બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ધર્મ / ગુજરાત / અન્ય જિલ્લા / belief about Chotila Dungar why no one stays on Dungar at night

રસપ્રદ / રાત પડતાં જ કેમ ખાલી કરી દેવાય છે ચોટીલા પર્વત? આજે પણ ભક્તો માને છે આ દંતકથા

Khyati

Last Updated: 12:41 PM, 13 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક મિનિટ ભક્તો વિના સુનુ ન રહે તે ધાર્મિક સ્થળ સાંજની આરતી થયા બાદ થઇ જાય છે સૂમસામ, ચોટીલા વાળી મા ચામુંડા હાજરાહજુર હોવાની ભક્તોમાં પ્રબળ શ્રદ્ધા

  • ગુજરાતનું પવિત્રધામ ચોટીલાની દંતકથા
  • જ્યાં આજે પણ ડુંગર પર આવે છે સિંહ
  • સાંજની આરતી પછી મંદિર થઇ જાય છે સૂમસામ


સુરેન્દ્ર નગર જિલ્લામાં આવેલુ ચોટીલાધામ. અહીં 64 જોગણીમાના એક અવતાર એવા ચામુંડા મા બિરાજે છે. 1હજાર 173 ફૂટ ઊંચાઇ પર બિરાજિત ચામુંડા મા એ  હિંદુઓના કુળદેવી છે.  પૂનમના દિવસે અહીં પગ મૂકવાની પણ જગ્યા ન હોય. આખા ગુજરાતમાં ક્યાંય ક્યાંયથી લોકો માતાજીના દર્શન કરવા ચોટીલા આવે છે. અંદાજિત એક હજાર જેટલા પગથિયા ચઢીને  જઇએ ત્યારે માતાજીના દર્શન થાય છે. ડુંગરની ટોચ પર માતાજીનું સ્થાન છે. ત્યારે આજે આપણે જાણીએ ચોટીલા મંદિર સાથે જોડાયેલી કેટલીક દંતકથા, અને રોચક ઇતિહાસ વિશે.

ચામુંડા નામ કેવી રીતે પડ્યુ ?

હજારો વર્ષ પહેલાની આ વાત છે. જ્યારે પૃથ્વી પર ચંડ અને મુંડ નામના રાક્ષસો હતા. આ બંને રાક્ષસોએ લોકોનું જીવવુ હરામ કરી નાંખ્ય હતું. પ્રજા ત્રાહિમામ પોકારી ઉઠી હતી તેમજ રાક્ષસો ઋષિ મુનિઓને પણ ખૂબ ત્રાસ આપતા.  એક દિવસ બધા લોકો અને ઋષિમુનિઓએ ભેગા થઇને  આ રાક્ષસોથી બચવા માટે માતાજીની આરાધના કરવાનું શરુ કર્યુ. ઋષિમુનિઓએ યજ્ઞ કરીને માતાજીનુ આહ્વાન કર્યુ અને હવન કુંડમાંથી એક ચમત્કારિક રીતે આદ્ય શક્તિ પ્રગટ થયા. આ મહાશક્તિએ ચંડ અને મુંડ નામના બંને રાક્ષસોનો વધ કર્યો ત્યારથી આ મહાશક્તિ ચામુંડા તરીકે ઓળખાય છે.

શું છે માન્યતા ?

ગુજરાતમાં યાત્રાધામો પૈકી એક પૌરાણિક યાત્રાધામ ચોટીલા ચામુંડા માતાજીનું મંદિર છે.  એવુ પણ કહેવાય છે કે ચામુંડા એ તાંત્રિકની દેવી પણ છે. જો કોઇ તમારી પર મેલી વસ્તુનો પ્રયોગ કરીને તમને હેરાન કરતુ હોય તો ચામુંડા માતાનું નામ લેવાથી ખરાબ તત્વોનો  નાશ થાય છે.  વળી એવી પણ માન્યતા છે કે જે સ્ત્રીના વાળ ખૂબ જ ખરતા હોય તો માતાજીને ખોટો ચોટલો ચઢાવવાથી માનતા રાખે તો તેના વાળ લાંબા અને ઘટાદાર બની જાય છે.  ચોટીલામાં યાત્રાળુઓ દૂર દુરથી દર્શન કરવા માટે આવે છે ચામુંડા માતાજી એ બધાની મનોકામના પૂર્ણ કરે છે ઘણા લોકો તો દૂરથી પગપાળા માતાજીના દર્શન કરવા માટે આવે છે.અહીં આવનાર ભક્તોને માતાજી હાજરાહજુર હોવાનો અનુભવ થાય છે.

ચોટીલા ડુંગર પર સાંજની આરતી બાદ કેમ કોઇ રોકાતુ નથી ?

ચોટીલામાં રોજના હજારો ભક્તો માતાજીના દર્શન કરવામાં આવે છે. વહેલી સવારથી સાંજની આરતી સુધી ડુંગર પર ભક્તોની અવર જવર રહે છે. પરંતુ સાંજની આરતી બાદ  પૂજારી સહિત તમામ લોકો ડુંગર પરથી નીચે ઉતરી જાય છે. મંદિરમાં પૂજારી પણ રોકાતા નથી. માત્ર માતાજીની મૂર્તિ સિવાય કોઇ પણ મનુષ્ય ત્યાં ફરકતુ નથી. એની પાછળ લોકોમાં એક એવી માન્યતા છે કે  આજના દિવસે પણ કાલભૈરવ સાક્ષાત મંદિરની બહાર ચોકી કરે છે. માતાજીની રક્ષા કરે છે.  સાથે એમ પણ કહેવાય છે કે રાત્રે ડુંગર પર સિંહ પણ ફરતો જોવા મળે છે. માત્ર નવરાત્રિના દિવસોમાં જ પૂજારી સહિત પાંચ વ્યક્તિઓને ડુંગર પર રહેવાની માતાજીએ મંજૂરી આપી છે. મહત્વનું છે કે ચામુંડાની સિંહ પર સવારી છે.  એક હાથમાં  ત્રિશૂલ અને તલવાર જેવા શસ્ત્રો હોય છે. મા ચામુંડાનો નિવાસ વડના વૃક્ષ પર હોવાનું મનાય છે.  

ચોટીલા ડુંગરના ટ્રસ્ટનું શું છે કહેવુ ?

ચોટીલા ડુંગર ટ્રસ્ટના અમૃતગિરિ દોલતગિરિ ગોસાઇએ જણાવ્યું કે, ડુંગર ઉપર જો રાત્રિ રોકાણ થાય તો તેની પવિત્રતા ન જળવાય એટલા માટે રોકાણ શક્ય નથી. અને કોઇએ પણ રાત્રિ રોકાણ કરવાનું રહેતું નથી અને અમે પણ રાત્રે રોકાતા નથી.

સંકળાયેલા મુદ્દાઓ

chotila surendranagar ચામુંડા માતા ચોટીલા માન્યતા રસપ્રદ ઇતિહાસ શ્રદ્ધાળુઓ સિંહ surendranagar
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ