બ્રેકિંગ ન્યુઝ
VTV / ધર્મ / Daily Horoscope / સારા દિવસોની શરૂઆત! પિતૃ પક્ષમાં બુધનું કન્યા ગોચર, 6 રાશિઓને ટનાટન લાભ
Last Updated: 09:15 PM, 18 September 2024
Pitru Paksha Budh Gochar 2024: પિતૃ પક્ષ 18મી સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર સુધી ચાલશે. પિતૃ પક્ષ દરમિયાન ગ્રહોનો રાજકુમાર બુધ રાશિ પરિવર્તન કરશે. બુધના રાશિચક્રમાં પરિવર્તન તમામ 12 રાશિઓને અસર કરશે. જાણો બુધના કન્યા રાશિમાં ગોચરથી કઈ રાશિઓને થશે ફાયદો.
ADVERTISEMENT
ગ્રહોનો રાજકુમાર બુધ સિંહ રાશિમાંથી બહાર નીકળીને 23 સપ્ટેમ્બર 2024ના કન્યા રાશિમાં પ્રવેશ કરશે. આ સમયે પિતૃ પક્ષ ચાલી રહ્યો છે. પિતૃ પક્ષ 18 સપ્ટેમ્બરથી 2જી ઓક્ટોબર સુધી ચાલશે. કન્યા રાશિમાં બુધનું ગોચર દેશ-દુનિયા તેમજ માનવજીવન પર અસર કરશે. બુધનું કન્યા ગોચર કેટલીક રાશિઓ માટે શુભ અને અન્ય રાશિઓ માટે સામાન્ય રહેશે. જ્યોતિષશાસ્ત્રનું માનીએ તો કન્યા રાશિમાં બુધનું ગોચર છ રાશિઓ માટે શુભ રહેશે. આ રાશિના જાતકોને બુધના ગોચરના સમયગાળા દરમિયાન સકારાત્મક પરિણામ મળશે.
ADVERTISEMENT
આ 6 રાશિઓને આપશે વિશેષ લાભ
કન્યા રાશિનો શાસક ગ્રહ બુધ છે. આવી સ્થિતિમાં બુધનું તેના પોતાના રાશિમાં ગોચર ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જ્યોતિષશાસ્ત્રના જાણકારોનું માનીએ તો અશ્વિન કૃષ્ણ પક્ષની ષષ્ઠી તિથિ, 23 સપ્ટેમ્બર 2024, સોમવારે સવારે 09:30 વાગ્યે બુધ કન્યા રાશિમાં પ્રવેશ કરશે.
કન્યા રાશિમાં બુધનું ગોચર વૃષભ, મિથુન, કન્યા, વૃશ્ચિક, ધનુ અને મકર રાશિના લોકો માટે સારું રહેશે. કન્યા રાશિમાં બુધના ગોચરથી આ રાશિના લોકોને સકારાત્મક પરિણામ મળશે. બુધના પ્રભાવને કારણે આ રાશિના જાતકોને નોકરીમાં પ્રમોશન મળવાની સંભાવના છે. આર્થિક રીતે સમૃદ્ધ રહેશે. વેપાર કરનારાઓ માટે આ સમયગાળો સાનુકૂળ રહેશે. જીવનમાં ખુશીઓ આવશે.
આ પણ વાંચોઃ જ્યોતિષ / પ્રેમના દિવસો પરત! આ 5 રાશિના જાતકો માટે ઓકટોબર મહિનો રહેશે રોમેન્ટિક
બુધનું તુલા રાશિમા ગોચર- 10 ઓક્ટોબરે બુધ કન્યા રાશિમાંથી બહાર નીકળીને તુલા રાશિમાં પ્રવેશ કરશે. તુલા રાશિમાં બુધનું ગોચર દેશની સાથે-સાથે માનવજીવનને પણ અસર કરશે.
(DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી vtvgujarati.com નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.)
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.