કોરોના / સુરતમાં બની અનોખી 'Covid નારી કવચ', જાણો શું છે ખાસિયત

સુરતના ફેશનોવા ડિઝાઇન ડેવલપમન્ટ સેન્ટરે PPE કિટ બનાવી છે. અને આ PPE કિટની વિશેષતા એ છે કે તેને સાડી પર પણ પહેરી શકાય છે. માટે તેને કોવિડ નારી કવચ નામ આપ્યું છે. અને 'કોવિડ નારી કવચ' PPE કિટને સિટ્રાએ પણ મંજૂરી આપી દીધી છે. અને આ PPE કિટનો ઉલ્લેખ પીએમ મોદીએ મન કી બાતમાં પણ કર્યો છે. અને પીએમ મોદીએ શુભેચ્છા પણ પાઠવી છે. ત્યારે ફેશેનોવાના સંચાલક અંકિતા ગોયલે PPE કિટને લઇને કહ્યું કે મોટાભાગની મહિલાઓ મેડિકલ ફિલ્ડમાં જોડાયેલી છે. ત્યારે અમે મહિલાઓ સાડી પર PPE કિટ પહેરી શકે તેવી કીટ તૈયાર કરી છે. અને હાલ રોજનું 5 હજાર PPE કિટનું પ્રોડક્શન કરાઇ રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ