બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / લાઈફસ્ટાઈલ / ફેશન અને સૌંદર્ય / તમારા ચહેરાને ચંદ્રની જેમ ચમકાવશે આ પહાડી ફૂલ, જાણો તેના ફાયદા"

બ્યુટી ટિપ્સ / તમારા ચહેરાને ચંદ્રની જેમ ચમકાવશે આ પહાડી ફૂલ, જાણો તેના ફાયદા"

Last Updated: 08:51 PM, 18 March 2025

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઉત્તરાખંડના પહાડી વિસ્તારમાં થતું ફ્યોલીનો ઉપયોગ અનેક રોગમાં ઉપચાર માટે વર્ષોથી થતો આવ્યો છે. અહીંયા તેનાથી થતા લાભ વિશે જાણીશું.

પહાડોમાં અનેક એવા વૃક્ષ, છોડ અને ફળ, ફૂલ હોય છે જે હેલ્થ માટે વરદાનરૂપ હોય છે. આવું એક ફૂલ છે ફ્યોલી જે ઉત્તરાખંડના હિમાલયના વિસ્તારમાં જોવા મળે છે. આ ફૂલનું વૈજ્ઞાનિક નામ રેનવાર્ડિયા ઇન્ડિકા છે. તેને યેલો ફ્લેક્સ અને ગોલ્ડન ગર્લ પણ કહેવાય છે. સ્થાનિક લોકો તેને પારંપારિક તહેવાર ફૂલદેઇમાં પણ ઉપયોગ કરે છે.  આ પહાડી ફૂલ અને રોગના ઈલાજમાં પણ ઉપયોગમાં આવે છે. આ ફૂલ સ્કીન માટે પણ ખૂબ ગુણકારી હોય છે.  ચાલો જાણીએ તેના ફાયદા વિશે.

  • ત્વચા
    ફ્યોલીના ફૂલમાં સામેલ ઔષધીય ગુણોને કારણે અનેક ત્વચા સંબધિત સમસ્યા જેમ કે, ખુજલી, એગ્ઝિમા, ડાઘ, ફોલ્લીઓ અને. એલર્જી જેવી સમસ્યામાં રાહત આપે છે. એના માટે આ ફૂલની પેસ્ટ બનાવી પ્રભાવિત જગ્યાએ તેને લગાવવાથી જલન, સોજો અને દર્દમાં રાહત મળે છે. અને સ્કિનના લેયરને પોષણ મળે છે.
  • ઘાવ
    ફ્યોલીના ફૂલ પહાડી વિસ્તારમાં એન્ટીસેપ્ટિકના રૂપમાં ઉપયોગ થાય છે. ઘા ઉપર તેની પેસ્ટ લગાવવાથી તે જલ્દી રુઝાઈ જાય છે અને ઇન્ફેક્શનનો ભય પણ રહેતો નથી.
  • ગ્લોઇંગ સ્કીન
    જો તમે તમારી ત્વચાને કુદરતી રીતે ગ્લોઈંગ બનાવવા માંગતા હોવ તો ફ્યોલીનો ઉપયોગ કરી શકો છો. તેનો લેપ ત્વચા પર લગાવવાથી સ્કીનમાં નિખાર, કોમળતા આવે છે.

વધુ વાંચો :હેલ્થી મગની દાળથી સ્વાસ્થ્યને થઈ શકે છે ભારે નુકસાન, જાણી લો તેની સાઈડ ઈફેક્ટ

  • તણાવ રહે છે દૂર

ફ્યોલીના ફૂલના અર્કનો ઉપયોગ ઓક્સિડેટીવ તણાવને ઘટાડવામાં મદદ કરે છે. ઓક્સિડેટીવ તણાવ એટલે કે, મુક્ત કણો, એન્ટી ઓક્સિડન્ટ વચ્ચે પેદા થયેલ અસંતુલન.

  • પીઠ દર્દ
    ફ્યોલીના છોડના પેસ્ટનો ઉપયોગ પીઠ દર્દમાં રાહત પહોચાડવામાં મદદરૂપ થાય છે. ચીનમાં ગેસ્ટ્રાઈટિસ ઉપચાર માટે પણ તેનો ઉપયોગ થાય છે. અત્રે ઉલ્લેખનીય છે કે, કોઈ પણ રોગના ઈલાજ પહેલા આ ફૂલનો ઉપયોગ કરતા પહેલા ડૉક્ટરની સલાહ જરૂરથી લેવી.

(Disclaimer: આરોગ્ય અને સુખાકારી હેઠળ પ્રકાશિત સામગ્રી સામાન્ય જાણકારી ઉપલબ્ધ કરાવે છે. અહીં પ્રકાશિત લેખ તબીબ, વૈદ્ય, નિષ્ણાત અને રિસર્ચ આધારિત નિષ્કર્ષ પર છે. તમામ નિર્દેશોનું પાલન કરી વાંચકોની જાગૃતિ વધારવાના હેતુથી આ સામગ્રી તૈયાર કરાઈ છે. આ લેખ કોઈ પણ રીતે યોગ્ય ઉપચારનો વિકલ્પ નથી, વધુ જાણકારી માટે હંમેશા નિષ્ણાત કે આપના ચિકિત્સકની સલાહ લેવી. vtvgujarati.com આ જાણકારી માટે જવાબદારીનો દાવો કરતું નથી.)

બધા જ સમાચાર અને અપડેટ્સ મેળવવા માટે પ્લે સ્ટોર/ એપ સ્ટોર પર જઈને અથવા આ લાઈન પર ક્લિક કરીને ડાઉનલોડ કરો અમારી લેટેસ્ટ એપ

સંકળાયેલા મુદ્દાઓ

Fyoli Flower Beauty Uttarakhand
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ