જો આ કામ ના કર્યુ તો , માર્ચ પછી 'રદ્દી' બની જશે તમારું PAN કાર્ડ

By : juhiparikh 01:12 PM, 30 January 2019 | Updated : 01:12 PM, 30 January 2019
આ વર્ષે માર્ચ પછી તમારું PAN કાર્ડ રદ્દી થઇ શકે છે. PAN કાર્ડ બેકાર થયા પછી તમે આવકવેરાની સંબંધિત કોઇ કામ નહી કરી શકો. આ એટલા માટે કેમકે 31 માર્ચ પહેલા જ તમારે PAN કાર્ડને આધાર સાથે લિંક કરાવવું પડશે. 

પીએમએલએ કાયદા હેઠળ આધાર લિંક કરવું જરૂરી:

કેન્દ્ર સરકારે મની લોન્ડ્રિંગના કાયદા હેઠળ બેંક એકાઉન્ટ, PAN કાર્ડને આધારની સાથે લિંક કરવા માટે 30 જૂન સુધી ડેડલાઇન આપી છે. જો કેન્દ્ર સરકાર આધારને બેંક તથા અન્ય એકાઉન્ટ્સની સાથે લિંક કરવાની તારીખ આગળ વધારે છે, તો કરોડોનો લોકોને રાહત મળશે જેમના અત્યાર સુધી આધાર કાર્ડ નથી બન્યા. 

જેનું આધાર- PAN લિંક હોય તેઓ ટેન્શન ફ્રી:

જોકે તમે અત્યાર સુધી આધાર કાર્ડ અને PAN ને લિંક કરી દીધા છે તો પછી તમારે કોઇ ટેન્શન કરવાની જરૂર નથી. આવું એટલા માટે કારણ કે તેમને આવકવેરા વિભાગની તરફથી જારી કરેલી તમામ સેવાઓમાં પહેલાથી રાહત મળતી હશે. 

ઘરે બેઠા આ રીતે લિંક:સામાન્ય રીતે મોટેભાગે લોકો એ આધારને PAN સાથે લિંક કરી દીધુ હશે પરંતુ જે લોકોએ આધારને PAN સાથે લિંક નથી કર્યુ તેઓ ઘરે બેઠા આધારને આ રીતે PAN સાથે લિંક કરી શકે છે. 

- સૌથી પહેલા આયકર વિભાગની ઇ-ફાઇલિંગ વેસબાઇટ (www.incometaxindiaefiling.gov.in) પર જાઓ, અહીંયા ડાબી તરફ 'લિંક આધાર' પર ક્લિક કરો.

- જો તમારું એકાઉન્ટ નથી તો પહેલા રજિસ્ટ્રેશન કરાવો.

- લોગઇન કરતા પેજ ખુલશે, જેના પર દેખાઇ રહેલી બ્લૂ સ્ટ્રિપમાં પ્રોફાઇલ સેટિંગ પસંદ કરો.

- પ્રોફાઇલ સેટિંગમાં તમારે આધાર કાર્ડ લિંક કરવાનો વિકલ્પ દેખાશે, જેને પસંદ કરો.

- અહીંયા આપેલા સેક્શનમાં તમારો આધાર નંબર અને કેપ્ટા કોડ ભરો.

- જાણકારી ભર્યા પછી નીચે દેખાઇ રહેલા લિંક આધાર વિકલ્પ પર ક્લિક કરો.

SMSની મદદથી પણ કરી શકાશે લિંક:

SMS સેવાનો ઉપયોગ કરીને પણ તમે આધારને PAN સાથે લિંક કરી શકો છે. ઇન્કમટ ટેક્સ ડિપાર્ટમેન્ટ અનુસાર 567678 અથવા તો 56161  પર SMS મોકલીને આધારને PAN સાથે લિંક કરી શકાય છે. Recent Story

Popular Story