણે છેલ્લા સત્રના રમતમાં એવી રીતે બદલાવ કર્યો કે આજે દરેક જગ્યા પર તેની ચર્ચા થઇ રહી છે.
ADVERTISEMENT
સમરસેટની આ જીતમાં માઇકલ વોનના પુત્ર આર્ચી વોન અને જેક લીચે મહત્વની ભૂમિકા ભજવી હતી. આર્ચીએ છેલ્લી ઇનિંગમાં 5 વિેકેટ સાથે સમગ્ર મેચમાં કૂલ 11 વિકેટ લીધી હતી. જ્યારે કપ્તાર જેક લીચીએ છેલ્લી ઇનિંગમાં 5 વિકેટ ઝડપી હતી. આ બંને સ્પિનરોએ છેલ્લી કેટલીક ઓવરોમાં સરે ટીમની કમર તોડી નાખી હતી. એવું બન્યું કે છેલ્લા કલાકમાં સમરસેટ ટીમને જીતવા માટે 7 વિકેટની જરુર હતી અને સરેની ટીમ પોઇન્ટ ટેબલમાં નંબર 1 રહેવા માટે મેચ ડ્રો કરવા માંગતી હતી કારણ કે જીત તેમનાથી ઘણી દૂર હતી.
ADVERTISEMENT
❤️ Cricket ❤️#SOMvSUR#WeAreSomerset pic.twitter.com/S7IrAEMezz
— Somerset Cricket (@SomersetCCC) September 12, 2024
એક સમય એવો આવ્યો કે જ્યારે દરેક બોલનો બચાવ કરી સરે ટીમનો સ્કોર 3 વિકેટના નુકસાને 95 રન હતો, ત્યારે જેક લીચે બેન ફોક્સને ફસાવી દીધો અને ફોક્સ 100 બોલમાં 20 રન બનાવીને આઉટ થયો. આ પછી લીચે બીજા સેટ બેટ્સમેન ડોમિનિક સિબ્લી (183 બોલમાં 56 રન ) ફસાવી દીધો અને અહીંથી સમરસેટને જીતની ગંઘ આવવા લાગી.
The most dramatic of final sessions at Taunton.
— Vitality County Championship (@CountyChamp) September 12, 2024
Here's how it unfolded, and what it means for the County Championship title race. pic.twitter.com/NvLErEVgMw
95/3 થી સરેનો સ્કોર થોડી ઓવરમાં 96/5 થઇ ગયો અને સેટના બંને બેટ્સમેન પેવેલિયન પરત ફર્યા. આ પછી, આગામી 13 રનની અંદર, લીચ અને વોનની જોડીએ સરે ટીમને હરાવ્યું. સરે 109 રનમાં ઓલઆઉટ થઇ ગયું અને સમરસેટ 111 રને મેચ જીતી ગયું. શાકિબ અલ હસન સહિત છેલ્લા 5માંથી 4 ખેલાડી ખાતું પણ ખોલાવી શક્યા ન હતા. જેક લીચે છેલ્લી વિકેટ માટે આક્રમક ફિલ્ડિંગ કર્યું હતું. તમામ 11 ખેલાડીઓ એક ફ્રેમમાં દેખાતા હતા. આ ફિલ્ડિંગની પણ દરેક જગ્યા પર ચર્ચા થઇ રહી છે.
વધુ વાંચો : VIDEO: રોહિત-કોહલી સહિત ટીમ ઈન્ડિયા ચેન્નાઈ પહોંચી, બાંગ્લાદેશ સામે ટેસ્ટમાં બતાવશે દમખમ
આ પહેલા સમરસેટના ટોમ બેન્ટને પણ તૂટતા 65 બોલમાં 46 રનની શાનદાર ઇનિંગ રમી હતી. તે મેચ દરમિયાન ઇજાગ્રસ્ત થયો હતો અને બીજી ઇનિંગમાં 11માં નંબરે બેટિંગ કરવા માટે લંગડાતો હતો. તેની ઇનિંગના બળ પર જ સરમસેટની ટીમ બીજી ઇનિંગમાં 224 રનના સ્કોર સુધી પહોંચાડવામાં સફળ રહી હતી. બેન્ટને પ્રથમ ઇનિંગમાં સદી ફટકારી હતી અને 132 રનની શાનદાર ઇનિંગ પણ રમી હતી.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.