બાથરૂમ સાફ કરતો વ્યક્તિ બન્યો એરલાઇન્સ કંપનીનો માલિક

By : vishal 05:26 PM, 13 June 2018 | Updated : 05:26 PM, 13 June 2018
ઘણા એવા લોકો હયાત છે જેમના લક  રાતો-રાત બદલાયા છે, જેમ કે તમે બધાએ સાંભળ્યું હશે કે, બધા ટોચના બિઝનેસમેન પહેલા સાવ મામૂલી કામ કરતા હતા. આવીજ રીતે બ્રિટનના એક વ્યક્તિ એક સમયે પ્લેનનું ટોઇલેટ સાફ કરતો હતો, આજે તે વ્યક્તિ પોતાની એરલાઇન્સ લોન્ચ કરવા જઇ રહ્યો છે. 

લંડનમાં રહેતા કાઝી રહેમાન પોતાને રિચર્ડ બ્રેન્સન તરીકે બોલાવે છે. તે પોતાની એર લાઇન્સ શરૂ કરવા જઇ રહ્યાં છે જેનું નામ 'ફિરનાસ એરવેઝ' છે. પોતાની પહેલી ઉડાન સાથે ફિરનાસ એરવેઝ બ્રિટનની પહેલી એરલાઇન્સ છે, જે શરિયત કાનુન પર ચાલે છે. જેનો અર્થ તે છે કે આ એર લાઇન્સમાં તમને ઇસ્લામના કાયદા પ્રમાણે સુવિધા મળશે. એટલે કે, આ એર લાઇન્સમાં તમે દારૂનું સેવન કરી શકશો નહી. 

મુળના બાંગ્લાદેશ કાઝી રહેમાનનો પ્લાન ભવિષ્યમાં બ્રિટન થી UAE, પાકિસ્તાન, બાંગ્લાદેશ માટે સેવા આપવાની યોજના છે. આ એર લાઇન્સમાં તમને હિજાબ પહેરેલી એર હોસ્ટેસ જોવા મળશે. 32 વર્ષિય કાઝી રહેમાન એક બાળકનો પિતા છે. તે 11 વર્ષની ઉંમરે પોતાના પરીવાર સાથે બ્રિટનમાં આવ્યા હતાં. તેમણે સ્કુલીંગ કર્યા બાદ લંડન સીટી એરપોર્ટ પર ટોયલેટ ક્લિનર તરીકે કામ શરૂ કર્યું. 

તેમણે પોતાની ડોક્યુમેન્ટ્રીમાં કહ્યું કે, તેઓ શરૂઆતથી ઊંચા વિચાર રાખવાવાળા વ્યક્તિ હતા. તે જોબમાં પણ સૂટ પહેરીને કામ માટે જતાં હતાં. કાઝી રહેમાનને સફળતા તેમના પરફ્યૂમના બિઝનેસથી મળી. 

જોકે તેમણે છેલ્લા 2 વર્ષથી પોતાનું સમગ્ર ધ્યાન એરલાઇન્સ ખોલવામાં લગાવ્યું હતું. હાલ તેમની એરવેઝ કંપની 19 સીટર વિમાન ભાડે આપવાના કામમાં લાગેલી છે. કાઝીના મતે જલ્દી જ તેમની એરલાઇન્સની પહેલી ઉડાનની તૈયારી થઇ રહી છે.Recent Story

Popular Story