beijing will never tolerate taiwans separation from china rift stiffens as taiwanese president swears in for second term
વિવાદ /
આ દેશ પર ફરી ભડક્યું ચીન, કહ્યું અલગ થવું બિલકુલ નહીં ચલાવી લઇએ
Team VTV09:24 PM, 20 May 20
| Updated: 09:25 PM, 20 May 20
તાઇવાનની સ્વાયત્તતા પર એકવાર ફરી ચીન તરફથી કડક નિવેદન આવ્યું છે. બુધવારે તાઇવાનના રાષ્ટ્રપ્રમુખ ત્સાઇ ઇન્ગ-વેનના બીજા કાર્યકાળનો પદભાર સંભાળવાના અવસરે તાઇવાનમાં ચીનના એક પ્રવક્તાએ કહ્યું કે ચીન ક્યારેય તાઇવાનના મુખ્યભૂમિથી અલગ થવાને 'સહન નહીં કરે'.
તાઇવાનની સ્વાયત્તતા પર એકવાર ફરી ચીન તરફથી કડક નિવેદન આવ્યું
ચીન સમય-સમય પર તાઇવાનને મુખ્યભૂમિમાં જોડી દેવાની વકાલત કરતું રહ્યું છે
ચીન લોકશાહી રૂપે સ્વાયત્ત દ્વીપ તાઇવાનને પોતાના ક્ષેત્રનો ભાગ માને છે અને સમય-સમય પર તાઇવાનને મુખ્યભૂમિ ચીનમાં જોડી દેવાની વકાલત કરતું રહ્યું છે, પછી તેના માટે તેણે સૈન્ય બળનો જ કેમ ઉપયોગ ન કરવો પડે.
ચીનની સરકારી એજન્સી શિન્હુઆ મુજબ, તાઇવાન અફેયર્સ ઓફિસમાં ચીનના પ્રવક્તા મા જ્ઞાઓગુઆંગે કહ્યું કે ચીનની પાસે પોતાની રાષ્ટ્રીય સંપ્રભુતા અને ક્ષેત્રીય અખંડતાની સુરક્ષા કરવા માટે પુરતી ક્ષમતા છે.
પ્રવક્તાએ કહ્યું કે બીજિંગ 'ક્યારેય પણ અલગાવવાદી પ્રવૃત્તિઓ અથવા તો ચીનની આંતરિક રાજનીતિમાં દખલ આપી રહેલી બહારની શક્તિઓને સહન નહીં કરે.'
તેઓએ કહ્યું કે ચીન હંમેશાથી એક શાંતિપૂર્ણ ઐક્ય માટે જગ્યા બનાવવા ઇચ્છતુ રહ્યું છે પરંતુ અમે કોઇપણ પ્રકારના તાઇવાની અલગાવવાદીઓની ગતિવિધિઓને કોઇ જગ્યા નહીં આપીએ. મા જ્ઞાઓગુઆંગે તાઇવાન માટે 'One Country, Two System' રાજકીય ઢાંચાની પણ વકાલત કરી, જેના હેઠળ ચીન અર્ધ સ્વાયત્ત હૉન્ગકોન્ગ શહેર પર શાસન કરે છે.
નોંધનીય છે કે તાઇપેઇમાં સ્થિત પ્રેસિડેન્શિયલ પેલેસના એક સમારોહમાં પ્રેસિડેન્ટ ત્સાઇએ બુધવારે પોતાના બીજા અને અંતિમ કાર્યકાળ માટે શપથ લીધા. ત્સાઇ ચીનને પસંદ કરતી નથી કેમકે તે તાઇવાનને સ્વતંત્ર દેશ રૂપે જુએ છે, નહીં કે ચીનના ભાગ રૂપે.