બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદના સમાચાર / તમારા કામનું / તમારા બાળકનું વર્તન બદલાઈ રહ્યું છે? તો એને હોઈ શકે છે આ સિન્ડ્રોમ, ગુજરાતમાં કેસમાં થયો 30 ટકાનો વધારો

મોન્સ્ટર મોબાઈલ / તમારા બાળકનું વર્તન બદલાઈ રહ્યું છે? તો એને હોઈ શકે છે આ સિન્ડ્રોમ, ગુજરાતમાં કેસમાં થયો 30 ટકાનો વધારો

Nidhi Panchal

Last Updated: 03:21 PM, 10 August 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોવિડ દરમિયાન તો બાળકોને આપણે મોબાઈલ પર ભણતાય કરી દીધા, અને જાતે જ મોબાઈલની આદત પાડી. ઘણા મા-બાપ બાળક રડતું હોય, જમતું ન હોય, તો તેને મોબાઈલ પકડાવી દે છે. પરંતુ ડૉક્ટર્સના કહેવા પ્રમાણે માતા-પિતાની આ ટેવ બાળકનું આખું જીવન બગાડી શકે છે.

જો તમારૂ બાળક એની ઉમર કરતા પણ વધારે મેચ્યોર વર્તન કરે છે, તો ચેતવાની જવાની જરૂર છે. કારણે કે, બાળકનું આ પ્રકારનું વર્તન આગળ જતા મોટી બીમારીમાં ફેરવાઈ શકે છે. માત્ર મેચ્યોર જ નહીં, જો તમારું બાળક કંઈક વિચિત્ર વર્તન કરે છે, તેની ઉમરના બાળકો કરતા જુદી રીતે વર્તે છે, તો પણ સાવચેત થવાની જરૂર છે. બાળકોના આવા વર્તન પાછળની મૂળ સમસ્યા મોબાઈલ છે. મોબાઈલનો ઉપયોગ જબરજસ્ત વધી ગયો છે. મોબાઈલ જેટલા કામ સરળ બનાવે છે, એટલી જ રીતે તેના નુક્સાન પણ છે.કોવિડ દરમિયાન તો બાળકોને આપણે મોબાઈલ પર ભણતાય કરી દીધા, અને જાતે જ મોબાઈલની આદત પાડી. ઘણા મા-બાપ બાળક રડતું હોય, જમતું ન હોય, તો તેને મોબાઈલ પકડાવી દે છે. પરંતુ ડૉક્ટર્સના કહેવા પ્રમાણે માતા-પિતાની આ ટેવ બાળકનું આખું જીવન બગાડી શકે છે. કોવિડ દરમિયાન તો બાળકોને આપણે મોબાઈલ પર ભણતાય કરી દીધા, અને જાતે જ મોબાઈલની આદત પાડી. ઘણા મા-બાપ બાળક રડતું હોય, જમતું ન હોય, તો તેને મોબાઈલ પકડાવી દે છે. પરંતુ ડૉક્ટર્સના કહેવા પ્રમાણે માતા-પિતાની આ ટેવ બાળકનું આખું જીવન બગાડી શકે છે. કારણ કે, મોબાઈલને લીધે બાળકોમાં બિહેવિયર ચેન્જ નામનો સિન્ડ્રોમ જોવા મળે છે.

અહીં થાય છે શરૂઆત

1

નાના બાળકો મોબાઈલ પર ગેમ રમતા હોય છે, યુટ્યુબ જોતા હોય છે. પણ આ ટેવ હાનિકારક હોય છે. બિહેવિયર ચેન્જની બીમારીની શરૂઆત મોબાઈલને કારણે જ થતી હોય છે. મનોચિકિત્સકના કહેવા અનુસાર 12થી લઇને 22 વર્ષ સુધી બાળકનો માનસિક વિકાસ થતો હોય છે. એટલે તે ઉંમરમાં બાળકોને અલગ અલગ એકટિવીટી કરવા માટે કોચિંગ કલાસીસમાં મુકતા હોઇએ છે. પણ છેલ્લા 5 થી 6 વર્ષમાં બાળકોને તેમના માતા પિતા નાની ઉમરમાં જ મોબાઇલ આપી દેતા હોય છે. મોબાઇલમાં અનેક વસ્તુ આવતી હોય છે જે તેમની ઉમરમાં જોવી ના જોઇએ અને તે વસ્તુ પણ બાળકો જોઇ લે છે. જેમ કે પોનોગ્રાફી જેવી અશ્લીલ વસ્તુઓ જે 14 વર્ષના બાળકે જોવી ના જોઇએ તો પણ તે જોઇ લે છે. જેના કારણે નાના બાળકો ત્યારબાદ એ જ વસ્તુથી તેમની માનસિક મનોગ્રંથી બાંધીને એ વસ્તુ કરવા માટેના અલગ અલગ રસ્તા શોધતા હોય છે. ક્યાં તો એ જ વસ્તુને જોવાની લત લાગતી હોય જેના કારણે તે તેમના રોજીંદા જીવનમાં જે એકટિવિટી કરતા હોય છે તે નથી કરતા સાથે તેની અસર તેમના ભણતરમાં પણ પડે છે. જેના લીધે તેમના બિહેવિયરમાં ચેન્જ દેખાતો હોય છે. બસ આ જ રીતે આ બીમારીની શરૂઆત થાય છે.

આ ઉંમરના બાળકોમાં દેખાય છે લક્ષણ

SM_3

અમદાવાદના પ્રખ્યાત મનોચિકિત્સક નિલય પટેલના કહેવા પ્રમાણે,'અત્યારના સમયમાં 14 થી લઇને 22, 23 વર્ષના બાળકોમાં બિહેવિયર ચેન્જ બીમારી બહુ જ વધી રહી છે. બિહેવિયર ચેન્જ એટલે કે તમારુ બાળક સામાન્ય રીતે જે વર્તન કરતા હોય તેનાથી વિપરીત વર્તન કરે, સાથે એવી વસ્તુ જે તેમની ઉમરમાં ના કરવી જોઇએ અને તે કરે છે. તો તેને બિહેવિયર ચેન્જ બિમારી કહેવામાં આવે છે. અત્યારે આ બીમારી પહેલા કરતા ગુજરાતમાં 30 થી 40 ટકા વધી ગઇ છે. અને ખાસ કરીને આ બીમારીમાં માતા પિતાને પણ નથી ખબર હોતી કે તેમના બાળકને બિમારી થઇ છે. જેના આપણે ડૉક્ટરને નથી બતાવતા અને, બીમારી વધી જતી હોય છે અને મોટુ સ્વરૂપ લે છે. સાથે આ બીમારી આગળ જતા માનસ્કિ બિમારીનું રૂપ ધારણ કરી શકે છે.

SM_2

છોકરો પહેલા હોંશિયાર હતો પણ હવે ચેન્જ થયો!

મનોચિકિત્સક નિલય પટેલે તેમના એક કેસની વાત કરી જેમાં બાળક 11માં ધોરણમાં ભણતો હતો. તેમના માતા પિતાના કહેવા મુજબ નાનપણથી તેમનો બાળક એક હોંશિયાર વિદ્યાર્થી હતો અને અચાનક જ એકદમ ભણવામાં પાછળ પડી ગયો. ડૉક્ટર તે વિદ્યાર્થીને મળ્યા તો જાણવા મળ્યું કે તેમના બાળકને મોબાઇલની લત લાગી ગઇ છે જેનું કારણ પણ ડોક્ટર દ્વારા મા-બાપને પૂછવામાં આવ્યુ તો તેમને કહ્યું કે કોરોના મહામારી દરમિયાન જ તેને મોબાઇલની લત લાગી ગઇ હતી. ભણવાના સમય બાદ પણ તે આખો દિવસ મોાઇલમાં જ સમય પસાર કરતો હતો. આ જ મહત્વનું કારણ છે કે તેમના બાળકને બિહેવિયર ચેન્જની બીમારી લાગી ગઇ છે. અને લગભગ વર્ષ થયું તે બાળકને આ બિમારીથી બહાર આવતા કારણે કે બાળકને આ ઉમરમાં બહુ સેન્સિટિવ હોય છે જેના કારણે તેમને બહુ પ્રેમ આપીને આનાથી દૂર કરવો પડે છે. ડૉક્ટરના કહેવા પ્રમાણે 14થી 22 વર્ષના ટીનેજર્સ અને યુવાનોમાં આ બીમારી ખાસ જોવા મળી રહી છે.

PROMOTIONAL 9

બાળકમાં આ બીમારીના લક્ષણ દેખાઇ છે તો શું કરવું જોઇએ?

વધુ વાંચો : Sunroof વાળી કાર લેવાનું વિચારી રહ્યાં છો? તો પહેલા આ 3 સમસ્યાઓ વિશે જાણી લેજો

જો તમારું બાળક પણ આ જ પ્રકારે બિહેવિયર કરી રહ્યું છે તો ડૉ. નિલય પટેલના કહેવા અનુસાર તમારા બાળકને મોબાઇલ માટેનો સમય સેટ કરીને રાખો. જેનાથી તેને એમ ના લાગે કે મારા પર કોઇ બંધન રાખ્યું છે. દિવસમાં એક સમય એવો રાખવો જેમાં બાળક સાથે તમે સમય પસાર કરી શકો અને ઇન હાઉસ ગેમ અથવા તો વાતચીત કરી શકો જેનાથી બાળકને મજા આવશે અને તેનું બોન્ડિંગ પણ તમારી સાથે વધી જશે. બાળકને જે મોબાઇલ આપો છો તેની હિસ્ટ્રી પણ જોવાનું રાખવું જોઇએ સાથે શું તમારું બાળક જોઇ રહ્યુ છે તેનું પણ ધ્યાન રાખવાનું હોય છે. પણ બાળકને ખ્યાલ ના આવે એ પ્રકાર આ ધ્યાન રાખવાનું હોય છે. જો બાળક કોઇ એવી વસ્તુ જોવે છે, જે એની ઉમરમાં ના જોવી જોઇએ, તો તેને શાંતિથી બેસીને શીખવવું જોઇએ. તેની સાથે ગુસ્સામાં કે ઉંચા અવાજે વાત કરવાના બદલે સમજાવટથી કામ લો. ગુસ્સો બાળકને રિબેલિયસ બનાવી શકે છે. તેનાથી તે જે ના પાડો છો, તે કામ પહેલા કરશે. અને જો આ બધી વસ્તુ બાદ પણ બાળકનો બિહેવિયર ચેન્જ લાગતો હોય તો તરત જ કોઇ પણ મનોચિકિત્સકને બતાવવું જરૂરી છે. જેનાથી બીમારી વધે નહીં અને તેનો ઇલાજ તરત જ થઇ જાય.

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Mobile children Behaviour
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ