Because of this, a young man from Maldhari was killed in Dhandhuka
મોટો ખુલાસો /
આ કારણે ધંધુકામાં માલધારી યુવકની થઈ હતી હત્યા, ખુલાસો જાણીને તમે પણ ચોંકી જશો
Team VTV11:12 AM, 28 Jan 22
| Updated: 11:13 AM, 28 Jan 22
અમદાવાદના ધંધુકામાં યુવકની હત્યાના મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે.જેમાં યુવકની હત્યા સોશિયલ મીડિયામાં કરાયેલી પોસ્ટના કારણે થઈ હતી.
ધંધુકામાં યુવકની હત્યાનો મામલો
યુવકની હત્યાના મામલે મોટો ખુલાસો
વિવાદાસ્પદ પોસ્ટના કારણે થઇ હત્યા
યુવકની હત્યાના મામલે મોટો ખુલાસો
અમદાવાદના ધંધુકામાં માલધારી યુવકની હત્યાના પગલે સમગ્ર ગામમાં ભારેલા અગ્નિ જેવો માહોલ છે. જે બાદ જિલ્લાનું પોલીસતંત્ર પણ એક્શનમાં આવી ગયું છે. ત્યારે હત્યા મામલે સુત્રોએ મોટો ખુલાસો કરતાં કહ્યું કે, યુવકે થોડા દિવસ પહેલા સોશિયલ મિડીયામાં એક વિવાદાસ્પદ પોસ્ટ શેર કરી હતી.જેને લઈને આરોપીઓ યુવકની હત્યા કરી છે.
હત્યા કરનાર બે આરોપીઓને પોલીસે ઝડપા પાડ્યા છે
અમદાવાદના ધંધુકામાં માલાધારી યુવકના હત્યાને લઈને ભારે રોષનો માહોલ ફેલાયો હતો. જોકે આ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને પોલીસ પણ તાબડતોબ એકશનમાં આવી ગઈ હતી. જેથી પોલીસે આ મામલે હત્યાને અંજામ આપનારા બે આરોપીઓને ગત રોજ ઝડપી પાડ્યા હતાં.
શું હતી ઘટના ?
થોડા દિવસ પહેલા કિશને એક ધર્મ વિરુદ્ધ સોશ્યલ મીડિયામાં વિવાદિત પોસ્ટ કરી હતી.જેની અદાવત રાખી કેટલાક લોકોએ આ ઘટનાને અંજામ આપ્યો હોઈ શકે. કારણકે કિશન સામે જે તે સમયે પોલીસ કાર્યવાહી પણ કરાઈ હતી. અને બાદમાં કેટલાક લોકો તેનાથી રોષે ભરાયા હતા. પણ કિશન ત્યારથી જ તેના ઘરે હતો અને ગઈકાલે ઘરેથી નીકળ્યો ત્યારે મોકાનો લાભ લઇ તેની હત્યા કરવામાં આવી હોવાનું પોલીસ માની રહી છે.
માલધારી યુવકની હત્યાના પડઘા બોટાદ અને સુરેન્દ્રનગર
ધંધુકાના માલધારી યુવકના હત્યા પડધા સુરેન્દ્રનગર અને બોટાદમાં પણ જોવા મળ્યા છે. સુરેન્દ્રનગર શહેરમાં હિન્દુ સંગઠનો દ્વારા આજે સ્વૈચ્છિક બંધનું એલાન કરતાં સવારથી જ સુરેન્દ્રનગર શહેરના બજારો બંધ જોવા મળ્યાં હતાં. બાદમાં પોલીસે ધંધો અને રોજગાર શરૂ રાખવા અપીલ કરી હતી.બાદમાં શહેરની બજારોમાં પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો હતો.જ્યારે બીજી બાજુ બોટદના રાણપુર ખાતે પણ આ મામલે હિન્દુ સમાજ દ્વારા આજે બંધનું એલાન આપવામાં આવ્યું હતું. જેને લઈને રાણપુર શહેર લોકો સ્વયંભૂ સજ્જડ બંધ જોડાયા હતાં આ સાથે મુસ્લિમ સમાજ દ્વારા પણ બંધને સમર્થન અપાયું હતું. બંધને લઇ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો