બ્રેકિંગ ન્યુઝ
VTV / વિશ્વ / ડોનાલ્ડ ટ્રમ્પની ટેરિફ અંગે મોટી જાહેરાત, જે દેશ જેટલો ટેક્સ લગાવશે તેના પર એટલો જ ટેક્સ લાદીશું
Last Updated: 01:14 AM, 14 February 2025
PM મોદી બે દિવસના અમેરિકાના પ્રવાસે છે, જ્યાં તેઓ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને પણ મળશે. ડોનાલ્ડ ટ્રમ્પ બીજી વખત અમેરિકાના રાષ્ટ્રપતિ બન્યા પછી, આ પહેલી વાર છે જ્યારે પીએમ મોદી અમેરિકાની મુલાકાતે આવ્યા છે. પીએમને મળતા પહેલા અમેરિકન રાષ્ટ્રપતિએ ટેરિફ અંગે મોટી જાહેરાત કરી છે. નવા ટેરિફની જાહેરાત કરતી વખતે, યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે કોઈ દેશ ગમે તેટલો ટેરિફ લાદે, અમે તે દેશ પર તે જ ટેરિફ લાદીશું. ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું કે વધુ નહીં, ઓછું નહીં, તેઓ અમારી પાસેથી ટેક્સ કે ટેરિફ વસૂલ કરે છે અને અમે બરાબર એ જ ટેક્સ કે ટેરિફ વસૂલ કરીશું. કોઈને ખબર નથી કે તે નંબર શું છે.
ADVERTISEMENT
"On trade, I have decided that for the purpose of fairness, I'll charge reciprocal tariffs - meaning, whatever countries charge the United States of America, we will charge them - no more, no less. They charge us with tax and tariffs, it's very simple we will charge them with… pic.twitter.com/04NMNIOOYx
— ANI (@ANI) February 13, 2025
અહેવાલ મુજબ તેમણે ગુરુવારે રાત્રે આ સંબંધિત નવી ટેરિફ નીતિ પર હસ્તાક્ષર કર્યા. વ્હાઇટ હાઉસના એક અધિકારીના જણાવ્યા અનુસાર ટ્રમ્પના આ આદેશને લાગુ થવામાં એક અઠવાડિયા કે એક મહિનો પણ લાગી શકે છે. ટેરિફ ક્યારે લાગુ થશે તેની કોઈ નિર્ધારિત સમયરેખા નથી.
ADVERTISEMENT
"India has more tariffs than nearly any other country," says US President Donald Trump while talking about his intentions of imposing reciprocal tariffs, as reported by Reuters
— ANI (@ANI) February 13, 2025
(file pic) pic.twitter.com/SgYepLcAaI
અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પ્રેસ કોન્ફરન્સમાં એક મોટું નિવેદન આપતા કહ્યું કે અમેરિકા હવે વેપારમાં કોઈ એકપક્ષીય નુકસાન સહન કરશે નહીં. ટ્રમ્પે કહ્યું કે જો તેમની પાસેથી 100 રૂપિયાનો ટેક્સ વસૂલવામાં આવે તો તેઓ તે દેશ પાસેથી પણ 100 રૂપિયાનો ટેક્સ વસૂલ કરશે. ટ્રમ્પની જાહેરાતથી સ્પષ્ટ છે કે અમેરિકા હવે ભારત પર એ જ ટેક્સ લાદશે જે ભારત દ્વારા લાદવામાં આવે છે. તેમની જાહેરાત અંગે પહેલાથી જ અટકળો લગાવવામાં આવી રહી હતી. ટ્રમ્પના આ નિવેદનને ભારત સહિત ઘણા દેશો માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે, કારણ કે તેની વેપાર સંબંધો પર મોટી અસર પડી શકે છે.
વધુ વાંચો : PM મોદીએ વોશિંગ્ટન DCના બ્લેર હાઉસમાં એલન મસ્ક સાથે કરી મુલાકાત, જુઓ વીડિયો
ટ્રમ્પે જાહેરાત પહેલા ગુરુવારે સાંજે ટેરિફ લાદવાની માહિતી આપી હતી. તેમણે સોશિયલ મીડિયા પર જાહેરાત કરી હતી કે આજનો દિવસ સૌથી મોટો છે. તેમણે એમ પણ કહ્યું કે તેમના બીજા કાર્યકાળના પહેલા ત્રણ અઠવાડિયા શ્રેષ્ઠ રહ્યા.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.