Before Sisodia appeared before the CBI Demonstrating as if going to fight a war, saying I am ready to be martyred
દારૂ કૌભાંડ /
સિસોદિયા CBI સામે હાજર થાય તે પહેલા જાણે યુદ્ધ લડવા જતાં હોય તેવું પ્રદર્શન, કહ્યું શહીદી વહોરવા તૈયાર છું
Team VTV11:28 AM, 17 Oct 22
| Updated: 11:32 AM, 17 Oct 22
મનીષ સિસોદિયાની પૂછપરછ સમયે હોબાળાની આશંકાને જોતા પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. સિસોદિયાના ઘર અને CBI ઓફિસની આસપાસ કલમ 144 લાગુ કરવામાં આવી છે.
સિસોદિયાની પત્નીએ તિલક લગાવ્યું અને માતાએ પટકા પહેરાવીને આશીર્વાદ આપ્યા
દિલ્હી દારૂ કૌભાંડમાં CBI આજે દિલ્હીના ડેપ્યુટી સીએમ મનીષ સિસોદિયાની પૂછપરછ કરશે. સિસોદિયા CBI ઓફિસ પહેલા આમ આદમી પાર્ટીની ઓફિસ જશે અને એ પહેલા એમને રાજઘાટ પર બાપુને નમન કર્યા હતા. જણાવી દઈએ કે પૂછપરછ માટે ઘરની બહાર આવ્યા બાદ સિસોદિયાની પત્નીએ એમને તિલક લગાવ્યું હતું અને માતાએ પટકા પહેરાવીને આશીર્વાદ આપ્યા હતા. સિસોદિયા ખુલ્લી કારમાં લાવ લશ્કર સાથે નીકળ્યા હતા અને આ સાથે જ શહાદત ગીતો પણ વાગી રહ્યા હતા. આ જોઈને એવું લાગી રહ્યું હતું જાણે કોઈ રેલી નીકળી હોય સાથે જ આ સમયે સિસોદિયા કહ્યું હતું કે, ' હું ધરપકડની તૈયારી કરીને જાઉં છું અને બલિદાન માટે પણ તૈયાર છું.
સિસોદિયાએ 4 ટ્વિટ કર્યા હતા
સિસોદિયા સોમવારે કહ્યું હતું કે, ' ખોટો કેસ બનાવીને મારી ધરપકડ કરવાની તૈયારી ચાલી રહી છે. હું ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે જવાનો હતો. આ લોકો ગુજરાતમાં ખરાબ રીતે હારી રહ્યા છે અને એમનો ઇરાદો મને ગુજરાત જવાથી રોકવાનો છે. મેં ગુજરાતના લોકોને કહ્યું હતું કે ત્યાં પણ અમે બાળકો માટે દિલ્હી જેવી શાનદાર શાળાઓ બનાવીશું. પણ આ લોકો નથી ઇચ્છતા કે ત્યાં શાળાઓ બને. ગુજરાતના લોકો ભણે અને તરક્કી કરે. મારી સામે ખોટો કેસ દાખલ કરવામાં આવ્યો અને મારા ઘરે દરોડા પાડવામાં આવ્યા પણ કઈં ન મળ્યું. બેંક લોકર જોયા પણ કંઈ ન મળ્યું. ગામડે જઈને બધી તપાસ કરી પણ કંઈ ન મળ્યું. '
मेरे ख़िलाफ़ पूरी तरह से फ़र्ज़ी केस बनाकर इनकी तैयारी मुझे गिरफ़्तार करने की है. मुझे आने वाले दिनों में चुनाव प्रचार के लिए गुजरात जाना था। ये लोग गुजरात बुरी तरह से हार रहे हैं। इनका मक़सद मुझे गुजरात चुनाव प्रचार में जाने से रोकना है। 1/N
लेकिन मेरे जेल जाने से गुजरात का चुनाव प्रचार रुकेगा नहीं। आज हर गुजराती खड़ा हो गया है। अच्छे स्कूल, अस्पताल, नौकरी, बिजली के लिए गुजरात का बच्चा बच्चा अब चुनाव प्रचार कर रहा है। गुजरात का आने वाला चुनाव एक आंदोलन होगा।
કેજરીવાલે પણ કર્યું ટ્વિટ
કેજરીવાલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, 'મનીષના ઘરે દરોડા પાડયા જેમાં કંઈ મળ્યું નથી, બેંક લોકરમાં કંઈ મળ્યું નથી. એમની સામે દાખલ કરવામાં આવેલ બધા કેસ ખોટા છે. એમને ચૂંટણી પ્રચાર માટે ગુજરાત જવાનું હતું. એમને રોકવા માટે એમની ધરપકડ કરી રહ્યા છે. પણ ચૂંટણી પ્રચાર અટકશે નહીં. ગુજરાતનો દરેક વ્યક્તિ આજે 'AAP' નો પ્રચાર કરી રહ્યો છે.
जेल की सलाख़ें और फाँसी का फंदा भगत सिंह के बुलंद इरादों को डिगा नहीं पाये
ये आज़ादी की दूसरी लड़ाई है।मनीष और सत्येंद्र आज के भगत सिंह है
75 साल बाद देश को एक शिक्षा मंत्री मिला जिसने ग़रीबों को अच्छी शिक्षा देकर सुनहरे भविष्य की उम्मीद दी
કેજરીવાલે રવિવારે સિસોદિયાની તુલના ભગત સિંહ સાથે કરી હતી. એક ટ્વીટમાં કેજરીવાલે કહ્યું હતું કે, "જેલના સળિયા અને ફાંસી ભગત સિંહના બુલંદ ઈરાદાઓને રોકી શક્ય નહતા. આ આઝાદીની આ બીજી લડાઈ છે.' જો કે કોંગ્રેસે આ ટ્વિટને શહીદ ભગતસિંહનું અપમાન ગણાવ્યું હતું.