અક્ષય કુમારની મોસ્ટ અવેટેડ ફિલ્મ 'બેલ બોટમ'નું ટ્રેલર રિલીઝ થયા બાદ સોશિયલ મીડિયા પર છવાયું ગયું છે. ત્યારે ફિલ્મમાં એક્ટ્રેસ લારા દત્તાનું ટ્રાન્સફર્મેશન જોઈને ફેન્સ દંગ રહી ગયા છે.
ફિલ્મ 'બેલ બોટમ'નું ટ્રેલર થયું રિલીઝ
સોશિયલ મીડિયા પર છવાયું ફિલ્મનું ટ્રેલર
ફિલ્મમાં એક્ટ્રેસ લારા દત્તાનું ટ્રાન્સફર્મેશન જોઈને ફેન્સ દંગ રહી ગયા
ખિલાડી કુમારના ચાહકો આ ફિલ્મને લઈને ખૂબ જ ઉત્સાહિત છે. હવે લોકો 19 ઓગસ્ટની રાહ જોઈ રહ્યાં છે. જ્યારે આ ફિલ્મ થિયેટરોમાં ધમાલ મચાવશે. ટ્રેલર આવ્યા બાદ લોકો તેના દરેક પાત્ર વિશે ચર્ચા કરી રહ્યાં છે, પરંતુ ટ્રેલરમાં લારા દત્તાના ટ્રાન્સફર્મેશને લોકોને આશ્ચર્યમાં મૂકી દીધા છે. લારાનો મેકઅપ એવો ગજબ છે કે ટ્રેલરમાં તેને ઓળખવી મુશ્કેલ છે.
ફિલ્મમાં લારા દત્તાનો દમદાર અંદાજ જોવા મળશે. આ ફિલ્મમાં તે વડાપ્રધાન ઇન્દિરા ગાંધીની ભૂમિકા ભજવી રહી છે. આ ભૂમિકાને મજબૂત બનાવવા માટે લારાએ ઘણી મહેનત કરી છે. આ ભૂમિકા માટે લારાએ પ્રોસ્થેટિક્સ મેકઅપનો સહારો લીધો છે. લારા અને તેના મેકઅપ કલાકારની સોશિયલ મીડિયા પર ખૂબ પ્રશંસા થઈ રહી છે. ઘણાં લોકો કહે છે કે લારા ઈન્દિરા ગાંધીના રૂપમાં એકદમ પરફેક્ટ લાગી રહી છે અને તેણે તેમનો અંદાજ અને સ્વરૂપ હૂબહૂ અપનાવી લીધો છે. લારા ટ્વિટર પર ટ્રેન્ડ કરવા લાગી. લોકોનું કહેવું છે કે મેકઅપ આર્ટિસ્ટને આ લુક માટે નેશનલ એવોર્ડ મળવો જોઈએ. લોકોને વિશ્વાસ નહોતો થઈ રહ્યો કે પ્રધાનમંત્રીની ભૂમિકામાં લારા દત્તા છે.
ટ્રેલરમાં જબરદસ્ત એક્શનથી ભરપૂર સીન્સ દર્શકોમાં એક્સાઈટમેન્ટ પેદા કરી રહ્યાં છે. ખાસ વાત એ છે કે અક્ષય કુમારની આ ફિલ્મ 3Dમાં રિલીઝ થવા જઈ રહી છે. આ સમાચારની પુષ્ટિ કરતા અક્ષય કુમારે તેને 3Dમાં રજૂ કરવાની જાહેરાત કરી છે. આ સમાચાર શેર કરતા અક્ષય કુમારે પોતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર શેર કર્યો છે. વીડિયો શેર કરતાં અક્ષયે લખ્યું, '19 ઓગસ્ટે સંપૂર્ણ ફીલ સાથે થ્રિલ અનુભવ કરજો. બેલ બોટમ પણ 3Dમાં આવી રહી છે.