Being a husband between two wives, you are shocked to know that such a solution is done
OMG /
બે પત્નીઓ વચ્ચે એક જ પતિ હોવાથી સેક્સ કરવા માટે કર્યો આવો કોન્ટ્રાક્ટ, પછી પતિના થયા આવા હાલ
Team VTV01:35 PM, 20 Jan 20
| Updated: 10:29 PM, 20 Jan 20
ઝારખંડના રાંચી શહેરમાં રાજેશ કુમાર નામના એક શખ્સે પોતાની પ્રથમ પત્ની હોવા છતાં બીજી મહિલા સાથે સબંધ બાંધ્યા અને ત્યારબાદ તેમની સાથે લગ્ન કર્યા. પ્રથમ પત્નીનો વિરોધ અને બીજી પત્ની પોલીસ સ્ટેશન પહોચતાં એક અલગ પ્રકારનો ઉકેલ કર્યો.
ઝારખંડમાં એક નવીનત્તાભર્યો મામલો સામે આવ્યો છે. એક પતિનો બે પત્નીઓ સાથે 3-3 દિવસ સાથે રહેવાનો કોન્ટ્રેક્ટ તૂટતા બીજી પત્ની પોલીસ સ્ટેશન પહોચી અને કહ્યું કે જ્યાં સુધી ન્યાય નહીં મળે ત્યાં સુધી પોલીસ સ્ટેશનથી નહીં જાઉં. આ ઘટના ઝારખંડના રાંચી શહેરનો છે.
રાજેશ કુમાર નામના આ શખ્સે પોતાની પ્રથમ પત્ની હોવા છતાં બીજી મહિલા સાથે સબંધ બાંધ્યા અને ત્યારબાદ તેમની સાથે લગ્ન કર્યા.
પ્રથમ પત્નીનો વિરોધ અને બીજી પત્ની પોલીસ સ્ટેશન પહોચતાં એક અલગ પ્રકારનો ઉકેલ કર્યો. પરંતુ થોડો સમય બરાબર ચાલ્યું. પરંતુ હવે આ ઉકેલને લઈને નવો વિવાદ ઉભો થયો છે. અને બીજી પત્ની પોલીસ સ્ટેશનમાં જ ધરણા પર બેસી ગઈ હતી.
સમગ્ર મામલો તેમ છે કે પ્રથમ પત્ની અને બીજી પત્નીએ એક ઉકેલ કર્યો છે કે બંને સાથે અઠવાડિયામાં 3-3 દિવસ રહેશે.