Team VTV09:25 PM, 30 Jul 21
| Updated: 08:33 PM, 01 Aug 21
ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીઓ ફરી વતન આવશે, 15 ઓગસ્ટ બાદ કેન્દ્રીંયમંત્રીઓ ગુજરાત આવશે, ગુજરાતમાંથી પાંચેય કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવી છે
ગુજરાતના કેન્દ્રીય મંત્રીઓ કરશે રાજ્યનો પ્રવાસ
કેન્દ્રીયમંત્રીઓ ગુજરાત આવશે
કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપાઇ
ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઈ ભાજપની તૈયારીઓ શરૂ થઈ ગઈ છે. ત્યારે ગુજરાતમાંથી કેન્દ્રીય મંત્રીઓ ફરી વતન આવી રહ્યા છે. આગામી 15 ઓગસ્ટ બાદ કેન્દ્રીંયમંત્રીઓ ગુજરાત આવશે. ગુજરાતમાંથી પાંચેય કેન્દ્રીય મંત્રીઓને ચૂંટણીલક્ષી જવાબદારી સોંપવામાં આવી છે. જેમાં વિધાનસભા ચૂંટણીને લઈને મંત્રીઓને જિલ્લાવાઈઝ જવાબદારી અપાશે. આ હેઠળ મંત્રીઓ ગુજરાતનો પ્રવાસ કરી લોકસંવાદ કરશે. 16થી 19 ઓગસ્ટ સુધી મંત્રીઓ ગુજરાતનો પ્રવાસ કરશે.
કયા મંત્રીઓને કઈ જવાબદારી?
મંત્રી દર્શન જરદોશને દક્ષિણ ગુજરાતના 6 જિલ્લાની જવાબદારી