બ્રેકિંગ ન્યુઝ
Bijal Vyas
Last Updated: 09:35 PM, 24 April 2023
ADVERTISEMENT
શું તમે પણ બીમારીના બહાને ઓફિસમાંથી રજા લો છો? જો તમે આવું કરો છો તો સાવધાન થઈ જાવ. કારણ કે, તમારી હાલત પણ ચીનના કર્મચારી જેવી થઈ શકે છે, જેની પાસે હવે પસ્તાવા સિવાય બીજો કોઈ વિકલ્પ નથી. આ વ્યક્તિને તેની સારી નોકરી તો ગુમાવવી પડી, પણ અપમાન પણ સહન કરવું પડ્યુ છે. આ સિવાય તેને કોર્ટ તરફથી એવો ઝટકો મળ્યો છે કે, હવે તે ભાગ્યે જ ફરી આવું કામ કરશે. આવો જાણીએ શું છે મામલો.
ADVERTISEMENT
સાઉથ ચાઈના મોર્નિંગ પોસ્ટના રિપોર્ટ અનુસાર શૂ સરનેમનો આ વ્યક્તિ 1998 થી 2019 સુધી એક હાઈટેક કંપનીમાં કામ કરતો હતો. તેણે બે અઠવાડિયાની મેડિકલ લીવ લીધી હતી, પરંતુ કંપનીએ તેને નોકરીમાંથી કાઢી મૂક્યો હતો. આ પછી મામલો કોર્ટમાં પહોંચ્યો હતો. જ્યાં વ્યક્તિને વળતર તરીકે 71 લાખ રૂપિયા મળવાના હતા, પરંતુ છેલ્લી ઘડીએ ખેલ પલટાઇ ગયો.
શૂએ જુલાઈ 2019માં બોસ પાસે રજા માંગી હતી. પરંતુ ઓફિસમાં થોડું કામ છે, ત્યાં જરુર છે એમ કહીને તેની રજા કેન્સલ કરી હતી. ત્યાર બાદ વ્યક્તિએ પીઠ અને ગરદનના દુખાવાના બહાને મેડિકલ લીવ માટે અરજી કરી. તેણે કહ્યું કે, ડોક્ટરે બેડ રેસ્ટની સલાહ આપી છે કારણ કે તે હલનચલન પણ કરી શકતો નથી. પરંતુ આ દરમિયાન અન્ય કર્મચારીએ તેને હેનાન એરપોર્ટ પર જોયો હતો. આના પર બોસે શૂને ફોન કર્યો અને તેની સ્થિતિ વિશે પૂછ્યું, તો વ્યક્તિએ કહ્યું કે તે ઘરે છે. આ પછી, કંપનીએ વ્યક્તિ વિરુદ્ધ શિસ્તભંગના પગલાં લીધા અને તેને નોકરીમાંથી કાઢી મૂક્યો.
આ પછી શૂએ લેબર ટ્રિબ્યુનલમાં કંપની વિરુદ્ધ કેસ દાખલ કર્યો. જ્યાં કોર્ટે વળતર તરીકે 87 હજાર ડોલર (ભારતીય ચલણમાં 71 લાખ રૂપિયાથી વધુ) ચૂકવવાનો આદેશ આપ્યો હતો. પરંતુ જ્યારે કંપનીએ આ નિર્ણય સામે જિલ્લા કોર્ટમાં અપીલ કરી ત્યારે કેસ શૂ વિરુદ્ધ ગયો. આ પછી વ્યક્તિએ પીપલ્સ કોર્ટનો સંપર્ક કર્યો. અહીં તેણે જણાવ્યું કે તે મેડિકલ કન્ડિશનના કારણે આરામ કરવા માટે હેનાન ગયો હતો. પણ તેને ખરીખોટી સાંભળવી પડી. કોર્ટે તે વ્યક્તિની અપીલને ફગાવી દીધી હતી કે તે પ્રિસ્ક્રિપ્શન વિરુદ્ધ મુસાફરી કરી રહ્યો હતો.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.