Holi 2020 / ગુજરાતના આ મંદિરમાં પગરખા છોડી જવાની માન્યતા

ડાકોરમાં મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા છે. અત્યારસુધીમાં 5 લાખથી વધુ ભક્તો દર્શન કરવા પહોંચ્યા છે. ત્યારે ભક્તો પગરખાને પનોતી સ્વરૂપે માનતા હોય છે જેને લઇ ભક્તો પગરખા પહેરીને તો આવે છે પરંતુ જૂના પગરખા સાથે લઇને નથી જતા. અને પગરખાને યાત્રાધામમાં જ છોડીને ઘરે જાય છે. જેને લઇ ડાકોર મંદિર પ્રશાસન દ્વારા સરેરાશ ત્રણ ટ્રક પગરખા એકઠા કરવામાં આવે છે જેને બાદમાં કચરાની જગ્યાએ નિકાલ કરી દેવામાં આવે છે. તો બીજી બાજુ જુના પગરખા મૂકીને ભક્તો ડાકોરના બજારોમાંથી નવા પગરખા લેતા બજારોમાં પણ વેપાર વધે છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ