Before the elections in Gujarat, 7 Deputy Collectors have been transferred, the Revenue Department has ordered
જવાબદારી /
ગુજરાતમાં ચૂંટણી પહેલા 7 ડેપ્યુટી કલેક્ટરોની બદલી, મહેસુલ વિભાગે કર્યા આદેશ, જુઓ કયા કોનું ટ્રાન્સફર
Team VTV06:14 PM, 11 Oct 22
| Updated: 07:50 PM, 11 Oct 22
ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી પહેલા બદલીનો ઘાણવો યથાવત, વધુ 7 ડેપ્યુટી કલેક્ટરોની કરાઇ બદલી
રાજ્યમાં 7 ડેપ્યુટી કલેક્ટરોની બદલીના આદેશ
ચૂંટણી અગાઉ 7 ડેપ્યુટી કલેક્ટરોની બદલી
મહેસુલ વિભાગે બદલીના કર્યા આદેશ
રાજ્યના પોલીસ ખાતા બાદ હવે મહેસૂલ ખાતા દ્વારા પણ બદલીનો દોર શરૂ કરી દેવામાં આવ્યો છે. 23 સપ્ટેમ્બરના રોજ મહેસૂલ વિભાગે 42 ડેપ્યુટી કલેક્ટરના ટ્રાન્સફર અને 26 મામલતદારોના ડેપ્યુટી કલેક્ટર તરીકે પ્રમોશનના આદેશ આપ્યા હતા. જે બાદ ફરી રાજ્યમાં 7 ડેપ્યુટી કલેક્ટરોની બદલી કરી દેવામાં આવી છે.
જુઓ કયા કોનું ટ્રાન્સફર
મહેસુલ વિભાગે આર.કે પટેલની સાણંદના પ્રાંત અધિકારી તરીકે બદલી કરી છે જ્યારે તમન્ના ઝાલોડિયાને ગાંધીનગરમાં IORAમાં બદલી આપી છે. જે.એમ વાઘેલાને ભાવનગરમાં ડેપ્યુટી DDO તરીકે જવાબદારી સોંપવામાં આવી છે. ગૌરવ પંડયાને બનાસકાંઠાના ડેપ્યુટી DDO તરીકે તો દેવાંગ પંડયાને અબડાસાના પ્રાંત ઓફિસર તરીકે બદલી કરવામાં આવી છે. એચ એમ સોલંકીની ડેપ્યુટી DDO વડોદરા તો એમ કે પ્રજાપતિને ડેપ્યુટી કલેકટર આણંદ તરીકે મૂકવામાં આવ્યા છે.