બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મનોરંજન / Bollywood / બોલિવૂડ / અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીમાં ધમાલ મચાવવા આ સ્ટાર્સ થયા રવાના, 4 દિવસ સુધી ઈટાલીમાં યોજાશે ભવ્ય પાર્ટી

BOLLYWOOD / અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટીમાં ધમાલ મચાવવા આ સ્ટાર્સ થયા રવાના, 4 દિવસ સુધી ઈટાલીમાં યોજાશે ભવ્ય પાર્ટી

Last Updated: 09:07 PM, 27 May 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અગાઉ અંબાણી પરિવારે માર્ચની શરૂઆતમાં ગુજરાતના જામનગરમાં અનંત અને રાધિકા માટે ભવ્ય પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું હતું,

Anant Ambani Radhika Merchant Pre Wedding: ફરી એકવાર બોલિવૂડમાં થોડા દિવસો માટે સન્નાટો જોવા મળશે. તે એટલા માટે કારણ કે મુકેશ અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી અને તેની મંગેતર રાધિકા મર્ચન્ટના બીજા પ્રી-વેડિંગ ફંક્શન માટે તમામ મોટા સ્ટાર્સ ઈટાલી રવાના થઈ ગયા છે. એટલે કે અંબાણીના જશ્નમાં ફરી એકવાર તમને સ્ટાર્સથી ભરપૂર મેળાવડો જોવા મળશે.

અંબાણી પરિવારમાં ફરી એકવાર ખુશીનો માહોલ છે. ફરી એકવાર સ્ટાર્સનો મેળાવડાનો સુંદર નજારો જોવા મળશે. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટ માટે આ સેલિબ્રેશનનું આયોજન કરવામાં આવ્યું છે. બંને જુલાઈમાં લગ્ન કરવા જઈ રહ્યા છે, તેથી લગ્ન પહેલા મુકેશ અંબાણી અને નીતા અંબાણીએ તેમના પુત્ર અને ભાવિ પુત્રવધૂ માટે બીજી ભવ્ય પાર્ટી તૈયારી કરી છે. જ્યારે અગાઉ અંબાણી પરિવારે માર્ચની શરૂઆતમાં ગુજરાતના જામનગરમાં અનંત અને રાધિકા માટે ભવ્ય પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કર્યું હતું, ત્યારે આ વખતે વિદેશમાં ક્રૂઝ પર વર-કન્યાની બીજી પ્રિ-વેડિંગ ફંક્શન પાર્ટી યોજાઈ રહી છે. આ પાર્ટીમાં હાજરી આપવા માટે ઘણા સ્ટાર્સ પણ મુંબઈથી ઈટાલી જવા રવાના થયા છે. જુઓ આ યાદીમાં કોણ કોણ સામેલ છે.

radhika-anant-ambani

આલિયા-રણબીર

રણબીર કપૂર અને આલિયા ભટ્ટ પહેલીવાર તેમની પુત્રી રાહા સાથે એરપોર્ટ પર જોવા મળ્યા હતા. આલિયા અને રણબીર અંબાણીના દરેક ફંક્શનમાં હાજરી આપે છે. રણબીરને અંબાણીના મોટા પુત્ર આકાશ અંબાણી સાથે પણ ગાઢ મિત્રતા છે. આવી સ્થિતિમાં તેઓ અંબાણીના દરેક ફંકશનમાં હાજરી આપનાર પ્રથમ વ્યક્તિ છે. આ વખતે પણ તે પત્ની આલિયા અને પુત્રી રાહા સાથે અનંત-રાધિકાની ક્રૂઝ પાર્ટી માટે રવાના થયો છે. હાલમાં જ તે ઇટાલી જતા પહેલા મુંબઈના એક ખાનગી એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

સલમાન ખાન

અંબાણીની પાર્ટીમાં ધૂમ મચાવવા માટે સલમાન ખાન પણ નીકળી ગયો છે. તે એરપોર્ટ પર પણ જોવા મળ્યો હતો. આ દરમિયાન ભાઈજાન સફેદ શર્ટમાં ખૂબ જ હેન્ડસમ લાગી રહ્યા હતા.

anant-ambani--final.jpg

રણવીર સિંહ

રણવીર સિંહ પણ અનંત-રાધિકાના ફંક્શન માટે રવાના થઈ ગયો છે. જો કે તેની પત્ની અને અભિનેત્રી દીપિકા પાદુકોણ આ પાર્ટીમાં તેની સાથે જોડાઈ શકશે નહીં કારણ કે તે ગર્ભવતી છે.

એમ એસ ધોની

ક્રિકેટર એમએસ ધોની પણ તેની પુત્રી ઝીવા અને પત્ની સાક્ષી ધોની સાથે ઈટાલી જવા રવાના થઈ ગયો છે. ધોની તેના પરિવાર સાથે એરપોર્ટ પર જોવા મળ્યો હતો.

આ પણ વાંચોઃ મુનવ્વર ફારૂકી જ નહીં, તેની બીજી પત્ની પણ લઇ ચુકી છે તલાક, તેને છે 10 વર્ષની પુત્રી

ઈટલીના ક્રૂઝ પર થશે સેલિબ્રેશન

મુકેશ અંબાણીએ પોતાના દિકરા અને વહૂ માટે ઈટલીના ક્રૂઝ પર ગ્રાન્ડ પ્રી-વેડિંગ ફંક્શન રાખીને શાનદાર સરપ્રાઈઝ આપ્યું છે. આ ક્રૂઝ ઈટલીથી ફ્રાંસ સુધીની યાત્રા માટે નિકળશે અને આ સમય દરમિયાન અંબાણી પરિવાર સમુદ્રની વચ્ચે સેલિબ્રેશ કરતો જોવા મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

Radhika Merchant marraige Anant Ambani and Radhika Merchant anant ambani and radhika merchant wedding
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ