beginning of hindu new year chaitra chand 2023: zodiac signs and their future
પાંચ રાશિઓના અચ્છે દિન /
આજથી હિન્દુ નવવર્ષ શરૂ: તમારી રાશિ પ્રમાણે જાણો કેવું રહેશે તમારું આગામી વર્ષ
Team VTV05:04 PM, 21 Mar 23
| Updated: 07:15 AM, 22 Mar 23
આજથી હિન્દુ નવું વર્ષ વિક્રમ સંવત 2080 શરુ થયું છે. નવા વર્ષની સાથે આ રાશિનાં જાતકોને શું લાભ થશે તે જાણો.
નવા વર્ષમાં આ રાશિના જાતકોને થશે આર્થિક લાભ
આ રાશિના જોતકોએ ખર્ચથી રહેવુ પડશે સાવધાન
સ્વાસ્થ્ય વિશે વધુ લેવી પડશે સંભાળ
આજથી હિન્દુ નવું વર્ષ વિક્રમ સંવત 2080 શરુ થયું છે. દરેક અત્યારના સમયમાં દરેક વ્યક્તિને ચિંતા હોય છે કે તેનું નવું વર્ષ કેવું જશે. તો આવો જ્યોતિષ શાસ્ત્ર આધારીત જાણીએ કે આ નવા વર્ષે કઇ રાશિઓના જાતકોના જીવનમાં બદલાવ આવશે.
મેષ રાશિઃ હિન્દુ નવાવર્ષમાં મેષ રાશિના જાતકોના ખર્ચમાં વધારો થઇ શકે છે. વ્યાપારમાં નુકસાન ભોગવવું પડી શકે છે. આ સાથે જ દુર્ઘટનાઓથી સાવધાન રહેવુ.
મિથુન રાશિઃ મિથુન રાશિના જાતકોને કરિયરમાં શુભ પરિણામ મળશે. પ્રમોશન મળવાની સંભાવના છે. કારોબારમાં સફળતાના પણ યોગ બનતા જોવા મળી રહ્યા છે.
કર્ક રાશિઃ હિન્દુ નવુ વર્ષ 2080 કર્ક રાશિવાળા જાતકો માટે ધન લાભ લઇને આવશે. નોકરી તથા વ્યવસાયમાં સફળતા મળશે.
સિંહ રાશિઃ નવુ સંવત સિંહ રાશિના જાતકો માટે આર્થિક લાભ આપશે. પૈતૃક સંપત્તિનો લાભ મળશે તે સાથે આવકના સાધનમાં વધારો થશે.
કન્યા રાશિઃ આ વર્ષ વિદ્યાર્થીઓએ મહેનત કરવાની છે. બિઝનેસમાં થોડા સાવચેત રહેવું, વ્યાપાર સંબંધિત યાત્રા કરવાના યોગ બને છે.
તુલા રાશિઃ હિન્દુ નવા વર્ષમાં આ રાશિના જાતકોને શુભ પરિમાણ મળશે. જરુરી લક્ષ્યો મેળવવામાં સફળતા મળશે. રોગ-બીમારીઓથી ખાસ બચવું.
વૃશ્ચિક રાશિઃ વિક્રમ સંવત 2080 તમારી રાશિ માટે થોડી મુશ્કિલ લાવી શકે છે. દેવુ કરવાથી બચવુ અને ખર્ચ પર ખાસ નિયંત્રણ રાખવું.
ધન રાશિઃ નવા સંવંતમાં આવકના સ્ત્રોત વધશે, આર્થિક તંગીથી બચવાનો પ્રયત્ન કરવો. પરિવાર સાથે સારો સમય વિતાવો.
મકર રાશિઃ નવા વર્ષમાં ફાલતુ ખર્ચ થવાની સંભાવના છે. ઇન્વેસ્ટ કરવામાં ધ્યાન રાખો. વ્યાપારીક નુકશાન પણ ભોગવવું પડી શકે છે.
કુંભ રાશિઃ કાર્યક્ષેત્રમાં તમને આર્થિક લાભ થવાની શક્યતા છે. પરંતુ સાથે ખર્ચમાં વધારો થશે. સ્વાસ્થ્યને લગતી મુશ્કેલી આવી શકે છે.
Disclaimer: અહીં આપેલી માહિતી માત્ર અનુમાન અને માહિતી પર આધારિત છે. આથી અત્રે અહીં ઉલ્લેખ કરવો જરૂરી છે કે VTV ગુજરાતી આવી કોઈ પણ પ્રકારની માહિતીની પુષ્ટિ કરતું નથી. કોઈપણ માહિતી અથવા માન્યતાને અમલમાં મૂકતા પહેલા તેના વિશે વધુમાં માહિતી મેળવવી તેમજ સંબંધિત નિષ્ણાંતની સલાહ લેવી જરૂરી.