બ્રેકિંગ ન્યુઝ
VTV / સ્પોર્ટસ / Olympics 2024 / વિનેશ ફોગાટ પહેલા આ ખેલાડીને કોર્ટમાંથી મળ્યો ન્યાય, હારીને પણ જીત્યો બ્રોન્ઝ મેડલ
Last Updated: 05:58 PM, 11 August 2024
વિનેશ ફોગાટે અયોગ્યતા અંગે CASમાં અરજી કરી છે. તેમના વતી ભારતના જાણીતા વકીલ હરીશ સાલ્વેએ તેમનો પક્ષ રાખ્યો છે. આ અરજીમાં તેણે સંયુક્ત સિલ્વર આપવાની માંગ કરી છે. જો કે CAS એ તેમની સમક્ષ અન્ય એથ્લેટની અરજી સાંભળી અને ઓલિમ્પિકના નિર્ણયને પલટી નાખ્યો હતો.
ADVERTISEMENT
ભારતીય કુસ્તીબાજ વિનેશ ફોગાટે પેરિસ ઓલિમ્પિકમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ફાઇનલમાં જગ્યા બનાવી. આ વખતે તેની પાસેથી ગોલ્ડ મેડલ જીતવાની આશા હતી. જોકે ફાઈનલ મેચ પહેલા માત્ર 100 ગ્રામથી વધુ વજન હોવાના કારણે તેને ગેરલાયક ઠેરવવામાં આવી હતી. ઈન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટી (IOC)એ તેને વજન ઘટાડવા માટે વધારાનો સમય પણ આપ્યો ન હતો. આ નિર્ણયને કારણે વિનેશ માત્ર ગોલ્ડ તો ઠીક પરંતુ સિલ્વર જીતવાથી પણ ચૂકી ગઈ, ત્યાર બાદ તેણે કોર્ટ ઑફ આર્બિટ્રેશન ફોર સ્પોર્ટ્સ (CAS)માં ન્યાય માટે અપીલ કરી. તેના કેસની સુનાવણી પૂર્ણ થઈ ગઈ છે અને 13 ઓગસ્ટ સુધીમાં ચુકાદો જાહેર કરવામાં આવશે. વિનેશ પહેલા CASએ રોમાનિયન જિમ્નાસ્ટ એના બાર્બોસુને ન્યાય આપ્યો છે. આ કારણે ભારતીય રેસલરની અપેક્ષાઓ પણ વધી ગઈ છે.
ADVERTISEMENT
રોમાનિયાની જિમ્નાસ્ટને બ્રોન્ઝ મળ્યો
અમેરિકાની જોર્ડન ચિલીસે પેરિસ ઓલિમ્પિકની મહિલા આર્ટિસ્ટિક જિમ્નેસ્ટિક્સ ફ્લોર ઈવેન્ટમાં 13.766 પોઈન્ટ સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. રોમાનિયાની એના બાર્બોસુ 13.700 પોઈન્ટ સાથે ચોથા ક્રમે રહી હતી. બાર્બોસુએ ચીલ્સને ખોટી રીતે પોઈન્ટ આપવા સામે CASને અપીલ કરી હતી. આ કેસમાં સુનાવણી પૂર્ણ થયા બાદ CASએ બાર્બોસુના ચેલેન્જને માન્ય રાખ્યો છે.
કોર્ટે માન્યુ હતું કે ઓલિમ્પિકના જજમેંટ પેનલે ખોટી રીતે પોઈન્ટ વધાર્યા હતા, જેના કારણે ચાઇલ્સ પાંચમાથી ત્રીજા સ્થાને પહોંચી ગઈ હતી. આ નિર્ણય પછી ચિલીઝના પોઈન્ટ ઓછા થઈ ગયા અને તે ફરી 13.666 પર પહોંચી હતી. આ રીતે CAS એ એના બાર્બોસુ સાથે ન્યાય કર્યો અને ફાઇનલમાં હાર્યા છતાં હવે ઇન્ટરનેશનલ જિમ્નેસ્ટિક ફેડરેશન (ફિગ) એ રોમાનિયન જિમનાસ્ટને બ્રોન્ઝ મેડલ અપાવ્યો છે.
વાસ્તવમાં જોર્ડન ચાઇલ્સને પ્રદર્શન દરમિયાન ફ્લોર પર કંઈક ગડબડી લાગી,આ પછી તેણે જજિંગ પેનલ સમક્ષ 'ડિગ્રી ઓફ ડિફિકલ્ટી' વિશે ફરિયાદ કરી. પેનલ તેમની વાત સાથે સંમત થઈ અને વધારાના પોઈન્ટ આપ્યા. બાદમાં એના બાર્બોસુએ આનો વિરોધ કર્યો. તેમનું માનવું હતું કે ફરિયાદ દાખલ કરવા માટે 1 મિનિટની સમયમર્યાદા છે. સમયમર્યાદા પછી ચાઇલ્સએ 'ડિગ્રી ઓફ ડિફિકલ્ટી'નો મુદ્દો ઉઠાવ્યો હતો, તેથી તેને પોઈન્ટ ન આપવા જોઇએ.
શું વિનેશ ફોગાટને સિલ્વર મળશે?
વિનેશ ફોગાટે અયોગ્યતા અંગે CASમાં અરજી પણ કરી છે. તેમના વતી ભારતના જાણીતા વકીલ હરીશ સાલ્વે પક્ષ રાખશે. આ અરજીમાં તેણે જોઇન્ટ સિલ્વર આપવાની માંગ કરી છે. જો CAS તેમની માંગ સ્વીકારે તો સિલ્વરની અપેક્ષા રાખી શકાય. સુનાવણી પછી ભારતીય ઓલિમ્પિક સંઘ (IOA) એ પોતાના પક્ષમાં નિર્ણયની આશા વ્યક્ત કરી છે. તમને જણાવી દઈએ કે વિનેશ કેસ પર CASનો નિર્ણય 13 ઓગસ્ટે આવવાનો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT
ટોપ સ્ટોરીઝ
સાંસદ સેક્સ સ્કેન્ડલ / લેડી બોસના સેક્સી કારનામા, ઓફિસના મર્દો સાથે બાંધ્યાં સંબંધો, ઓરલ કરાવ્યું
ADVERTISEMENT