બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Before driving, be aware that the new rule will come into effect from April 1

દિલ્હી / વાહન ચલાવતા પહેલા જાણી લેજો નવો નિયમ,1 એપ્રિલથી પડશે લાગુ, કેન્દ્ર સરકારનો નિર્ણય

Hiralal

Last Updated: 10:13 PM, 3 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે વાહન ચાલકો માટે એક નવો નિયમ જારી કરવાની જાહેરાત કરી છે.

  • કેન્દ્ર સરકારે વાહન ચાલકો માટે લાગુ પડ્યો નવો નિયમ
  • પીડિત દરેક અકસ્માતની માહિતી પોલીસને આપવી પડશે
  • અકસ્માત પીડિતોને 120 દિવસની અંદર મળી જશે 

કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રાલયે વાહન ચાલકો માટે એક નવો નિયમ જારી કર્યો છે. નવા નિયમ અનુસાર, હવેથી દરેક વ્યક્તિએ પોલીસને દરેક એક્સિડન્ટની માહિતી આપવી પડશે, જો કોઈ વ્યક્તિના વાહનને નુકશાન થયું હોય અથવા તો સંપત્તિને કોઈ નુકશાન થયું અથવા તો માર્ગ અકસ્માતને કારણે ઈજા થઈ હોય તો તેની માહિતી ફરજિયાતપણે પોલીસને આપવી પડશે.

120 દિવસની અંદર મળી જશે  અકસ્માત પીડિતોને વળતર
મંત્રાલયે અકસ્માત પીડિતોના વળતર માટેનો સમય પણ નક્કી કર્યો છે. મંત્રાલયે બહાર પાડેલા નોટિફિકશમાં એવું જણાવાયું છે કે માર્ગ અકસ્માત પીડિતાના વીમાના દાવાની માંડવાળ માટેનો સમય પણ ઘટાડી નાખશે. એટલે કે પહેલાની તુલનાએ ઓછા સમયમાં પીડિતોને વળતર મળી જશે.પીડિતોને 120 દિવસની અંદર વળતર આપવાનો નિયમ છે. આ નવો નિયમ 1 એપ્રિલથી લાગુ પડશે. મંત્રાલયના આ નિર્ણયથી પીડિત પરિવારોને ફાયદો થશે.

વીમામાં વાહન માલિકનો મોબાઈલ નંબર ફરજિયાત કરાયો 
વાહનના વીમામાં વાહન માલિકનો મોબાઈલ નંબર પણ ફરજિયાત કરી દેવામાં આવ્યો છે. 

શા માટે નવો નિયમ લાગુ પડાયો 
વાહન  વ્યવહાર મંત્રી નીતિન ગડકરીએ કહ્યું કે વાહન અકસ્માતના ખોટા કિસ્સામાં નહીં પરંતુ સાચા પીડિતોને જ લાભ મળે તે માટે નવો નિયમ કરાયો છે. ગડકરીએ જણાવ્યું કે અમને અકસ્માતના ખોટા દાવાના વધારો જોવા મળ્યો છે અને આવી સ્થિતિને ટાળવા માટે આ નિયમ લાગુ પડાયો છે. નવો નિયમ ખોટા દાવાને પકડી પાડશે અને માર્ગ અકસ્માતના ખરેખર ભોગ બનેલા લોકોને વળતર અપાવવામાં મદદ કરશે. 

કેવી રીતે અસર કરે છે 
રોડ મિનિસ્ટ્રીએ માર્ગ અકસ્માતના કિસ્સામાં FIRની વેલિડિટી 15 સુધી સુધી મર્યાદિત કરવાનો નિર્ણય કરીને રાજ્ય સરકારોને આ માટે નિયમો બનાવવાનું કહ્યું છે.મંત્રાલયે રોડ એક્સિડન્ટ પર ગાઈડલાઈન્સ પણ જારી કરી છે. 

વળતર મેળવવામાં વચેટિયાઓની ભૂમિકા સમાપ્ત થશે 

બસ એન્ડ કાર ઓપરેટર્સ કન્ફેડરેશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ ગુરમીત સિંહ તનેજાએ કહ્યું કે, સરકારના આ નિર્ણયથી પ્રભાવિત લોકોને ઘણો ફાયદો થશે. આનાથી વળતર મેળવવામાં વચેટિયાઓની ભૂમિકા સમાપ્ત થઈ જશે. આ ઉપરાંત મોબાઈલ નંબરને વીમા સાથે લિંક કરવાથી વાહનના માલિકને શોધવામાં પણ સરળતા રહેશે. કારણ કે લોકો ઝડપથી મોબાઈલ નંબર બદલતા નથી.

વળતરની રકમ પણ વધારાઈ હતી 

રોડ ટ્રાન્સપોર્ટ મિનિસ્ટ્રીએ હિટ એન્ડ રન કેસમાં વળતરની રકમ વધારી દીધી છે. હવે ગંભીર રીતે ઘાયલ વ્યક્તિને 12,500 રૂપિયાથી લઈને 50,000 રૂપિયા સુધી આપી શકાય છે. આ સિવાય હિટ એન્ડ રનથી મોત થવાના કિસ્સામાં 25000થી 200000 લાખ રૂપિયા સુધીનું પેમેન્ટ કરી શકાય છે.

સંકળાયેલા મુદ્દાઓ

accident claim settlement road accident news road accident   એક્સિડન્ટ ક્લેઈમ સેટલમેન્ટ રોડ એક્સિડન્ટ રોડ એક્સિડન્ટ ન્યૂઝ Road Accident News
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ